Ind vs Eng 3rd Test, India vs England Score Updates : ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતને સંગીન શરૂઆત કરી છે. ઇંગ્લેન્ડના 387 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 43 ઓવરમાં 3 વિકેટે 145 રન બનાવી લીધા છે. ભારત હજુ 242 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે. દિવસના અંતે કેએલ રાહુલ 53 અને ઋષભ પંત 19 રને રમતમાં છે.
ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 387 રનમાં ઓલઆઉટ
બીજા દિવસે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 112.3 ઓવરમાં 387 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ઇંગ્લેન્ડ તરફથી જો રુટે સૌથી વધારે 104 રન બનાવ્યા હતા. આ સિવાય બ્રાયડન કાર્સે 56 અને જેમી સ્મિથે 51 રન બનાવ્યા હતા. ભારત તરફથી બુમરાહે સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. સિરાજ અને નીતિશ રેડ્ડીએ 2-2 વિકેટ અને જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી. આ મેચ લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.





