India vs England Test Records : યશસ્વી જયસ્વાલની અણનમ બેવડી સદી (214) પછી રવિન્દ્ર જાડેજાની ચુસ્ત બોલિંગની (5 વિકેટ) મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં 434 રને વિજય મેળવ્યો હતો. ભારતે આપેલા 557 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ ચોથા દિવસે 122 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. રાજકોટ ટેસ્ટ મેચમાં ઘણા રેકોર્ડ જોવા મળ્યા હતા.
રાજકોટ ટેસ્ટમાં બન્યા ઘણા રેકોર્ડ
- ત્રીજી ટેસ્ટમાં 434 રને વિજય મેળવી રનની દ્રષ્ટીએ ભારતે સૌથી મોટો વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતનો સૌથી મોટો વિજય 372 રનનો હતો. જે ન્યૂઝીલેન્ડ સામે 2021માં બનાવ્યો હતો.
- ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલે રાજકોટમાં અણનમ બેવડી સદી ફટકારી હતી. તેણે 214 રનની ઈનિંગ્સમાં 14 ફોર અને 12 સિક્સર ફટકારી હતી. જયસ્વાલે વસીમ અકરમના ટેસ્ટ ઈનિંગ્સમાં સૌથી વધુ 12 સિક્સર ફટકારવાના રેકોર્ડની બરોબરી કરી હતી.
- જયસ્વાલે તેની પ્રથમ ત્રણ ટેસ્ટ સદીને 150 પ્લસ (171, 209, 214)માં ફેરવનારો સૌપ્રથમ ભારતીય ક્રિકેટર બનીને ઇતિહાસ રચ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવી સિદ્ધિ મેળવનાર સાતમો ખેલાડી બન્યો છે.
- રાજકોટ ટેસ્ટમાં જયસ્વાલ (22 વર્ષ 49 દિવસ) ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા વયે બે બેવડી સદી ફટકારનારો ત્રીજો ખેલાડી બન્યો હતો. તેના આગળ વિનોદ કાંબલી (21 વર્ષ 54 દિવસ) અને ડોન બ્રેડમેન (21 વર્ષ 318 દિવસ) છે.
આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલની બેવડી સદી, વિરાટ અને કાંબલીની બરાબરી કરી, ગાવસ્કરની ક્લબમાં સામેલ
- યશસ્વી જયસ્વાલની સાથે ભારતના ત્રણ ખેલાડીઓએ સતત ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. જેમાં વિનોદ કાંબલી અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે.
- ઇંગ્લેન્ડ સામેની આ શ્રેણીમાં અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ 48 સિક્સર ફટકારી છે. ભારત એક શ્રેણીમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની સિદ્ધિ મેળવી છે.
- કોઈ ટીમે ટેસ્ટની બંને ઈનિંગ્સમાં 400થી વધુ રન ફટકાર્યા હોય તેવી આ અગિયારમાં ઘટના છે. આ સિવાય ભારતે 2009માં અમદાવાદમાં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં બન્ને ઇનિંગ્સમાં 400થી વધુ રન બનાવ્યા હતા.
- જયસ્વાલ-સરફરાઝની ભાગીદારીમાં 6.53ની રનરેટ નોંધાઈ હતી. આ જોડીએ ટેસ્ટમાં સાતમી એવી ભાગીદારી બનાવી હતી જેણે 150થી વધુ બોલમાં આ રનરેટ મેળવ્યો છે.