/indian-express-gujarati/media/media_files/2026/01/21/ind-vs-nz-1st-t20-live-score-2026-01-21-18-38-42.jpg)
IND vs NZ 1st T20 Live Score : ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ ટી 20 મેચ લાઇવ અપડેટ્સ
India vs New Zealand Score, 1st T20 : અભિષેક શર્માના 84 અને રિંકુ સિંહના અણનમ 44 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી 20માં 48 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 238 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી 20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી 20 મેચ 23 જાન્યુઆરીએ રમાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.
ન્યૂઝીલેન્ડ : ટિમ રોબિન્સન, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટીયન ક્લાર્ક, કાયલે જેમિસન, ઈશ સોઢી, જેકોબ ડફી.
- Jan 21, 2026 23:06 IST
Ind vs NZ 1st T20I Live : પ્રથમ ટી 20માં ભારતનો 48 રને વિજય
અભિષેક શર્માના 84 અને રિંકુ સિંહના અણનમ 44 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી 20માં 48 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 238 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી 20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી 20 મેચ 23 જાન્યુઆરીએ રમાશે.
- Jan 21, 2026 22:24 IST
Ind vs NZ 1st T20I Live : ગ્લેન ફિલિપ્સ 78 રને આઉટ
ગ્લેન ફિલિપ્સ 40 બોલમાં 4 ફોર અને 6 સિક્સર સાથે 78 રને અક્ષર પટેલની ઓવરમાં આઉટ થયો. માર્ક ચેપમેન 24 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 39 રને વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો. ન્યૂઝીલેન્ડે 143 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Jan 21, 2026 22:02 IST
Ind vs NZ 1st T20I Live : ગ્લેન ફિલિપ્સની અડધી સદી
ગ્લેન ફિલિપ્સે 29 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ન્યૂઝીલેન્ડે 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Jan 21, 2026 21:27 IST
Ind vs NZ 1st T20I Live : ન્યૂઝીલેન્ડે 1 રનમાં 2 વિકેટ ગુમાવી
ડેવોન કોનવે 2 બોલમાં ખાતું ખોલાયા વિના અર્શદીપની ઓવરમાં કેચ આઉટ થયો. રચિન રવિન્દ્ર 5 બોલમાં 1 રને હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો. ન્યૂઝીલેન્ડે 1 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી.
- Jan 21, 2026 20:52 IST
Ind vs NZ 1st T20I Live : ન્યૂઝીલેન્ડને જીતવા માટે 239 રનનો પડકાર
પ્રથમ ટી 20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 238 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 239 રનનો પડકાર મળ્યો છે. રિંકુ સિંહના 20 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 44 રન.
- Jan 21, 2026 20:37 IST
Ind vs NZ 1st T20I Live : હાર્દિક પંડ્યાના 25 રન
હાર્દિક પંડ્યા 16 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 25 રને જેકોબ ડફીનો શિકાર બન્યો. અક્ષર પટેલ 5 બોલમાં 5 રન બનાવી કેચ આઉટ થયો. ભારતે 209 રને સાતમી વિકેટ ગુમાવી. ટીમ ઇન્ડિયાએ 17.2 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા.
- Jan 21, 2026 20:23 IST
Ind vs NZ 1st T20I Live : શિવમ દુબે આઉટ
શિવમ દુબે 4 બોલમાં 1 સિક્સર સાથે 9 રને જેમિસનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 166 રનમાં 5 વિકેટ ગુમાવી.
- Jan 21, 2026 20:09 IST
Ind vs NZ 1st T20I Live : અભિષેક શર્મા 84 રને આઉટ
સૂર્યકુમાર યાદવ 22 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 32 રને સેન્ટનરની ઓવરમાં કેચ આઉટ થયો. અભિષેક શર્મા 35 બોલમાં 5 ફોર અને 8 સિક્સર સાથે 84 રને સોઢીની ઓવરમાં કેચ આઉટ થયો.
- Jan 21, 2026 19:42 IST
Ind vs NZ 1st T20I Live : અભિષેક શર્માની અડધી સદી
અભિષેક શર્માએ 22 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.
- Jan 21, 2026 19:18 IST
Ind vs NZ 1st T20I Live : ભારતે 27 રને બીજી વિકેટ ગુમાવી
સંજુ સેમસન 7 બોલમાં 2 ફોર સાથે 10 રને જેમિસનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 18 રને પ્રથમ વિકેટ ગુમાવી. ઇશાન કિશન 5 બોલમાં 2 ફોર સાથે 8 રને જેકોબ ડફીનો શિકાર બન્યો. ભારતે 27 રને બીજી વિકેટ ગુમાવી.
- Jan 21, 2026 18:46 IST
Ind vs NZ 1st T20I Live : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.
- Jan 21, 2026 18:45 IST
Ind vs NZ 1st T20I Live : ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન
ટિમ રોબિન્સન, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટીયન ક્લાર્ક, કાયલે જેમિસન, ઈશ સોઢી, જેકોબ ડફી.
- Jan 21, 2026 18:33 IST
Ind vs NZ 1st T20I Live : ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારત સામેની પ્રથમ ટી 20 મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ નાગપુરમાં રમાઇ રહી છે.
- Jan 21, 2026 16:39 IST
Ind vs NZ 1st T20I Live : ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ ટી20 વેધર રિપોર્ટ
એક્યુવેધર એપ અનુસાર બુધવારે સવારે નાગપુરમાં તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને તડકો રહેવાની સંભાવના છે. બપોરે તાપમાન સહેજ વધીને 27 ડિગ્રી સુધી જશે અને ત્યારબાદ સાંજે 14 ડિગ્રી સુધી ઘટશે. હવામાન એકદમ ક્લિન અને ક્રિકેટ માટે સારું રહેવાની સંભાવના છે. ઝાકળ પડવાની સંભાવના નથી. પરિસ્થિતિને જોતા ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરશે.
- Jan 21, 2026 14:38 IST
Ind vs NZ 1st T20I Live : ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 પિચ રિપોર્ટ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 કાળી માટાની પીચ પર રમાશે. અહીં બોલરોને ફાયદો મળી શકે છે. બાઉન્સ ઓછો થવાથી સ્પિનરોને મદદ મળશે. પિચ તૂટશે નહીં, પરંતુ ધીરે ધીરે ધીમી પડશે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન મિચેલ સેન્ટનર અને અક્ષર પટેલ જેવા બોલરો ખતરનાક સાબિત થઈ શકે છે.
- Jan 21, 2026 14:37 IST
Ind vs NZ 1st T20I Live : ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી 20
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની ટી 20 શ્રેણીની પ્રથમ મેચ બુધવારે (21 જાન્યુઆરી) નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.00 વાગ્યે શરુ થશે. ટોસ 6.30 કલાકે થશે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી 13 ટી-20 મેચોમાં બહુ મોટો સ્કોર થયો નથી. ભારત અહીં ચાર મેચ રમ્યું છે. બે માં જીત મળી છે અને બે માં પરાજય થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us