India vs England Updates, ટી 20 વર્લ્ડ કપ 2024, ભારત વિ. ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલ સ્કોર : ભારત ટી 20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. રોહિત શર્માની અડધી સદી (57)પછી અક્ષર પટેલ અને કુલદીપ યાદવની શાનદાર બોલિંગની મદદથી ભારતે ટી 20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 68 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારત હવે 29 જૂનના રોજ દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં ટકરાશે.
ભારત ત્રીજી વખત અને 10 વર્ષ પછી ટી 20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા 2014 અને 2007માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી. જ્યારે બુમરાહને 2 વિકેટ મળી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, શિવમ દૂબે, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.
ઈંગ્લેન્ડ : જોશ બટલર, ફિલ સોલ્ટ, જોની બેયરસ્ટો, હૈરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, ક્રિસ જોર્ડન, સેમ કરન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, રીસ ટોપ્લી.





