/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/IND-vs-NZ-1st-Test-rain.jpg)
બેંગલુરુંમાં સોમવારે રાત્રે અને મંગળવારે સવારે વરસાદ ચાલુ રહ્યો હતો. ચિન્નાસ્વામીના કવર હટાવવામાં આવ્યા નથી. (Pics : @Bnglrweatherman)
India vs New Zealand 1st Test : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી બેંગલુરુંમાં પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. જોકે આ પહેલા વરસાદે ચિંતા વધારી છે. બેંગલુરુમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના એક દિવસ અગાઉ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતનું ટ્રેનિંગ સેશન રદ કરવામાં આવ્યું છે. સવારે 9.30 વાગ્યે નક્કી થયેલું આ સત્ર સૌ પ્રથમ એક કલાક માટે મુલતવી રાખવામાં આવ્યું હતું. તે પછી પણ વરસાદ યથાવત્ રહેતા ટ્રેનિંગ સેશન સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યું હતું.
બેંગલુરુમાં ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી છે
કાનપુરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચની જેમ જ ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુંમાં રમાનારી ટેસ્ટ મેચ પર પણ વરસાદ અસર કરી શકે છે. કાનપુરમાં રમાયેલી ભારતની છેલ્લી ટેસ્ટમાં 2 દિવસ સુધી એક પણ બોલ રમી શકાયો ન હતો. જોકે બેંગલુરુમાં ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી છે, પરંતુ વરસાદ પણ બંધ થવો જોઈએ. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ સપ્તાહના બાકીના દિવસોમાં પણ બેંગલુરુમાં વરસાદની આગાહી કરી છે. ટેસ્ટના પ્રથમ અને બીજા દિવસે વરસાદની 70 ટકાથી 90 ટકા શક્યતા છે. બેંગલુરું સહિત કર્ણાટકના ઘણા સ્થળો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - જામનગર રાજવી પરિવારના ઉત્તરાધિકારી બન્યા બાદ અજય જાડેજાની નેટવર્થ વધી, કોહલી પણ રહ્યો પાછળ
ચિન્નાસ્વામીમાં કવર્સ
બેંગલુરુંમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. રમતના બે દિવસ પહેલા સોમવારે વરસાદ પડ્યો હતો, પરંતુ બંને ટીમો પોતપોતાના ટ્રેનિંગ સેશન પૂરા કરવામાં સફળ રહી હતી. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સુકાની રોહિત શર્માને પણ પીચને સારી રીતે જોવાનો સમય મળ્યો હતો અને ત્યારબાદ પિચ ક્યુરેટર્સ સાથે લાંબી ચર્ચા થઈ હતી. બેંગલુરુંમાં સોમવારે રાત્રે અને મંગળવારે સવારે વરસાદ ચાલુ રહ્યો હતો. ચિન્નાસ્વામીના કવર હટાવવામાં આવ્યા નથી.
નોઈડામાં રમાયેલી અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડની ટેસ્ટ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી
શ્રીલંકા પ્રવાસ અગાઉ ન્યૂઝીલેન્ડની ટીમ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ રમવા માટે ભારતના પ્રવાસે આવી હતી. ગ્રેટર નોઈડાના ક્રિકેટ સ્ટેડિયમમાં એક પણ બોલ રમ્યો ન હતો અને મેચ ધોવાઇ ગઇ હતી. મેદાનને સુકવવાની પૂરતી વ્યવસ્થા ન હતી. જોકે આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)નો ભાગ ન હતી. જોકે બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડ્રેનેજની ઉત્કૃષ્ટ વ્યવસ્થા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us