Ind vs Eng 2nd Test : ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ, શુભમન ગિલની સદી, ભારતની સંગીન શરૂઆત

India vs England Score Updates, 2nd Test : શુભમન ગિલના 216 બોલમાં 12 ફોર સાથે અણનમ 114 રન. યશસ્વી જયસ્વાલના 107 બોલમાં 13 ફોર સાથે 87 રન

Written by Ashish Goyal
Updated : July 02, 2025 23:32 IST
Ind vs Eng 2nd Test  : ભારત વિ ઇંગ્લેન્ડ  બીજી ટેસ્ટ, શુભમન ગિલની સદી, ભારતની સંગીન શરૂઆત
India vs England Live Score Updates, 2nd Test : ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ

Ind vs Eng 2nd Test, India vs England Score Updates: શુભમન ગિલના અણનમ 114 અને યશસ્વી જયસ્વાલના 87 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 85 ઓવરમાં 5 વિકેટે 310 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજા 41 રને રમતમાં છે.

બીજી ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ ઇલેવન

ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઇંગ્લેન્ડ : ⁠ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.

Live Updates

Ind vs Eng 2nd Test Live : પ્રથમ દિવસના અંતે ભારતના 85 ઓવરમાં 5 વિકેટે 310 રન

શુભમન ગિલના અણનમ 114 અને યશસ્વી જયસ્વાલના 87 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 85 ઓવરમાં 5 વિકેટે 310 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજા 41 રને રમતમાં છે.

Ind vs Eng 2nd Test Live : શુભમન ગિલની સદી

શુભમન ગિલે 199 બોલમાં 11 ફોર સાથે 100 રન બનાવ્યા. ભારતે 81.4 ઓવરમાં 300 રન પુરા કર્યા.

Ind vs Eng 2nd Test Live : ભારતના 78 ઓવરમાં 5 વિકેટે 280 રન

બીજી ટેસ્ટમાં ભારતે 78 ઓવરમાં 5 વિકેટે 280 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 93 અને રવિન્દ્ર જાડેજા 34 રને રમતમાં છે.

Ind vs Eng 2nd Test Live : ઋષભ પંત 25 રને આઉટ

ઋષભ પંત 42 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 25 રન બનાવી શોએબ બશીરને ઓવરમાં કેચ આઉટ થયો. જ્યારે નીતિશ કુમાર રેડ્ડી 1 રન બનાવી વોક્સની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 211 રને પાંચમી વિકેટ ગુમાવી.

Ind vs Eng 2nd Test Live : શુભમન ગિલની અડધી સદી

શુભમન ગિલે 125 બોલમાં 5 ફોર સાથે અડધી સદી ફટકારી. ભારતે 58.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.

Ind vs Eng 2nd Test Live : ટી લંચ સમયે ભારતના 53 ઓવરમાં 3 વિકેટે 182 રન

ભારતે ચા ના વિરામ સમયે 53 ઓવરમાં 3 વિકેટે 182 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 42 અને ઋષભ પંત 14 રને રમતમાં છે.

Ind vs Eng 2nd Test Live : યશસ્વી જયસ્વાલ 87 રને આઉટ

યશસ્વી જયસ્વાલ 107 બોલમાં 13 ફોર સાથે 87 રન બનાવી સ્ટોક્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 161 રને ત્રીજી વિકેટ ગુમાવી.

Ind vs Eng 2nd Test Live : ભારતના 40 ઓવરમાં 2 વિકેટે 143 રન

ભારતે 40 ઓવરમાં 2 વિકેટે 143 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 82 અને શુભમન ગિલ 24 રને રમતમાં છે.

Ind vs Eng 2nd Test Live : ભારતના લંચ સમયે 25 ઓવરમાં 2 વિકેટે 98 રન

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતે લંચ સમયે 25 ઓવરમાં 2 વિકેટે 98 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 62 અને શુભમન ગિલ 1 રને રમતમાં છે.

Ind vs Eng 2nd Test Live : કરુણ નાયર 31 રને આઉટ

કરુણ નાયર 50 બોલમાં 5 ફોર સાથે 31 રન બનાવી બ્રાયડન કાર્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 95 રને બીજી વિકેટ ગુમાવી.

Ind vs Eng 2nd Test Live : જયસ્વાલની અડધી સદી

યશસ્વી જયસ્વાલે 59 બોલમાં 10 ફોર સાથે અડધી સદી ફટકારી.

Ind vs Eng 2nd Test Live : કેએલ રાહુલ 2 રને આઉટ

કેએલ રાહુલ 26 બોલમાં 2 રન બનાવી ક્રિસ વોક્સની ઓવરમાં 2 રને બોલ્ડ થયો. ભારતે 15 રને પ્રથમ વિકેટ ગુમાવી.

Ind vs Eng 2nd Test Live : જયસ્વાલ અને રાહુલ ઓપનિંગમાં ઉતર્યા

ભારત તરફથી કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ઉતર્યા. ભારતે 5 ઓવરમાં વિના વિકેટે 9 રન બનાવી લીધા છે.

Ind vs Eng 2nd Test Live : ભારતની ટીમમાં ત્રણ ફેરફાર કરાયા

ભારતની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. સાંઇ સુદર્શન, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુરના બદલે આકાશદીપ, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડીને તક મળી છે.

Ind vs Eng 2nd Test Live : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન

⁠ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.

Ind vs Eng 2nd Test Live : ભારત પ્લેઇંગ ઇલેવન

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

Ind vs Eng 2nd Test Live : ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત સામેની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Ind vs Eng 2nd Test Live : બર્મિંગહામમાં ભારત એકપણ ટેસ્ટ જીત્યું નથી

બર્મિંગહામનું એજબેસ્ટન એવું મેદાન છે કે, જ્યાં તેણે એક પણ વખત વિજયનો સ્વાદ ચાખ્યો નથી. જુલાઈ 1967થી જુલાઈ 2022 સુધી ભારત આ મેદાન પર 8 ટેસ્ટ મેચ રમ્યું છે અને તેમાંથી 7માં તેનો પરાજય થયો છે. તેઓ જુલાઈ 1986માં રમાયેલી ટેસ્ટ મેચને ડ્રો કરવામાં સફળ રહ્યા છે. એજબેસ્ટનને ઇંગ્લેન્ડનો અભેદ કિલ્લો પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારત માટે મુશ્કેલ સમય હશે. કારણ કે પ્રેક્ષકો પણ હોમગ્રાઉન્ડ ટીમની પાછળ ઉભા છે અને વિરોધી ટીમ માટે મેચમાં પાછા ફરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

Ind vs Eng 2nd Test Live : બીજી ટેસ્ટમાં વરસાદની સંભાવના

ટેસ્ટ મેચના પાંચમાંથી ત્રણ દિવસ વરસાદને કારણે વિક્ષેપિત થાય તેવી શક્યતા છે. એક્યુવેધરના જણાવ્યા અનુસાર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે એટલે કે 2 જુલાઈએ વરસાદની 84 ટકા સંભાવના છે. આ સિવાય ચોથા (5 જુલાઈ) અને પાંચમા (6 જુલાઈ) દિવસે 60-60 ટકા વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, બીજી (3 જુલાઈ) અને ત્રીજી (4 જુલાઈ)ના રોજ પણ વાદળછાયું આકાશ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ind vs Eng 2nd Test Live : બર્મિંઘમમાં હવામાનની આગાહી

ઇંગ્લેન્ડમાં રમાયેલ તમામ આંતરરાષ્ટ્રીય મેચોમાં વરસાદ હંમેશા એક મોટું પરિબળ હોય છે. કેટલીક વખત વરસાદને કારણે મેચની સ્થિતિ અને ભાવિ નક્કી થાય છે. હેડિંગ્લે ખાતે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન થોડો વરસાદ પડ્યો હતો, પરંતુ કોઈ મુશ્કેલી પડી ન હતી. જોકે એજબેસ્ટન ટેસ્ટ માટે હવામાનનું જે આગાહી કરવામાં આવી છે, તે આશાસ્પદ લાગતું નથી.

Ind vs Eng 2nd Test Live : ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. આ ટેસ્ટ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટમાં વિજય મેળવી તેંડુલકર-એન્ડરસન ટ્રોફીમાં 1-0થી આગળ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ