IND vs NZ 3rd ODI : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે વરસાદમાં ધોવાઇ ગઇ છે. વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડે 1-0થી શ્રેણી જીતી લીધી છે. વરસાદના કારણે બીજી વન-ડેમાં પણ કોઇ પરિણામ આવ્યું ન હતું. પ્રથમ વન-ડે ન્યૂઝીલેન્ડે જીતી હતી. ઓવલમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયા 47.3 ઓવરમાં 219 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 18 ઓવરમાં 1 વિકેટે 104 રન બનાવી લીધા હતા. આ સમયે વરસાદ પડતા મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું.
ન્યૂઝીલેન્ડને ટીમ ડકવર્થ લુઇસ નિયમથી 50 રન આગળ હતી પણ 20 ઓવરની રમત પુરી થઇ ન હતી જેના કારણે મેચ રદ જાહેર કરાઇ હતી. ક્રાઇસ્ટચર્ચમાં વરસાદના કારણે ટોસ લેટ થયો હતો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ફિન એલનની અડધી સદી
ન્યૂઝીલેન્ડના ફિન એલને 54 બોલમાં 8 ફોર અને 1 સિક્સરની મદદથી 57 રન બનાવ્યા હતા. કોનવે 38 રને અણનમ રહ્યો હતો.ભારત તરફથી એકમાત્ર વિકેટ ઉમરાન મલિકે ઝડપી હતી.
આ પણ વાંચો – ઋતુરાજ ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં 1 ઓવરમાં 7 સિક્સર ફટકારી, જુઓ વીડિયો
વોશિંગ્ટન સુંદરના 64 બોલમાં 51 રન
શુભમન ગિલ 13 અને શિખર ધવન 28 રને આઉટ થતા ટીમ ઇન્ડિયાનીવોશિંગ્ટન સુંદરે 64 બોલમાં 5 ફોર 1 સિક્સરની મદદથી 51 રન શરૂઆત ખરાબ રહી હતી. રિષભ પંત (10)અને સૂર્યકુમાર યાદવ (6) પણ સસ્તામાં આઉટ થયા હતા. શ્રેયસ ઐયરે 81 બોલમાં 49 રન બનાવી બાજી સંભાળી હતી. બનાવ્યા હતા.