/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Ind-vs-Eng-2nd-Test-Live-score-update-day-4.jpg)
India vs England Live Score Updates, 2nd Test : ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ
Ind vs Eng 2nd Test, India vs England Score Updates : શુભમન ગિલની શાનદાર સદી (161)ની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતે આપેલા 608 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે ચોથા દિવસના અંતે 16 ઓવરમાં 3 વિકેટે 72 રન બનાવી લીધા છે. દિવસના અંતે ઓલી પોપ 24 અને હેરી બ્રુક 15 રને રમતમાં છે. ઇંગ્લેન્ડ હજુ 536 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઇંગ્લેન્ડ : ⁠ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.
- Jul 05, 2025 23:11 IST
Ind vs Eng 2nd Test Live : ઇંગ્લેન્ડના ચોથા દિવસના અંતે 16 ઓવરમાં 3 વિકેટે 72 રન
શુભમન ગિલની શાનદાર સદી (161)ની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતે આપેલા 608 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે ચોથા દિવસના અંતે 16 ઓવરમાં 3 વિકેટે 72 રન બનાવી લીધા છે. દિવસના અંતે ઓલી પોપ 24 અને હેરી બ્રુક 15 રને રમતમાં છે. ઇંગ્લેન્ડ હજુ 536 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે.
- Jul 05, 2025 22:45 IST
Ind vs Eng 2nd Test Live : રુટ 6 રને આઉટ
જો રુટ 16 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી આકાશદીપની ઓવરમાં બોલ્ડ થયો. ઇંગ્લેન્ડે 50 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી.
- Jul 05, 2025 22:16 IST
Ind vs Eng 2nd Test Live : ઇંગ્લેન્ડે 30 રને 2 વિકેટ ગુમાવી
ઝેક ક્રોલી 7 બોલમાં ખાતું ખોલાયા વિના સિરાજની ઓવરમાં અને બેન ડકેટ 15 બોલમાં 5 ફોર સાથે 25 રન આકાશદીપની ઓવરમાં આઉટ થયા. ઇંગ્લેન્ડે 30 રને 2 વિકેટ ગુમાવી દીધી છે.
- Jul 05, 2025 21:42 IST
Ind vs Eng 2nd Test Live : ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો પડકાર
ભારતે 83 ઓવરમાં 6 વિકેટે 427 રન બનાવી બીજો દાવ ડિકલેર કર્યો છે. લીડ સાથે ભારતના 607 રન થઇ ગયા છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો પડકાર આપ્યો છે. જાડેજા 69 રને અને વોશિંગ્ટન સુંદર 12 રને અણનમ રહ્યા હતા.
- Jul 05, 2025 21:06 IST
Ind vs Eng 2nd Test Live : જાડેજાની અડધી સદી
રવિન્દ્ર જાડેજાએ 94 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી. જાડેજાએ પ્રથમ દાવમાં પણ અડધી સદી ફટકારી હતી.
- Jul 05, 2025 20:23 IST
Ind vs Eng 2nd Test Live : શુભમન ગિલની સદી
શુભમન ગિલે 129 બોલમાં 9 ફોર અને 3 સિક્સરની મદદથી સદી ફટકારી. ભારતે ટી લંચ સુધી 68 ઓવરમાં 4 વિકેટે 304 રન બનાવ્યા. શુભમન ગિલ 100 અને જાડેજા 25 રને રમતમાં છે.
- Jul 05, 2025 19:07 IST
Ind vs Eng 2nd Test Live : પંત 65 રને આઉટ
ઋષભ પંત 58 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 65 રન બનાવી શોએબ બશીરની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 236 રને ચોથી વિકેટ ગુમાવી.
- Jul 05, 2025 18:37 IST
Ind vs Eng 2nd Test Live : ગિલ અને પંતની અડધી સદી
શુભમન ગિલે 57 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. જ્યારે ઋષભ પંતે 48 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Jul 05, 2025 17:37 IST
Ind vs Eng 2nd Test Live : લંચ સમયે ભારતના 3 વિકેટે 177 રન
ભારતે લંચ સમયે 38 ઓવરમાં 3 વિકેટે 177 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 24 અને ઋષભ પંત 41 રને રમતમાં છે. ભારતે લીડ સાથે 357 રન બનાવી લીધા છે.
- Jul 05, 2025 17:03 IST
Ind vs Eng 2nd Test Live : કેએલ રાહુલ 55 રને આઉટ
કેએલ રાહુલે 84 બોલમાં 10 ફોર સાથે 55 રન બનાવી જોશ ટંગની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 126 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jul 05, 2025 16:45 IST
Ind vs Eng 2nd Test Live : કેએલ રાહુલની અડધી સદી
કેએલ રાહુલે 78 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી. ભારતે 22.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Jul 05, 2025 16:09 IST
Ind vs Eng 2nd Test Live : કરુણ નાયર આઉટ
કરુણ નાયર 46 બોલમાં 5 ફોર સાથે 26 રન બનાવી બ્રાયડન કાર્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 96 રને બીજી વિકેટ ગુમાવી.
- Jul 05, 2025 14:49 IST
Ind vs Eng 2nd Test Live : ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટનો આજે ચોથો દિવસ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ભારતે ત્રીજા દિવસના અંતે બીજા દાવમાં 13 ઓવરમાં 1 વિકેટે 64 રન બનાવી લીધા છે કેએલ રાહુલ 28 અને કરુણ નાયર 7 રને રમતમાં છે. ભારતને પ્રથમ દાવમાં 180 રનની લીડ મળી હતી. લીડ સાથે ભારતના 244 રન થઇ ગયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us