Ind vs Eng 3rd Test : જો રુટના અણનમ 99 રન, પ્રથમ દિવસે ઇંગ્લેન્ડના 4 વિકેટે 251 રન

India vs England Score Updates, 3rd Test: જો રુટના 191 બોલમાં 9 ફોર સાથે અણનમ 99 રન. નીતિશ કુમાર રેડ્ડીની 2 વિકેટ

India vs England Score Updates, 3rd Test: જો રુટના 191 બોલમાં 9 ફોર સાથે અણનમ 99 રન. નીતિશ કુમાર રેડ્ડીની 2 વિકેટ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs England Live cricket score update in Gujarati, India vs England, ભારત વિ ઇંગ્લેન્ડ

India vs England Live Score Updates, 3rd Test : ભારત વિ ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ

Ind vs Eng 3rd Test, India vs England Score Updates : જો રુટના અણનમ 99 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ધીમી પણ મક્કમ શરૂઆત કરી છે. પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડે 83 ઓવરમાં 4 વિકેટે 251 રન બનાવી લીધા છે. દિવસના અંતે જો રુટ 99 અને બેન સ્ટોક્સ 39 રને રમતમાં છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

ઇંગ્લેન્ડ : ⁠ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ (વિકેટકીપર), જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.

  • Jul 10, 2025 23:19 IST

    Ind vs Eng 3rd Test Live : પ્રથમ દિવસે ઇંગ્લેન્ડના 4 વિકેટે 251 રન

    જો રુટના અણનમ 99 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ધીમી પણ મક્કમ શરૂઆત કરી છે. પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડે 83 ઓવરમાં 4 વિકેટે 251 રન બનાવી લીધા છે. દિવસના અંતે જો રુટ 99 અને બેન સ્ટોક્સ 39 રને રમતમાં છે.



  • Jul 10, 2025 22:20 IST

    Ind vs Eng 3rd Test Live : ઇંગ્લેન્ડના 70 ઓવરમાં 216/4

    ઇંગ્લેન્ડના 70 ઓવરમાં 4 વિકેટે 216 રન. જો રુટ 75 અને બેન સ્ટોક્સ 29 રને રમતમાં છે.



  • Advertisment
  • Jul 10, 2025 21:11 IST

    Ind vs Eng 3rd Test Live : હેરી બ્રુક 11 રને બોલ્ડ

    હેરી બ્રુક 20 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો. ઇંગ્લેન્ડે 172 રને ચોથી વિકેટ.



  • Jul 10, 2025 20:53 IST

    Ind vs Eng 3rd Test Live : ઓલી પોપ 44 રને આઉટ

    ઓલી પોપ 104 બોલમાં 4 ફોર સાથે 44 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 153 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Jul 10, 2025 20:09 IST

    Ind vs Eng 3rd Test Live : રુટની અડધી સદી

    જો રુટે 102 બોલમાં 7 ફોરની મદદથી અડધી સદી ફટકારી. ઇંગ્લેન્ડે 47.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.



  • Jul 10, 2025 19:10 IST

    Ind vs Eng 3rd Test Live : ઇંગ્લેન્ડના 100 રન

    ઇંગ્લેન્ડે 35.4 ઓવરમાં 100 રન પુરા કર્યા. ઓલી પોપ અને જો રુટ રમતમાં છે.



  • Jul 10, 2025 17:45 IST

    Ind vs Eng 3rd Test Live : લંચ સમયે ઇંગ્લેન્ડનો સ્કોર 83/2

    ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે લંચ સમયે 25 ઓવરમાં 2 વિકેટે 83 રન બનાવી લીધા છે. ઓલી પોપ 12 અને જો રુટ 24 રને રમતમાં છે.



  • Jul 10, 2025 16:47 IST

    Ind vs Eng 3rd Test Live : નિતીશ કુમાર રેડ્ડીએ એક ઓવરમાં બે વિકેટ ઝડપી

    બેન ડકેટ 43 બોલમાં 4 ફોર સાથે 18 રને અને ઝેક ક્રોલી 40 બોલમાં 3 ફોર સાથે 23 રને નીતિશ કુમાર રેડ્ડીનો શિકાર બન્યા. નિતીશે એક ઓવરમાં બે વિકેટ ઝડપી. ઇંગ્લેન્ડે 44 રને બીજી વિકેટ ગુમાવી.



  • Jul 10, 2025 16:00 IST

    Ind vs Eng 3rd Test Live : ઇંગ્લેન્ડના 5 ઓવરમાં 15/0

    ઇંગ્લેન્ડે 5 ઓવરમાં વિના વિકેટે 15 રન બનાવી લીધા છે. ઝેક ક્રોલી 1 અને ⁠બેન ડકેટ 13 રને રમતમાં છે.



  • Jul 10, 2025 15:16 IST

    Ind vs Eng 3rd Test Live Score : બુમરાહની વાપસી

    ભારતની ટીમમાં એક ફેરફાર કરાયો છે. પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને જસપ્રીત બુમરાહ પરત ફર્યો છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમમાં જોશ ટંગના સ્થાને જોફ્રા આર્ચરની વાપસી થઇ છે.



  • Jul 10, 2025 15:13 IST

    Ind vs Eng 3rd Test Live Score : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન

    ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ (વિકેટકીપર), જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.



  • Jul 10, 2025 15:13 IST

    Ind vs Eng 3rd Test Live Score : ભારત પ્લેઇંગ ઇલેવન

    કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.



  • Jul 10, 2025 15:08 IST

    Ind vs Eng 3rd Test Live Score : ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Jul 10, 2025 14:40 IST

    Ind vs Eng 3rd Test Live Score : ભારત વિ ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થશે. આ મેચ લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડ 1-1થી બરાબરી પર છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો અને બીજી ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો. બન્ને ટીમો લીડ મેળવવા પ્રયત્ન કરશે.



વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ભારત ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ shubman gill ક્રિકેટ સ્પોર્ટ્સ