ક્રિકેટ વર્લ્ડ કપ સેમિ ફાઇનલ રેકોર્ડ્સ : વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ 15 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે વર્લ્ડ કપમાં 8મી વખત સેમિ ફાઇનલમાં પહોંચી છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ નવમી વખત વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચી છે.
સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ ઘણો ખરાબ છે. સેમિ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ બહુ ઉત્સાહજનક નથી. જોકે ભારતનો સફળતા દર (43%) ન્યૂઝીલેન્ડ (25%) કરતા ઘણો સારો છે. ચાલો જાણીએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપમાં ક્યારે સેમિ ફાઈનલમાં પહોંચ્યા અને શું પરિણામ આવ્યું.
વન-ડે વર્લ્ડ કપ સેમિ ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન
વર્ષ હરિફ સ્થળ પરિણામ 1983 ઈંગ્લેન્ડ માન્ચેસ્ટર ભારતનો 6 વિકેટે વિજય 1987 ઈંગ્લેન્ડ મુંબઈ ભારતનો 35 રનથી પરાજય 1996 શ્રીલંકા કોલકાતા ભારતનો પરાજય 2003 કેન્યા ડરબન ભારતનો 91 રને વિજય 2011 પાકિસ્તાન મોહાલી ભારતનો 29 રને વિજય 2015 ઓસ્ટ્રેલિયા સિડની ભારતનો 95 રને પરાજય 2019 ન્યૂઝીલેન્ડ માન્ચેસ્ટર ભારતનો 18 રને પરાજય
વન-ડે વર્લ્ડ કપ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન
વર્ષ હરિફ સ્થળ પરિણામ 1975 વેસ્ટ ઈન્ડીઝ ઓવલ ન્યૂઝીલેન્ડનો 5 વિકેટ પરાજય 1979 ઈંગ્લેન્ડ માન્ચેસ્ટર ન્યૂઝીલેન્ડનો 9 રને પરાજય 1992 પાકિસ્તાન ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડનો 4 વિકેટથી પરાજય 1999 પાકિસ્તાન માન્ચેસ્ટર ન્યૂઝીલેન્ડનો 9 વિકેટે પરાજય 2007 શ્રીલંકા કિંગ્સ્ટન ન્યૂઝીલેન્ડનો 81 રને પરાજય 2011 શ્રીલંકા કોલંબો ન્યૂઝીલેન્ડનો 5 વિકેટથી પરાજય 2015 દક્ષિણ આફ્રિકા ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડનો 4 વિકેટે વિજય 2019 ભારત માન્ચેસ્ટર ન્યૂઝીલેન્ડનો 81 રને વિજય
વન-ડે નોકઆઉટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત 35 વર્ષથી જીત્યું નથી
ભારત અને ન્યૂઝીલેન્ડ ODI ફોર્મેટમાં અત્યાર સુધી નોકઆઉટમાં પાંચ વખત સામસામે આવી ચુક્યા છે. તેમાંથી ભારત માત્ર બે વખત જીત્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વખત જીતી છે. વન-ડેમાં નોકઆઉટ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે છેલ્લી જીત 1 એપ્રિલ, 1988ના રોજ મેળવી હતી. તે સમયે ટીમ ઈન્ડિયાએ શારજાહના મેદાન પર ન્યૂઝીલેન્ડને 52 રને હરાવ્યું હતું.
આ પણ વાંચો – નોકઆઉટમાં રહેશે રિઝર્વ ડે, વર્લ્ડ ચેમ્પિયનને કેટલી ઇનામી રકમ મળશે, જાણો તમામ વિગતો
તે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ રવિ શાસ્ત્રીના હાથમાં હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 250 રન બનાવ્યા હતા. જોન રાઈટની આગેવાની હેઠળની તત્કાલિન કિવી ટીમ 45.3 ઓવરમાં 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી નરેન્દ્ર હિરવાનીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે કપિલ દેવે 7.3 ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા અને ડેની મોરિસનને પણ બોલ્ડ કર્યો હતો.
વન-ડેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી નોકઆઉટ મેચનો રેકોર્ડ
તારીખ પરિણામ સ્થળ 05 માર્ચ 1985 ભારતે 7 વિકેટે જીત મેળવી સિડની 01 એપ્રિલ 1988 ભારતે 52 રને જીત મેળવી શારજાહ 15 ઓક્ટોબર 2000 ન્યૂઝીલેન્ડનો 4 વિકેટે વિજય નૈરોબી 06 સપ્ટેમ્બર 2005 ન્યૂઝીલેન્ડનો 6 વિકેટે વિજય હરારે 09 જુલાઈ 2019 ન્યૂઝીલેન્ડનો 18 રને વિજય માન્ચેસ્ટર





