IND vs ENG, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાડેજા-રાહુલ પર સસ્પેન્સ; કોહલી બહાર

IND vs ENG, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: વિરાટ કોહલીએ બાકીની ત્રણ મેચોમાંથી બ્રેક માંગ્યો હતો. બોર્ડે તેમની વિનંતી સ્વીકારી લીધી છે.

Written by Ankit Patel
February 10, 2024 11:38 IST
IND vs ENG, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાડેજા-રાહુલ પર સસ્પેન્સ; કોહલી બહાર
વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ (ANI)

IND vs ENG, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ માટે આખી સિરીઝમાંથી બહાર રહેશે, એવું જ થયું, બોર્ડે વિરાટ કોહલીને ત્રણેય મેચ માટે બ્રેક આપ્યો છે.

બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ બાકીની ત્રણ મેચોમાંથી બ્રેક માંગ્યો હતો. બોર્ડે તેમની વિનંતી સ્વીકારી લીધી છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં પણ રમ્યો નહોતો.

IND vs ENG, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: જાડેજા-રાહુલ પર સસ્પેન્સ

છેલ્લી ત્રણ મેચ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલનું નામ પણ છે, પરંતુ બોર્ડે કહ્યું છે કે આ બંને ખેલાડીઓની ભાગીદારી મેડિકલ ટીમ પાસેથી ફિટનેસની મંજૂરી મેળવવા પર નિર્ભર રહેશે. તમને જણાવી દઈએ કે જાડેજા અને રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટમાં રમ્યા ન હતા. કોહલી અંગે બોર્ડે કહ્યું છે કે વિરાટ વ્યક્તિગત કારણોસર ત્રણેય મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નથી. બોર્ડ તેમના નિર્ણયનું સન્માન કરે છે.

ટીમની વાત કરીએ તો ભારતીય ટીમમાં આકાશદીપ નવો ચહેરો છે. તેને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

IND vs ENG, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: ભારતીય ક્રિકેટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્રવીન જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને આકાશદીપ

રવિન્દ્ર જાડેજાએ પિતાના ઇન્ટરવ્યૂને ગણાવ્યું વાહિયાત, કહ્યું – મારી પત્નીની છાપ ખરાબ કરવાનું બંધ કરો

ravindra jadeja, rivaba jadeja
રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા જાડેજા સાથે (તસવીર – રવિન્દ્ર જાડેજા ઇન્સ્ટાગ્રામ)

ravindra jadeja : ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઇન્ટરવ્યૂ પર નિવેદન સામે આવ્યું છે. અનિરુદ્ધ સિંહે એક ઈન્ટરવ્યૂમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને પરિવારમાં અણબનાવ ઉભો કરવા માટે જવાબદાર ઠેરવ્યા છે. આ પછી રવિન્દ્ર જાડેજાએ તેના પિતા પર નિશાન સાધ્યું હતું અને પત્નીની ઈમેજને ખરાબ કરવાનું બંધ કરવા કહ્યું હતુ. જાડેજાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ તેમના પુત્રમાં ઘણો બદલાવ આવ્યો છે અને તેઓ એકબીજાના સંપર્કમાં નથી. તેઓ એક જ શહેરમાં રહે છે પણ એકબીજાને મળતા નથી. સંપુર્ણ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ