/indian-express-gujarati/media/media_files/2026/01/31/ind-vs-nz-5th-t20i-live-2026-01-31-16-38-18.jpg)
IND vs NZ Live Score Updates, 5th T20 : ભારત વિ ન્યૂઝીલેન્ડ પાંચમી ટી 20 મેચ લાઇવ અપડેટ્સ
India vs New Zealand Score, 5th T20 : ઇશાન કિશનની સદી (103) અને સૂર્યકુમાર યાદવની અડધી સદી (63) બાદ અર્શદીપ સિંહની ચુસ્ત બોલિંગ (5 વિકેટ) ની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી 20માં 46 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 271 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 19.4 ઓવરમાં 225 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી 20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. ભારત તરફથી અર્શદીપ સિંહે 5 વિકેટ અને અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી હતી.
પાંચમી ટી 20 મેચમાં સદી ફટકારનાર ઇશાન કિશનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે પાંચ મેચની શ્રેણીમાં 3 અડધી સદી સાથે 242 રન બનાવનાર સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ન્યૂઝીલેન્ડ : ટિમ શીફર્ટ, ફિન અલેન, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવોન જેકોબ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલે જેમિસન, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકોબ ડફી.
- Jan 31, 2026 23:07 IST
Ind vs NZ 5th T20I Live : સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ સિરીઝ
પાંચમી ટી 20 મેચમાં સદી ફટકારનાર ઇશાન કિશનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે પાંચ મેચની શ્રેણીમાં 3 અડધી સદી સાથે 242 રન બનાવનાર સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
- Jan 31, 2026 22:31 IST
Ind vs NZ 5th T20I Live : ભારતનો 46 રને વિજય, શ્રેણી 4-1થી જીતી
ઇશાન કિશનની સદી (103) અને સૂર્યકુમાર યાદવની અડધી સદી (63) બાદ અર્શદીપ સિંહની ચુસ્ત બોલિંગ (5 વિકેટ) ની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી 20માં 46 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 271 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 19.4 ઓવરમાં 225 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી 20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. ભારત તરફથી અર્શદીપ સિંહે 5 વિકેટ અને અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી હતી.
- Jan 31, 2026 22:16 IST
Ind vs NZ 5th T20I Live : ડેરિલ મિચેલ આઉટ
બેવોન જેકોબ્સ 7, કાયલે જેમિસન 9 અને ડેરિલ મિચેલ 12 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 26 રને આઉટ થયો. ન્યૂઝીલેન્ડે 180 રને આઠમી વિકેટ ગુમાવી.
- Jan 31, 2026 21:53 IST
Ind vs NZ 5th T20I Live : ફિન અલેન 80 રને આઉટ
ફિન અલેન 38 બોલમાં 8 ફોર અને 6 સિક્સર સાથે 80 રને અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. રચિન રવિન્દ્ર 17 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 30 રને અને મિચેલ સેન્ટનર ખાતું ખોલાયા વિના અર્શદીપનો શિકાર બન્યો. ન્યૂઝીલેન્ડે 137 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Jan 31, 2026 21:25 IST
Ind vs NZ 5th T20I Live : ફિન અલેનની અડધી સદી
ટિમ શિફર્ટ 3 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. આ પછી ફિન અલેને બાજી સંભાળી આક્રમક બેટિંગ કરતા 22 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Jan 31, 2026 20:51 IST
Ind vs NZ 5th T20I Live : ન્યૂઝીલેન્ડને 272 રનનો પડકાર
ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી 20 મેચમાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 271 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડને 272 રનનો પડકાર મળ્યો છે. ઇશાન કિશનના 43 બોલમાં 6 ફોર અને 10 સિક્સર સાથે 103 રન. હાર્દિક પંડ્યાના 17 બોલમાં 1 ફોર અને 4 સિક્સર સાથે 42 રન.
- Jan 31, 2026 20:24 IST
Ind vs NZ 5th T20I Live : ઇશાન કિશનની 42 બોલમાં સદી
ઇશાન કિશને 42 બોલમાં 6 ફોર અને 10 સિક્સર સાથે સદી ફટકારી. ભારતે 15.4 ઓવરમાં 200 રન પુરા કર્યા. આ પહેલા સૂર્યકુમાર યાદવ 30 બોલમાં 4 ફોર અને 6 સિક્સર સાથે 63 રને આઉટ થયો હતો.
- Jan 31, 2026 20:02 IST
Ind vs NZ 5th T20I Live : ઇશાન કિશનની અડધી સદી
ઇશાન કિશને 28 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 12.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.
- Jan 31, 2026 19:47 IST
Ind vs NZ 5th T20I Live : ભારતના 100 રન
ભારતના 10 ઓવરમાં 2 વિકેટે 102 રન. ઇશાન કિશન 39 અને સૂર્યકુમાર યાદવ 27 રને રમતમાં છે. ભારતે 9.5 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.
- Jan 31, 2026 19:35 IST
Ind vs NZ 5th T20I Live : અભિષેક શર્મા આઉટ
અભિષેક શર્મા 16 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 30 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 48 રને બીજી વિકેટ ગુમાવી.
- Jan 31, 2026 19:17 IST
Ind vs NZ 5th T20I Live : સેમસન 6 રને આઉટ
સંજુ સેમસન ફરી એક વખત ફ્લોપ રહ્યો છે. તે 6 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 31 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Jan 31, 2026 18:41 IST
Ind vs NZ 5th T20I Live : ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન
ટિમ શીફર્ટ, ફિન અલેન, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવોન જેકોબ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલે જેમિસન, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકોબ ડફી.
- Jan 31, 2026 18:39 IST
Ind vs NZ 5th T20I Live : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
- Jan 31, 2026 18:35 IST
Ind vs NZ 5th T20I Live : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી 20 મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ તિરુવનંતપુરમમાં રમાઇ રહી છે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 3-1થી આગળ છે.
- Jan 31, 2026 17:49 IST
Ind vs NZ 5th T20I Live : ભારત વિ ન્યૂઝીલેન્ડ પાંચમી ટી 20 મેચ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની ટી 20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશે. મેચ સાંજે 7.00 વાગ્યે શરુ થશે. ટોસ 6.30 કલાકે થશે. ભારત શ્રેણીમાં 3-1થી આગળ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us