India vs New Zealand (IND vs NZ) Score, 3rd Test Day 1 Match Today : ભારત અને ન્યૂઝીલેન્ડની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળ્યું છે. ન્યૂઝીલેન્ડના 235 રનના જવાબમાં ભારતે પ્રથમ દિવસના અંતે 4 વિકેટે 86 રન બનાવી લીધા છે. ભારત હજુ 149 રન પાછળ છે અને તેની 6 વિકેટો બાકી છે. દિવસના અંતે શુભમન ગિલ 31 અને ઋષભ પંત 1 રને રમતમાં છે. પ્રથમ દિવસે કૂલ 14 વિકેટનું પતન થયું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલે સૌથી વધારે 82 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી ગિલે સૌથી વધારે 31 રન બનાવ્યા છે.
રોહિત શર્મા 18, યશસ્વી જયસ્વાલ 30, મોહમ્મદ સિરાજ 00 અને વિરાટ કોહલી 4 રને આઉટ થયા હતા. કોહલી દિવસની અંતિમ ઓવરમાં રન આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે 2 વિકેટ અને મેટ હેનરીએ 1 વિકેટ ઝડપી હતી.
ડેરિલ મિચેલના 82 રન
ન્યૂઝીલેન્ડ તરફથી વિલ યંગે 71, ટોમ લાથમે 28, ડેવોન કોનવેએ 4 અને રચિન રવિન્દ્રએ 5 રન બનાવ્યા હતા. ટોમ બ્લન્ડેલે 0 અને ગ્લેન ફિલિપ્સે 17 રન કર્યા હતા. ઇશ સોઢી 7 અને મેટ હેનરી ખાતું ખોલાયા વિના જાડેજાનો શિકાર બન્યા હતા. ડેરિલ મિચેલે શાનદાર બેટિંગ કરતા 3 ફોર 3 સિક્સર સાથે 82 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાને 5 વિકેટ, વોશિંગ્ટન સુંદરને 4 અને આકાશદીપને 1 વિકેટ મળી હતી.
ભારતની ટીમમાં એક ફેરફાર કરાયો
ન્યૂઝીલેન્ડની ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. મિશેલ સેન્ટનરને સાઇડ સ્ટ્રેનને કારણે ઇશ સોઢીને તક મળી હતી. ટિમ સાઉથીના સ્થાને મેચ હેનરીને તક મળી હતી. ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહના સ્થાને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો – ઇંગ્લેન્ડમાં ક્રિકેટરના ઘર પણ સુરક્ષિત નથી, બેન સ્ટોક્સના ઘરમાં ચોરી
ન્યૂઝીલેન્ડની ટીમે ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી છે. જો ભારત વાનખેડે ટેસ્ટ હારશે તો 2000 બાદ પહેલી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લિન સ્વિપ થશે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે પણ આ ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડ : ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ બ્લન્ડેલ, ગ્લેન ફિલિપ્સ, ઈશ સોઢી, મેટ હેનરી, એજાઝ પટેલ, વિલિયમ ઓરોર્કે.