IND vs NZ 3rd T20I : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ ટાઇ પડી, ડકવર્થ લુઇસથી નિર્ણય થયો, ભારતે 1-0થી શ્રેણી જીતી

ભારત વિ ન્યૂઝીલેન્ડ ટી-20 મેચ : ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ભારત અને ન્યૂઝીલેન્ડનો સ્કોર સરખો રહ્યો. જેના કારણે મેચ ટાઇ જાહેર કરવામાં આવી

Written by Ashish Goyal
Updated : November 22, 2022 16:17 IST
IND vs NZ 3rd T20I : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ ટાઇ પડી, ડકવર્થ લુઇસથી નિર્ણય થયો, ભારતે 1-0થી શ્રેણી જીતી

India vs New Zealand 3rd T20 Match: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ ટાઇમાં પરિણમી છે. વરસાદના કારણે મેચ અટકાવી હતી જે પછી મેચનું પરિણામ ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ટાઇ જાહેર થઇ હતી. ન્યૂઝીલેન્ડ 19.4 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે 9 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 75 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ બંધ રહી હતી. ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ભારત અને ન્યૂઝીલેન્ડનો સ્કોર સરખો રહ્યો. જેના કારણે મેચ ટાઇ જાહેર કરવામાં આવી છે. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે.

ટીમ ઇન્ડિયાની ખરાબ શરૂઆત

ઓપનર ઇશાન કિશાન 10 અને ઋષભ પંત 11 રને આઉટ થતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. શ્રેયસ ઐયર પ્રથમ બોલે જ આઉટ થતા ભારતે 21 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. શાનદાર ફોર્મમાં રહેલો સૂર્યકુમાર યાદવ 13 રને આઉટ થતા ભારત સંકટમાં મુકાયું હતું.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમમાં એક ફેરફાર થયો હતો. વોશિંગ્ટન સુંદરના સ્થાને હર્ષલ પટેલને તક મળી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડમાં કેન વિલિયમ્સનના સ્થાને માર્ક ચેપમેનને તક મળી હતી. ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. અર્શદીપ સિંહે ફિન એલેનને બીજી જ ઓવરમાં પેવેલિયન મોકલી દીધો હતો. છઠ્ઠી ઓવરમાં માર્ક ચેપલેન 12 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં આઉટ થયો હતો.

આ પણ વાંચો – સૂર્યકુમાર યાદવે રચ્યો ઇતિહાસ, ટી-20માં એક વર્ષમાં 2 સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો

કોનવે અને ગ્લેન ફિલિપ્સે બાજી સંભાળી

આ પછી ડેવોન કોનવે અને ગ્લેન ફિલિપ્સે બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે 86 રનની ભાગીદારી નોંધાઇ હતી. ગ્લેન ફિલિપ્સ 54 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. કોનવે 49 બોલમાં 5 ફોર 2 સિક્સરની મદદથી 59 રન બનાવી આઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડે 19 બોલમાં 14 રનની અંદર 7 વિકેટ ગુમાવી

આ પછી ટીમે 4 રનની અંદર 6 વિકેટ ગુમાવી દીધી હતી. 16.3 ઓવરમાં સ્કોર 126 રનમાં 3 વિકેટ હતો આ પછી 9 વિકેટે 149 સ્કોર થઇ ગયો હતો. ન્યૂઝીલેન્ડે 19 બોલમાં 14 રનની અંદર 7 વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહે 4-4 વિકેટ ઝડપી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ટીમ ઇન્ડિયા – ઇશાન કિશન, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.

ન્યૂઝીલેન્ડ – ફિન એલેન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશમ, મિશેલ સેંટનર, એડમ મિલ્ને, ઇશ સોઢી, ટીમ સાઉથી, લોકી ફર્ગ્યુશન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ