India vs New Zealand (IND vs NZ) Score, 2nd Test Day 3 Match : ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી ટેસ્ટમાં 113 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે 3 ટેસ્ટની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે આપેલા 359 રનના પડકાર સામે ભારત ત્રીજા દિવસે 245 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
ન્યૂઝીલેન્ડ ભારતમાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવા સફળ રહ્યું છે. ભારતે 12 વર્ષ પછી આંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી છે. ભારતે 2012થી ઘરઆંગણે સતત 18 ટેસ્ટ શ્રેણી જીતી હતી. મેચમાં 13 વિકેટ ઝડપનાર મિચેલ સેન્ટનરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ 1 નવેમ્બરથી મુંબઈમાં રમાશે.
ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં 259 રનમાં ઓલઆઉટ થયું હતું. રચિન રવિન્દ્રએ સૌથી વધારે 65 રન બનાવ્યા હતા. ભારત પ્રથમ ઇનિંગ્સમાં 156 રનમાં ઓલઆઉટ થયું હતું. રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 38 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડ 255 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોમ લથામે સૌથી વધારે 86 રન બનાવ્યા હતા. ભારત બીજી ઇનિંગ્સમાં 245 રનમાં ઓલઆઉટ થયું હતું. યશસ્વી જયસ્વાલે સૌથી વધારે 77 રન બનાવ્યા હતા.
યશસ્વી જયસ્વાલના 77 રન
ભારતીય ટીમે લંચ પહેલા 1 વિકેટ પર 81 રન બનાવ્યા હતા. લંચ બાદ ટીમે 86 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલે 23 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 77 અને વિરાટ કોહલીએ 17 રન બનાવ્યા હતા. ઋષભ પંત ખાતુ ખોલાવ્યા વગર રન આઉટ થયો હતો. સરફરાઝ ખાન 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વોશિંગ્ટન સુંદર 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 42 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલ સેન્ટનરે સૌથી વધારે 6 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – વિરાટ કોહલી 2021થી એશિયામાં 21 વખત સ્પિનરોનો શિકાર બન્યો, સરેરાશ 30 કરતા પણ ઓછી
ન્યૂઝીલેન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં 255 રનમાં ઓલઆઉટ
ન્યૂઝીલેન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં 255 રનમાં ઓલઆઉટ થતા ભારતને 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગ્સમાં ટોમ લાથમે 86 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 17, વિલ યંગે 23, રચિન રવિન્દ્રએ 9 અને ડેરિલ મિચેલે 18 રન કર્યા હતા. ટોમ બ્લન્ડેલે 41 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સ 48 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 4, રવિન્દ્ર જાડેજાએ 3 અને રવિચંદ્રન અશ્વિને 2 વિકેટ લીધી હતી.