IND vs PAK Asia Cup Live: એશિયા કપ 2023માં ભારત સામે પાકિસ્તાનની 228 રને હાર; કુલદીપ યાદવે વનડે કરિયરમાં બીજી વખત 5 વિકેટ ઝડપી

India vs Pakistan Asia Cup Live: એશિયા કપ 2023 ભારત પાકિસ્તાન સુપર 4 મેચ લાઈવ. જે ગઈકાલે વરસાદના કારણે બંધ રહી હતી, આ અધુરી મેચ 24.1 ઓવરથી જ શરૂ થશે. રોહિત શર્મા અને શુભમન ગીલ આઉટ થઈ ગયા છે, જ્યારે વિરાટ કોહલી અને કેએલ રાહુલ રમી રહ્યા છે.

India vs Pakistan Asia Cup Live: એશિયા કપ 2023 ભારત પાકિસ્તાન સુપર 4 મેચ લાઈવ. જે ગઈકાલે વરસાદના કારણે બંધ રહી હતી, આ અધુરી મેચ 24.1 ઓવરથી જ શરૂ થશે. રોહિત શર્મા અને શુભમન ગીલ આઉટ થઈ ગયા છે, જ્યારે વિરાટ કોહલી અને કેએલ રાહુલ રમી રહ્યા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Asia Cup : કેએલ રાહુલે ભારત-પાકિસ્તાન મેચમાં કર્યો કમાલ; સચિન, દ્રવિડ, ગંભીર અને કોહલીની ક્લબમાં સામેલ થયો, 14 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના નંબર 3 અને 4 ખેલાડીએ ફરી બનાવ્યો રેકોર્ડ

ભારત પાકિસ્તાન લાઈવ મેચ - એશિયા કપ 2023

India vs Pakistan Asia Cup Live: એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડની ત્રીજી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે વરસાદને કારણે થઈ શકી ન હતી અને તેને રિઝર્વ ડે (સોમવાર)માં શિફ્ટ કરવામાં આવી હતી, રાત્રે 11 વાગ્યા પછી વરસાદ બંધ થઈ ગયો છે અને આકાશ ચોખ્ખું થઈ ગયું. આજે રિઝર્વ ડે પર મેચ શરૂ થઈ ગઈ છે. રવિવારે ટીમ ઈન્ડિયાની બેટિંગ 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન પર ખતમ થઈ ગઈ હતી. આજે મેચ ભારતીય ટીમે અહીંથી જ રમવાનું શરૂ કર્યું અને ભારતે 50 ઓવરમાં 02 વિકેટના નુકશાને 356 રન બનાવ્યા. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી અણનમ રહ્યા. પાકિસ્તાન સામે જીતવા માટે 357 રનનો વિશાળ ટાર્ગેટ.

Advertisment

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. બંનેએ પોતપોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. મોહમ્મદ શમીની જગ્યાએ જસપ્રીત બુમરાહને તક મળી છે, જ્યારે શ્રેયસ ઐયરની જગ્યાએ કેએલ રાહુલને તક મળી છે.

ટીમ ઈન્ડિયા (પ્લેઈંગ ઈલેવન):

રોહિત શર્મા (સી), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (ડબ્લ્યુ), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ(પ્લેઇંગ ઇલેવન):

ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (સી), મોહમ્મદ રિઝવાન (ડબ્લ્યુ), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ

Advertisment
  • Sep 11, 2023 23:28 IST

    પાકિસ્તાન ટીમ માત્ર 128 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ

    ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે જીત માટે 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની બેટિંગની શરૂઆતથી જ ખરાબ રહી હતી. પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 8 વિકેટ પર 128 રન જ બનાવી શકી. કુલદીપ યાદવે ફહીમ અશરફને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો અને એકલાએ 5 વિકટ ઝડપી હતી.



  • Sep 11, 2023 23:24 IST

    IND vs PAK : પાકિસ્તાનનો રન રેટ ઘટ્યો

    એશિયા કપ 2023માં પાકિસ્તાન સામેની મેચમાં આજની જીત સાથે સુપર 4માં ભારત ટોચ પર પહોંચી ગયુ છે અને પાકિસ્તાન ત્રીજા નંબરે છે. ભારતનો રન રેટ +4.560 છે, તો પાકિસ્તાનનો રન રેટ -1.8921 છે. ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન ત્રણેયના 2-2 અંક છે. પાકિસ્તાને 2 મેચ રમી લીધી છે. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે બુધવારે બીજી મેચ ખેલાશે.



  • Sep 11, 2023 23:21 IST

    ભારત સામે પાકિસ્તાનની હાર

    આજની મેચમાં એશિયા કપ 2023માં ભારત સામે પાકિસ્તાનની 228 રને હાર થઇ છે. તેમજ ટીમ ઇન્ડિયાના બોલર કુલદીપ યાદવે વનડે કરિયરમાં બીજી વખત 5 વિકેટ ઝડપી છે.



  • Sep 11, 2023 22:40 IST

    પાકિસ્તાન ટીમ 110/6

    પાકિસ્તાને 27 ઓવર અને 4 બોલમાં 6 વિકેટ ગુમાવી 110 રન બનાવ્યા છે.

    પાકિસ્તાન ટીમને જીતવા માટે 134 બોલમાં 247 બનાવવા પડશે.

    ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે 357 રનનો ટાર્ગેટ આપ્યો છે.



  • Sep 11, 2023 21:54 IST

    પાકિસ્તાન ટીમ - 3 વિકેટ ગુમાવી 69 રન

    પાકિસ્તાને 3 વિકેટ ગુમાવી 69 રન બનાવ્યા છે. હાલ 17 ઓવર સમાપ્ત થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના હાર્દિક પંડ્યા બોલીંગ કરી રહ્યા છે.



  • Sep 11, 2023 18:48 IST

    IND vs PAK Live : કોણે કેટલા રન બનાવ્યા

    રોહિત શર્મા - 49 બોલમાં 56 રન

    શુભમન ગીલ - 52 બોલમાં 58 રન

    વિરાટ કોહલી - 94 બોલમાં 122 રન

    કેએલ રાહુલ - 106 બોલમાં 111 રન



  • Sep 11, 2023 18:46 IST

    IND vs PAK Live: વિરાટ અને રાહુલની શાનદાર સદી સાથે ભારત સ્કોર - 356/2 (50)

    વિરાટ કોહલી 122 રન અને કેએલ રાહુલ ના 111 રનની મદદ સાથે ભારતે 50 ઓવરના અંતે 02 વિકેટના નુકશાન સાથે 356 રન ફટકાર્યા, પાકિસ્તાન સામે જીતવા માટે 357 રનનો ટાર્ગેટ.



  • Sep 11, 2023 18:30 IST

    IND vs PAK Live: કેએલ રાહુલ બાદ વિરાટ કોહલીની શાનદાર સદી

    કેએલ રાહુલની શાનદાર સદી બાદ વિરાટ કોહલીએ પણ 06 ચોગ્ગા અને 02 છગ્ગાની મદદથી માત્ર 84 બોલમાં 100 રન ફટકારી શાનદાર સદી ફટકારી છે. ભારત સ્કોર - 330/2 (48)



  • Sep 11, 2023 18:25 IST

    IND vs PAK Live: કેએલ રાહુલની શાનદાર સદી

    કેએલ રાહુલે 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 100 બોલમાં 100 રન બનાવી શાનદાર સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલી 97 રન બનાવી રમી રહ્યો છે. ભારતનો સ્કોર - 319/2 (47)



  • Sep 11, 2023 18:16 IST

    IND vs PAK Live: ભારત સ્કોર 300ને પાર

    ભારતના 45 ઓવરમાં 02 વિકેટના નુકશાને 300 રન પુરા થઈ ગયા છે. કેએલ રાહુલ 95 રન અને વિરાટ કોહલી 83 રન બનાવી રમી રહ્યા છે



  • Sep 11, 2023 17:55 IST

    IND vs PAK Live: વિરાટ કોહલી 50 રન પૂરા

    વિરાટ કોહલી અડધી સદી ફટકારી દીધી છે. કેએલ રાહુલ હાલ 74 રન ફટકારી રમી રહ્યો છે. ભારતનો સ્કોર 41 ઓવરમાં 02 વિકેટના નુકશાને 255 રન



  • Sep 11, 2023 17:31 IST

    IND vs PAK Live: ભારતનો સ્કોર 200 રનને પાર

    ભારત પાકિસ્તાન મેચમાં ભારત તરફથી વિરાટ કોહલી 42 રન અને કેએલ રાહુલ 64 રન બનાવી રમી રહ્યા છે. ભારતનો સ્કોર - 35 ઓવરમાં 02 વિકેટના નુકશાને 225 રન



  • Sep 11, 2023 16:49 IST

    આનંદો મેચ શરૂ - ભારતના 150 રન પુરા

    ભારત પાકિસ્તાન મેચ શરૂ થઈ ગઈ છે. ભારતે 26 ઓવરમાં 2 વિકેટના નુકશાને 152 રન બનાવ્યા



  • Sep 11, 2023 15:59 IST

    IND vs PAK Live: એમ્પાયર ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે રવાના

    ભારત પાકિસ્તાન મેચ ટુંક સમયમાં શરૂ થવાની આશા બંધાઈ, એમ્પાયર પીચ અને ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે રવાના થયા.



  • Sep 11, 2023 15:31 IST

    પીચ હજુ કવરથી ઢંકાયેલી, નિરીક્ષણ કર્યા બાદ મેચ શરૂ થઈ શકે છે

    હજુ પીચ કવરથી ઢંકાયેલી છે, લોકો આતૂરતા પૂર્વક મેચ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. નિરીક્ષણ કર્યા બાદ મેચ શરૂ થઈ શકે છે



  • Sep 11, 2023 15:20 IST

    IND vs PAK Live: આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 5 મિનિટ સુધી ઝરમર વરસાદ પડ્યો હતો

    કોલંબોમાં હવામાન બદલાઈ રહ્યું છે. આર પ્રેમદાસા સ્ટેડિયમની પીચ બપોરે 2.45 વાગ્યાની આસપાસ ફરીથી કવરથી ઢંકાયેલી હતી. કોલંબોમાં 5 મિનિટ સુધી ઝરમર વરસાદ પડ્યો હતો, પરંતુ હવે તે હળવો થઈ ગયો છે.



  • Sep 11, 2023 15:20 IST

    IND vs PAK Live: મોહમ્મદ રિઝવાને ગ્રાઉન્ડ રિપોર્ટ લીધો

    મોહમ્મદ રિઝવાને 11 સપ્ટેમ્બર 2023ના રોજ કોલંબોમાં સ્થાનિક ગ્રાઉન્ડ સ્ટાફ સાથે થોડો સમય વિતાવ્યો હતો.



  • Sep 11, 2023 14:44 IST

    IND vs PAK Asia Cup Live: ભારત પાકિસ્તાન રવિવારે શું શું થયું?

    https://gujarati.indianexpress.com/sports/india-vs-pakistan-super-4-live-score-asia-cup-2023-ind-vs-pak-scorecard-updates-as/193022/



  • Sep 11, 2023 14:04 IST

    પાકિસ્તાનની ક્રિકેટ ટીમ(પ્લેઇંગ ઇલેવન)

    ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (સી), મોહમ્મદ રિઝવાન (ડબ્લ્યુ), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ



  • Sep 11, 2023 14:04 IST

    India vs Pakistan Asia Cup Live: ટીમ ઈન્ડિયા (પ્લેઈંગ ઈલેવન)

    રોહિત શર્મા (સી), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (ડબ્લ્યુ), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ



  • Sep 11, 2023 14:00 IST

    India vs Pakistan Asia Cup Live: વસીમ અકરમે કોલંબોથી હવામાનની સ્થિતિનું વર્ણન કર્યું

    પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે કોલંબોથી હવામાનની નવીનતમ સ્થિતિ જણાવી છે. વસીમ અકરમે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે કોલંબોમાં આખી રાત વરસાદ પડ્યો, પરંતુ અત્યારે સ્થિતિ એકદમ સામાન્ય છે. આકાશ સંપૂર્ણપણે સાફ નથી, પરંતુ મેચના દૃષ્ટિકોણથી આ સારી સ્થિતિ છે. વસીમ અકરમે વધુમાં કહ્યું કે હું જાણું છું કે બંને દેશોના ચાહકો ખૂબ જ નિરાશ છે, પરંતુ હવામાન પર કોઈનું નિયંત્રણ નથી.

    — Wasim Akram (@wasimakramlive) September 11, 2023



  • Sep 11, 2023 13:59 IST

    India vs Pakistan Asia Cup Live: વસીમ અકરમે કોલંબોથી હવામાનની સ્થિતિનું વર્ણન કર્યું

    પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે કોલંબોથી હવામાનની નવીનતમ સ્થિતિ જણાવી છે. વસીમ અકરમે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે કોલંબોમાં આખી રાત વરસાદ પડ્યો, પરંતુ અત્યારે સ્થિતિ એકદમ સામાન્ય છે. આકાશ સંપૂર્ણપણે સાફ નથી, પરંતુ મેચના દૃષ્ટિકોણથી આ સારી સ્થિતિ છે. વસીમ અકરમે વધુમાં કહ્યું કે હું જાણું છું કે બંને દેશોના ચાહકો ખૂબ જ નિરાશ છે, પરંતુ હવામાન પર કોઈનું નિયંત્રણ નથી.

    — Wasim Akram (@wasimakramlive) September 11, 2023



  • Sep 11, 2023 13:53 IST

    IND vs PAK Asia Cup Live: બપોરે 3.15 કલાકે શરૂ થશે

    ભારત પાકિસ્તાન વચ્ચેની અધુરી મેચ આજે બપોરે 3.15 કલાકે શરૂ થશે. ગઈકાલે 24.1 ઓવરે 2 વિકેટના નુકશાન પર 147 રન થયા હતા અને વરસાદના કારણે બંધ રહી હતી



  • Sep 11, 2023 13:52 IST

    IND vs PAK Asia Cup Live: ભારત પાકિસ્તાન રિઝર્વ ડે મેચ

    એશિયા કપ 2023ની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે વરસાદના કારણે બંધ રહી હતી, જે આજે ત્યાંથી જ 24.1 ઓવરથી ફરી રમવામાં આવશે.



ભારત ક્રિકેટ ટીમ Asia Cup 2023 પાકિસ્તાન ક્રિકેટ ટીમ ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન india ક્રિકેટ