Ind vs Eng 2nd Test, India vs England Score Updates : બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે લીડ મેળવી છે. ભારતે ત્રીજા દિવસના અંતે બીજા દાવમાં 13 ઓવરમાં 1 વિકેટે 64 રન બનાવી લીધા છે કેએલ રાહુલ 28 અને કરુણ નાયર 7 રને રમતમાં છે. આ પહેલા ભારતના 587 રનના જવાબમાં ઇંગ્લેન્ડ 89.3 ઓવરમાં 407 રને ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતને પ્રથમ દાવમાં 180 રનની લીડ મળી છે. લીડ સાથે ભારતના 244 રન થઇ ગયા છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.