/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Ind-vs-Eng-2nd-Test-Live-score-update-day-2.jpg)
India vs England Live Score Updates, 2nd Test : ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ બીજો દિવસ
Ind vs Eng 2nd Test, India vs England Score Updates : શુભમન ગિલના 269 અને રવિન્દ્ર જાડેજાના 89 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટના બીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતના 587 રનના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે 20 ઓવરમાં 3 વિકેટે 77 રન બનાવી લીધા છે. દિવસના અંતે જો રુટ 18 અને હેરી બ્રુક 30 રને રમતમાં છે. ભારત તરફથી આકાશદીપે 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઇંગ્લેન્ડ : ⁠ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.
- Jul 03, 2025 23:21 IST
Ind vs Eng 2nd Test Live : ઇંગ્લેન્ડના બીજા દિવસના અંતે 20 ઓવરમાં 3 વિકેટે 77 રન
શુભમન ગિલના 269 અને રવિન્દ્ર જાડેજાના 89 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટના બીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતના 587 રનના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે 20 ઓવરમાં 3 વિકેટે 77 રન બનાવી લીધા છે. દિવસના અંતે જો રુટ 18 અને હેરી બ્રુક 30 રને રમતમાં છે. ભારત તરફથી આકાશદીપે 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ ઝડપી હતી.
- Jul 03, 2025 22:07 IST
Ind vs Eng 2nd Test Live : ઝેક ક્રોલી 19 રને આઉટ
ઝેક ક્રોલી 30 બોલમા 3 ફોર સાથે 19 રન બનાવી મોહમ્મજ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 25 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jul 03, 2025 21:47 IST
Ind vs Eng 2nd Test Live : આકાશદીપે બે બોલમાં બે વિકેટ ઝડપી
બેન ડકેટ 5 બોલમાં ખાતું ખોલાયા વિના અને ઓલી પોપ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આકાશદીપનો શિકાર બન્યા. ઇંગ્લેન્ડે 13 રનમાં 2 વિકેટ ગુમાવી. આકાશદીપે બે બોલમાં બે વિકેટ ઝડપી.
- Jul 03, 2025 21:20 IST
Ind vs Eng 2nd Test Live : ટીમ ઇન્ડિયા 587 રનમાં ઓલઆઉટ
ભારતીય ટીમ 151 ઓવરમાં 587 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. મોહમ્મદ સિરાજ 23 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી શોએબ બશીરની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
- Jul 03, 2025 20:49 IST
Ind vs Eng 2nd Test Live : શુભમન ગિલ 269 રને આઉટ
શુભમન ગિલ 387 બોલમાં 30 ફોર અને 3 સિક્સર સાથે 269 રન બનાવી જોશ ટંગની ઓવરમાં કેચ આઉટ થયો. આકાશદીપ 6 રન બનાવી શોએબ બશીરની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 574 રને નવમી વિકેટ ગુમાવી.
- Jul 03, 2025 20:27 IST
Ind vs Eng 2nd Test Live : વોશિંગ્ટન સુંદર 42 રને આઉટ
વોશિંગ્ટન સુંદર 103 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 42 રન બનાવી જો રુટની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 558 રને સાતમી વિકેટ ગુમાવી.
- Jul 03, 2025 19:56 IST
Ind vs Eng 2nd Test Live : શુભમન ગિલના 250 રન
શુભમન ગિલે 348 બોલમાં 29 ફોર અને 3 સિક્સર સાથે 250 રન પુરા કર્યા. ભારતે 137 ઓવરમાં 550 રન પુરા કર્યા.
- Jul 03, 2025 19:27 IST
Ind vs Eng 2nd Test Live : ભારતના 500 રન
ભારતે 127.1 ઓવરમાં 500 રનનો સ્કોર પુરો કર્યો. શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદર રમતમાં છે.
- Jul 03, 2025 19:00 IST
Ind vs Eng 2nd Test Live : ગિલની બેવડી સદી
શુભમન ગિલે 311 બોલમાં 21 ફોર અને 2 સિક્સર સાથે બેવડી સદી ફટકારી.
- Jul 03, 2025 17:40 IST
Ind vs Eng 2nd Test Live : ભારતના લંચ સમયે 110 ઓવરમાં 6 વિકેટે 419 રન
બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતે લંચ સમયે 110 ઓવરમાં 6 વિકેટે 419 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 168 રન અને વોશિંગ્ટન સુંદર 1 રને રમતમાં છે.
- Jul 03, 2025 17:37 IST
Ind vs Eng 2nd Test Live : રવિન્દ્ર જાડેજા 89 રને આઉટ
રવિન્દ્ર જાડેજા 137 બોલમાં 10 ફોર અને 1 સિક્સર સાથે 89 રન બનાવી જોશ ટંગની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 414 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- Jul 03, 2025 16:58 IST
Ind vs Eng 2nd Test Live : શુભમન ગિલના 150 રન
શુભમન ગિલે 263 બોલમાં 17 ફોર સાથે 150 રન પુરા કર્યા. ભારતે 94.5 ઓવરમાં 350 રન પુરા કર્યા.
- Jul 03, 2025 15:58 IST
Ind vs Eng 2nd Test Live : જાડેજાની અડધી સદી
રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 80 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી.
- Jul 03, 2025 14:22 IST
Ind vs Eng 2nd Test Live : ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. આ ટેસ્ટ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાઇ રહી છે.પ્રથમ દિવસના અંતે ભારતે 85 ઓવરમાં 5 વિકેટે 310 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજા 41 રને રમતમાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us