/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Ind-vs-Eng-3rd-Test-Live-score-update-day-5.jpg)
India vs England Live Score Updates, 3rd Test : ભારત વિ ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ પાંચમો દિવસ
Ind vs Eng 3rd Test, India vs England Updates : રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે લડાયક બેટિંગ કરી હોવા છતા ત્રીજી ટેસ્ટમાં ભારતનો 22 રને પરાજય થયો છે. ઇંગ્લેન્ડે જીતવા માટે આપેલા 193 રનના પડકાર સામે ભારતીય ટીમ 74.5 ઓવરમાં 170 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટેસ્ટ 23 જુલાઇથી શરુ થશે.
એકસમયે ભારતે 82 રને 7 અને 112 રને 8 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી જાડેજાએ શાનદાર બેટિંગ કરી જીતની આશા ઉભી કરી હતી. બુમરાહ અને સિરાજ તેને સારો સાથ આપ્યો હતો. જોકે સહેજ માટે ટીમ જીતીથી વંચિત રહી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
ઇંગ્લેન્ડ : ⁠ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ (વિકેટકીપર), જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.
- Jul 14, 2025 21:36 IST
Ind vs Eng 3rd Test Live : ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો 22 રને પરાજય
રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે લડાયક બેટિંગ કરી હોવા છતા ત્રીજી ટેસ્ટમાં ભારતનો 22 રને પરાજય થયો છે. ઇંગ્લેન્ડે જીતવા માટે આપેલા 193 રનના પડકાર સામે ભારતીય ટીમ 74.5 ઓવરમાં 170 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટેસ્ટ 23 જુલાઇથી શરુ થશે.
- Jul 14, 2025 21:35 IST
Ind vs Eng 3rd Test Live : રવિન્દ્ર જાડેજાના અણનમ 61 રન
મોહમ્મદ સિરાજ 30 બોલમાં 4 રન બનાવી બશીરની ઓવરમાં બોલ્ડ થયો. રવિન્દ્ર જાડેજાના 181 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 61 રન.
- Jul 14, 2025 20:45 IST
Ind vs Eng 3rd Test Live : ચા ના વિરામ સમયે ભારતના 9 વિકેટે 163 રન
ચા ના વિરામ સમયે ભારતે 70 ઓવરમાં 9 વિકેટે 163 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા 56 અને મોહમ્મદ સિરાજ 2 રને રમતમાં છે. ભારતને જીત માટે 30 રનની અને ઇંગ્લેન્ડને 1 વિકેટની જરૂર છે.
- Jul 14, 2025 20:30 IST
Ind vs Eng 3rd Test Live : જાડેજાની અડધી સદી
રવિન્દ્ર જાડેજાએ 150 બોલમાં 4 ફોર અને 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી. ભારતે 64.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.
- Jul 14, 2025 19:59 IST
Ind vs Eng 3rd Test Live : બુમરાહ આઉટ
જસપ્રીત બુમરાહ 54 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી સ્ટોક્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 147 રને નવમી વિકેટ ગુમાવી.
- Jul 14, 2025 19:00 IST
Ind vs Eng 3rd Test Live : ભારતના 50 ઓવરમાં 8 વિકેટે 134 રન
ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 134 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા 35 અને જસપ્રીત બુમરાહ 4 રને રમતમાં છે.
- Jul 14, 2025 17:34 IST
Ind vs Eng 3rd Test Live : લંચ સમયે ભારતના 8 વિકેટે 112 રન
ત્રીજી ટેસ્ટમાં ભારતે લંચ સમયે 39.3 ઓવરમાં 8 વિકેટે 112 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા 17 રને રમતમાં છે.
- Jul 14, 2025 17:30 IST
Ind vs Eng 3rd Test Live : નીતિશ કુમાર રેડ્ડી આઉટ
નીતિશ કુમાર રેડ્ડી 53 બોલમાં 1 ફોર સાથે 13 રન બનાવી વોક્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 112 રને આઠમી વિકેટ ગુમાવી.
- Jul 14, 2025 16:52 IST
Ind vs Eng 3rd Test Live : ભારતના 100 રન
ભારતે 32 ઓવરમાં 100 રન પુરા કર્યા. રવિન્દ્ર જાડેજા 14 અને નીતિશ કુમાર રેડ્ડી 5 રને રમતમાં છે.
- Jul 14, 2025 16:12 IST
Ind vs Eng 3rd Test Live : વોશિંગ્ટન સુંદર આઉટ
વોશિંગ્ટન સુંદર 4 બોલમાં ખાતું ખોલાયા વિના આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 82 રને સાતમી વિકેટ ગુમાવી.
- Jul 14, 2025 16:07 IST
Ind vs Eng 3rd Test Live : કેએલ રાહુલ 39 રને આઉટ
કેએલ રાહુલ 58 બોલમાં 6 ફોર સાથે 39 રન બનાવી સ્ટોક્સની ઓવરમાં એલબી આઉટ થયો. ભારતે 81 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- Jul 14, 2025 15:49 IST
Ind vs Eng 3rd Test Live : ઋષભ પંત 9 રને બોલ્ડ
ઋષભ પંત 12 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવી આર્ચરની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 71 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Jul 14, 2025 14:33 IST
Ind vs Eng 3rd Test Live : પાંચમાં દિવસે ભારતને જીત માટે 135 રનની જરૂર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટનો આજે પાંચમો અને નિર્ણાયક દિવસ છે. ઇંગ્લેન્ડે જીતવા માટે આપેલા 193 રનના ટાર્ગેટ સામે ભારતે ચોથા દિવસના અંતે 4 વિકેટે 58 રન બનાવી લીધા છે. દિવસના અંતે કેએલ રાહુલ 33 રને રમતમાં છે. ભારતને જીત માટે 135 રનની અને ઇંગ્લેન્ડને 6 વિકેટની જરુર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us