Ind vs NZ 4th T20I : ચોથી ટી 20 મેચમાં ન્યૂઝીલેન્ડનો 50 રને વિજય, ભારત શ્રેણીમાં 3-1 થી આગળ

India vs New Zealand Score, 4th T20 : ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 215 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 18.4 ઓવરમાં 165 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પાંચ મેચની શ્રેણીમાં ભારત 3-1 થી આગળ છે

India vs New Zealand Score, 4th T20 : ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 215 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 18.4 ઓવરમાં 165 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પાંચ મેચની શ્રેણીમાં ભારત 3-1 થી આગળ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IND vs NZ 4th T20 Live Score

IND vs NZ Live Score Updates, 4th T20: ભારત વિ ન્યૂઝીલેન્ડ ચોથી ટી 20 મેચ લાઇવ અપડેટ્સ

India vs New Zealand Score, 4th T20 : ટિમ શીફર્ટની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામેની ચોથી ટી 20 મેચમાં 50 રને વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 215 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 18.4 ઓવરમાં 165 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પાંચ મેચની શ્રેણીમાં ભારત 3-1થી આગળ છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ 31મી જાન્યુઆરીએ રમાશે. 

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, રવિ બિશ્નોઇ.

ન્યૂઝીલેન્ડ : ટિમ શીફર્ટ, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઝેક ફોલ્કસ,  મેટ હેનરી, ઈશ સોઢી, જેકોબ ડફી.

  • Jan 28, 2026 23:00 IST

    Ind vs NZ 4th T20I Live : ચોથી ટી 20માં ન્યૂઝીલેન્ડનો 50 રને વિજય

    ટિમ શીફર્ટની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામેની ચોથી ટી 20 મેચમાં 50 રને વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 215 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 18.4 ઓવરમાં 165 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પાંચ મેચની શ્રેણીમાં ભારત 3-1થી આગળ છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ 31મી જાન્યુઆરીએ રમાશે.



  • Jan 28, 2026 22:15 IST

    Ind vs NZ 4th T20I Live : શિવમ દુબે 65 રને આઉટ

    શિવમ દુબે 23 બોલમાં 3 ફોર અને 7 સિક્સરની મદદથી 65 રને રન આઉટ થયો. ભારતે 145 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Advertisment
  • Jan 28, 2026 22:03 IST

    Ind vs NZ 4th T20I Live : શિવમ દુબેની અડધી સદી

    શિવમ દુબેએ 15 બોલમાં 2 ફોર અને 6 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા,



  • Jan 28, 2026 21:50 IST

    Ind vs NZ 4th T20I Live : રિંકુ સિંહ 39 રને આઉટ

    હાર્દિક પંડ્યા 5 બોલમાં 2 રન સેન્ટનરની ઓવરમાં કેચ આઉટ થયો. રિંકુ સિંહ 30 બોલમાં 3 ફોર અને 2 સિક્સરની મદદથી 39 રને એલબી આઉટ થયો. ભારતે 82 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Jan 28, 2026 21:33 IST

    Ind vs NZ 4th T20I Live : સેમસન બોલ્ડ

    સંજુ સેમસન 15 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 24 રન બનાવી મિચેલ સેન્ટનરની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 55 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Jan 28, 2026 21:07 IST

    Ind vs NZ 4th T20I Live : ભારતે 9 રને બીજી વિકેટ ગુમાવી

    અભિષેક શર્મા પ્રથમ બોલે ગોલ્ડન ડક પર હેનરીની ઓવરમાં કેચ આઉટ થયો. સૂર્યકુમાર યાદવ 8 બોલમાં 2 ફોર સાથે 8 રને જેકોબ ડફીનો શિકાર બન્યો. ભારતે 9 રને બીજી વિકેટ ગુમાવી.



  • Jan 28, 2026 20:47 IST

    Ind vs NZ 4th T20I Live : ભારતને 216 રનનો પડકાર

    ભારત સામેની ચોથી ટી 20 મેચમાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 215 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે 216 રનનો પડકાર મળ્યો છે. ભારત તરફથી કુલદીપ ચાદવ અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ ઝડપી.



  • Jan 28, 2026 20:46 IST

    Ind vs NZ 4th T20I Live : ડેરિલ મિચેલના અણનમ 39 રન

    ગ્લેન ફિલિપ્સ 24, માર્ચ ચેપમેન 9, મિચેલ સેન્ટનર 11 રને આઉટ. ડેરિલ મિચેલ 18 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 39 રને અણનમ રહ્યો. 



  • Jan 28, 2026 20:05 IST

    Ind vs NZ 4th T20I Live : ટિમ શીફર્ટ 62 રને આઉટ

    ટિમ શીફર્ટે 36 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 62 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો, ન્યૂઝીલેન્ડે 126 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Jan 28, 2026 19:48 IST

    Ind vs NZ 4th T20I Live : ટિમ શીફર્ટની અડધી સદી

    ટિમ શીફર્ટે 25 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી



  • Jan 28, 2026 19:47 IST

    Ind vs NZ 4th T20I Live : ડેવોન કોનવે 44 રને આઉટ

    ડેવોન કોનવે 23 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 44 રને કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો. રચિન રવિન્દ્ર 4 બોલમાં 2 રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો. ન્યૂઝીલેન્ડે 103 રને બીજી વિકેટ ગુમાવી.



  • Jan 28, 2026 18:39 IST

    Ind vs NZ 4th T20I Live : ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન

    ટિમ શીફર્ટ, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઝેક ફોલ્કસ,  મેટ હેનરી, ઈશ સોઢી, જેકોબ ડફી.



  • Jan 28, 2026 18:38 IST

    Ind vs NZ 4th T20I Live : ભારત પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, રવિ બિશ્નોઇ.



  • Jan 28, 2026 18:35 IST

    Ind vs NZ 4th T20I Live : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    ન્યૂઝીલેન્ડ સામેની ચોથી ટી 20 મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે



  • Jan 28, 2026 16:22 IST

    Ind vs NZ 4th T20I Live : ભારત વિ ન્યૂઝીલેન્ડ ચોથી ટી 20 મેચ

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે  5 મેચોની ટી 20 શ્રેણીની ચોથી મેચ બુધવારે વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.00 વાગ્યે શરુ થશે. ટોસ 6.30 કલાકે થશે. ભારત શ્રેણીમાં 3-0થી આગળ છે.  



ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ