IND vs NZ Pune Test Score: ભારત વિ ન્યૂઝીલેન્ડ 2જી ટેસ્ટ મેચ લાઇવ સ્કોર અપડેટ, રોહિત શર્મા 0 રને આઉટ

India vs New Zealand 2nd test live score update pune stadium: ભારત ન્યૂઝીલેન્ડ 2જી ટેસ્ટ મેચ આજથી પૂણે એમસીએ સ્ટેડિયમ ખાતે શરુ થઇ છે. ન્યૂઝીલેન્ડ પ્રથમ બેટીંગ કરી રહ્યું છે. ત્રણ મેચની સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી ન્યૂઝીલેન્ડ 1-0 થી આગળ છે. આખરી અને 3જી ટેસ્ટ મેચ મુંબઇ ખાતે રમાશે.

India vs New Zealand 2nd test live score update pune stadium: ભારત ન્યૂઝીલેન્ડ 2જી ટેસ્ટ મેચ આજથી પૂણે એમસીએ સ્ટેડિયમ ખાતે શરુ થઇ છે. ન્યૂઝીલેન્ડ પ્રથમ બેટીંગ કરી રહ્યું છે. ત્રણ મેચની સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી ન્યૂઝીલેન્ડ 1-0 થી આગળ છે. આખરી અને 3જી ટેસ્ટ મેચ મુંબઇ ખાતે રમાશે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
india vs new zealand test series 2nd test pune mca stadium

IND vs NZ Test: ભારત વિ ન્યૂઝીલેન્ડ 2જી ટેસ્ટ પૂણે સ્થિત એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. (ફોટો ક્રેડિટ BCCI સોશિયલ)

India vs New Zealand 2nd Test Score: ભારત વિ ન્યૂઝીલેન્ડ 2જી ટેસ્ટ મેચમાં ફરી એકવાર ભારતે નબળી શરુઆત કરી છે. ન્યૂઝીલેન્ડ 259 રનમાં ઓલ આઉટ થયા બાદ દાવ લેવા મેદાનમાં ઉતરેલ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 0 રન પર આઉટ થયો છે. ત્રીજી ઓવરમાં જ ભારતે 1 રનના સ્કોર પર રોહિતની વિકેટ ગુમાવી છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ થતાં જયસ્વાલ 6 રન અને ગિલ 10 રન બનાવી અણનમ રહ્યા છે.

Advertisment

2જી ટેસ્ટ મેચ આજથી પૂણે સ્થિત એમસીએ સ્ટેડિયમ ખાતે શરુ થઇ છે. ન્યૂઝીલેન્ડ ટોસ જીતી પ્રથમ દાવ લેતાં 79.1 ઓવરમાં 259 રન કર્યા છે. કુલદીપ યાદવના સ્થાને મેચમાં સમાવાયેલ વોશિંગ્ટન સુંદરે કમાલ કરી છે. 7 વિકેટ લઇ તરખાટ મચાવ્યો છે. જ્યારે રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી છે. અહીં નોંધનિય છે કે, 1લી ટેસ્ટ મેચ જીતી ન્યૂઝીલેન્ડ 3 મેચની સીરીઝમાં આગળ છે.

IND vs NZ 2nd Test: ભારત પ્રથમ દાવ, 11 ઓવર 16 રન 1 વિકેટ

  • યશસ્વી જયસ્વાલ : 6 રન 25 બોલ 1 ફોર (રમતમાં)
  • રોહિત શર્મા : 0 રન 9 બોલ ( બોલ્ડ ટિમ સાઉથી )
  • શુભમન ગિલ : 10 રન 32 બોલ 1 ફોર (રમતમાં)

ભારત અને ન્યૂઝીલેન્ડ ટીમમાં ફેરફાર

ભારત વિ ન્યૂઝીલેન્ડ 2જી ટેસ્ટ માટે ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમમાં ફેરફાર કરાયા છે. ભારતની ટીમમાં કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને સ્થાને શુભમન ગિલ, આકાશ દીપ અને વોશિંગ્ટન સુંદર પરત ફર્યા છે. જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમમાં એક ફેરફાર કરાયો છે. ઇજાને લીધે મેટ હેન્રીના સ્થાને મિચેલ સેંટનરને તક મળી છે.

Advertisment

IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવ 259 રન

  • ટોમ લેથમ : 15 રન 22 બોલ 2 ફોર (રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં એલબીડબલ્યૂ આઉટ)
  • ડેવોન કોનવે : 76 રન 141 બોલ 11 ફોર (રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં રિષભ પંતે કેચ કર્યો)
  • વિલ યંગ : 18 રન 45 બોલ 2 ફોર (રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં રિષભ પંતના હાથમાં કેચ પકડાયો)
  • રચિન રવિન્દ્ર : 65ન 105 5ફોર 1 સિક્સ (વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં બોલ્ડ)
  • ડેરિલ મિશેલ : 18 રન 54 બોલ વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં એલબીડબલ્યૂ
  • ટોમ બ્લંડેલ : 3 રન 12 બોલ વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં બોલ્ડ આઉટ
  • ગ્લેન ફિલિપ્સ : 9 રન 31 બોલ (વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં અશ્વિને કેચ આઉટ કર્યો)
  • મિચેન સેંટનર : 33 રન 50 બોલ 3 ફોર 2 સિક્સ ( બોલ્ડ વોશિંગ્ટન સુંદર)
  • ટિમ સાઉથી : 5 રન 8 બોલ 1 ફોર (વોશિંગ્ટન સુંદરે બોલ્ડ કર્યો)
  • એજાઝ પટેલ : 4 રન 9 બોલ 1 ફોર (વોશિંગ્ટન સુંદરે બોલ્ડ કર્યો)

ભારત બોલિંગ પ્રદર્શન

  • જસપ્રીત બુમરાહ : 8 ઓવર 2 મેડન 32 રન 0 વિકેટ
  • આકાશ દીપ : 6 ઓવર 0 મેડન 41 રન 0 વિકેટ
  • રવિચંદ્રન અશ્વિન : 24 ઓવર 2 મેડન 64 રન 3 વિકેટ
  • વોશિંગ્ટન સુંદર : 23.1 ઓવર 4 મેડન 59 રન 7 વિકેટ
  • રવિન્દ્ર જાડેજા : 18 ઓવર 0 મેડન 53 રન 0 વિકેટ

રવિચંદ્રન અશ્વિન 3 વિકેટ

ભારત વિ ન્યૂઝીલેન્ડ 2જી ટસ્ટ મેચમાં ભારતીય બોલર અશ્વિન ઝળક્યો છે. ટોમ લેથમ 15 રન બનાવી અશ્વિનની બોલિંગમાં એલબીડબલ્યૂ થયો જ્યારે વિલ યંગ 18 રન બનાવી અશ્વિનની બોલિંગમાં રિષભ પંતના હાથમાં કેચ પકડાયો. ડેવોન કોનવે પણ અશ્વિનની બોલિંગમાં આઉટ થયો રિષભ પંતે કેચ કર્યો.

ટી-20 ક્રિકેટમાં ઝિમ્બાબ્વેએ બનાવ્યો મોટો સ્કોર

IND vs NZ 2જી ટેસ્ટ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ ટીમ

ભારત ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ

ન્યૂઝીલેન્ડ ટીમ : ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોન્વે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ બ્લંડેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, મિશેલ સેંટનર, એજાઝ પટેલ, વિલિયમ ઓરોર્ક

ભારત ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ રોહિત શર્મા