IND vs NZ 1st Test Day 3 Score: ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ ત્રીજા દિવસની રમતના અંતે ભારત હજુ 125 રન પાછળ

India vs New Zealand 1st Test Day 3 Score Highlights in Gujarati : ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ ત્રીજા દિવસ સ્કોર અપડેટ જાણીએ ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવમાં 402 રનમાં ઓલ આઉટ થયું. રચિન રવિન્દ્ર સદી સાથે 134 રન કર્યા. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવી 231 રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી આઉટ થયા છે.

India vs New Zealand 1st Test Day 3 Score Highlights in Gujarati : ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ ત્રીજા દિવસ સ્કોર અપડેટ જાણીએ ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવમાં 402 રનમાં ઓલ આઉટ થયું. રચિન રવિન્દ્ર સદી સાથે 134 રન કર્યા. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવી 231 રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી આઉટ થયા છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ 3જો દિવસ લાઇવ સ્કોર અપડેટ | India vs New Zealand 1st Test Day 3 Score Live Updates | Rachin Ravindra 100

IND vs NZ 1st Test Day 3 Score Live: ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ ત્રીજો દિવસ ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં

India vs New Zealand 1st Test Day 3 Score Highlights : ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ ત્રીજો દિવસ પૂર્ણ થયો છે. ત્રીજા દિવસના અંતે ભારત હજુ પણ ન્યૂઝીલેન્ડ કરતાં 125 રન પાછળ છે. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવી 231 રન બનાવ્યા છે. ત્રીજા દિવસે લંચ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ 402 રન પર ઓલ આઉટ થતાં ભારતે 356 રનની લીડના બોજ હેઠળ બીજા દાવની શરુઆત કરી હતી. ભારતે યશસ્વી, રોહિત અને વિરાટની વિકેટ ગુમાવી છે. સરફરાજ રમતમાં છે.

Advertisment

ભારતને માત્ર 46 રનમાં ઓલ આઉટ કર્યા બાદ બેટીંગમાં ઉતરેલ ન્યૂઝીલેન્ડ મેચના ત્રીજા દિવસે મજબૂત સ્થિતિમાં રહ્યું. યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર એ સદી ફટકારી 134 બનાવ્યા. ન્યૂઝીલેન્ડ ટીમ 91.3 ઓવરમાં 402 રન કરી ઓલ આઉટ થઇ. આ સાથે ભારતને 356 રનની લીડ આપી. ભારતે બીજા દાવની શરુઆત કરી છે. કેપ્ટન રોહિત શર્મા 52 રન અને યશસ્વી જયસ્વાલ 35 રન બનાવી અને વિરાટ કોહલી 70 રન બનાવી આઉટ થયો.

ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટમાં ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં રહ્યું છે. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર સદી ફટકારી 134 રન બનાવ્યા અને ટીમનો કુલ સ્કોર 402 રન બન્યો. ભારત તરફથી કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને ત્રણ ત્રણ વિકેટ મળી જ્યારે મોહમ્મદ સિરાજ 2 વિકેટ તેમજ જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને એક એક વિકેટ મળી હતી.

IND vs NZ 1st Test: ભારત બીજો દાવ

  • યશસ્વી જયસ્વાલ : 52 બોલમાં 6 ફોર સાથે 35 રન બનાવ્યા. એજાઝ પટેલની બોલિંગમાં સ્ટમ્પ આઉટ થયો.
  • રોહિત શર્મા : 63 બોલ રમ્યો. 8 ફોર અને 1 સિક્સ સાથે 52 બનાવ્યા. એજાઝ પટેલે બોલ્ડ કર્યો.
  • વિરાટ કોહલી : 102 બોલમાં 8 ફોર અને 1 સિક્સ સાથે 70 રન બનાવી ગ્લેન ફિલિપ્સની બોલિંગમાં
  • સરફરાઝ ખાન : 78 બોલમાં 7 ફોર અને 3 સિક્સ સાથે 70 રન સાથે રમતમાં ચાલુ.
Advertisment

રચિન રવિન્દ્ર સદી સાથે 134 રન

ન્યૂઝીલેન્ડ યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રએ ભારત સામે સદી ફટકારી પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. જે પીચ પર ભારતીય બેટ્સમેન ઢેર થયા હતા એ પીચ પર રચિને 1344 રન ફટકાર્યા. તે 157 બોલ રમ્યો. જેમાં 13 ફોર અને 4 સિક્સ લગાવી હતી. રચિન રવિન્દ્ર માટે બેંગલુરુ ખાસ છે. અહીં તેણે વર્લ્ડ કપ 2023 માં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. ભારતીય મૂળનો રચિન પાકિસ્તાન બાદ આજે ભારત પર ભારે પડ્યો હતો.

IND vs NZ 1st Test: ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવ

  • ટોમ લેથમ : 49 બોલમાં 15 રન પર કુલદીપ યાદવના બોલ પર એલબીડબલ્યૂ આઉટ
  • ડેવોન કોનવે : 105 બોલમાં 91 રન બનાવ્યા જેમાં 11 ફોર અને 3 સિક્સ ફટકરી. રવિચંદ્રન અશ્વિને બોલ્ડ કર્યો
  • વિલ યંગ : 73 બોલમાં 5 ચોગ્ગા સાથે 33 રન કર્યા. રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં કુલદીપ યાદવના હાથમાં કેચ આઉટ થયો
  • રચિન રવિન્દ્ર : 157 બોલમાં 13 ફોર અને 4 સિક્સ સાથે 134 રન કર્યા. કુલદીપ યાદવની બોલિંગમાં કેચ આઉટ
  • ડેરિલ મિશેલ : 49 બોલમાં 2 ચોગ્ગા સાથે 18 રન બનાવ્યા. મોહમ્મદ સિરાજની બોલિંગમાં યશસ્વી જયસ્વાલના હાથમાં કેચ આઉટ
  • ટોમ બ્લંડેલ : 8 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવ્યા. જસપ્રીત બુમરાહની બોલિંગમાં કેએલ રાહુલના હાથમાં કેચ આઉટ
  • ગ્લેન ફિલિપ્સ : 18 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 14 રન કર્યા. રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કર્યો
  • મેટ હેનરી : 9 બોલમાં 2 ફોર સાથે 8 રન કર્યા. રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કર્યો
  • ટિમ સાઉથી : 73 બોલમાં 5 ફોર અને 4 સિક્સ સાથે 65 રન બનાવી મોહમ્મદ સિરાજની બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ કેચ આઉટ કર્યો.
  • એજાઝ પટેલ : 8 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી કુલદીપ યાદવની બોલિંગમાં એલબીડબલ્યૂ આઉટ
  • વિલ ઓરોર્કે : 1 બોલ રમી 0 રન સાથે અણનમ

ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની 1લી ટેસ્ટ મેચ વરસાદને લીધે પહેલા દિવસે રમત શરુ થઇ ન હતી. જોકે બીજા દિવસે મેચ શરુ થતાં ભારતે ટોસ જીતી બેટીંગ લીધી હતી. પરંતુ ભારતીય ટીમનો ધબડકો થયો હતો અને માત્ર 46 રનમાં ઓલ આઉટ થઇ હતી.

આ પણ વાંચો : IND vs NZ 1st Test Day 2 - ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ બીજો દિવસ સ્કોર

બીજા દિવસના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડ ટીમે 3 વિકેટ પર 180 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે આગળ રમત શરુ થતાં લંચ સુધીમાં ન્યૂઝીલેન્ડ ટીમ 81 ઓવરમાં 345 રન બનાવ્યા છે. લંચ બાદ ન્યૂઝીલેન્ડ ટીમ 402 રનમાં ઓલ આઉટ થઇ હતી.

ભારત ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ક્રિકેટ