india vs England Series 2025 : ભારતીય ક્રિકેટ ટીમ હાલ આરામના મૂડમાં છે. ભારત હવે ઇંગ્લેન્ડ સામે મેચ રમશે. ઇંગ્લેન્ડ ટીમ ભારતના પ્રવાસે આવશે. 22 જાન્યુઆરીથી આ પ્રવાસની શરૂઆત થશે અને 12 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન બે મુકાલમાં ગુજરાતમાં થશે. જેમાં એક મેચ રાજકોટમાં રમાશે અને એક મેચ અમદાવાદમાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી 20 મેચ અને 3 વન-ડે મેચ રમાશે.
રાજકોટમાં 28 જાન્યુઆરીએ ટી 20 મેચ
રાજકોટમાં 28 જાન્યુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી 20 મેચ રમાશે. આ શ્રેણીની ત્રીજી ટી 20 મેચ રહેશે. આ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.00 કલાકેથી શરુ થશે. રાજકોટમાં ભારત છેલ્લે ટેસ્ટ મેચ રમ્યું હતું. ફેબ્રુઆરી 2024માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ રમાઇ હતી.
અમદાવાદમાં 12 ફેબ્રુઆરીએ વન-ડે મેચ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે. આ શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે રહેશે. આ મેચ બપોરે 1.30 કલાકેથી શરુ થશે. ભારત છેલ્લે અહીં 2023માં વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યું હતું. જેમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો.
આ પણ વાંચો – રોહિત શર્મા પછી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ? આ 4 ખેલાડીઓ છે રેસમાં, જાણો પ્લસ અને માઇનસ પોઇન્ટ
ભારત વિ ઇંગ્લેન્ડ કાર્યક્રમ
- પ્રથમ T20: 22 જાન્યુઆરી, કોલકાતા
- બીજી T20: 25 જાન્યુઆરી, ચેન્નાઈ
- ત્રીજી T20: 28 જાન્યુઆરી, રાજકોટ
- ચોથી T20: 31 જાન્યુઆરી, પૂણે
- પાંચમી T20: 2 ફેબ્રુઆરી, મુંબઈ
વન-ડે શ્રેણી
- પ્રથમ વન-ડે : 6 ફેબ્રુઆરી, નાગપુર
- બીજી વન-ડે : 9 ફેબ્રુઆરી, કટક
- ત્રીજી વન-ડે: 12 ફેબ્રુઆરી, અમદાવાદ