IND vs PAK: પાકિસ્તાને ભારત સામેની મેચ માટે પ્લેઈંગ ઈલેવનની કરી જાહેરાત, મોહમ્મદ નવાઝ ને ના મળી જગ્યા

India vs Pakistan Asia Cup 2023 : મોહમ્મદ નવાઝ બાંગ્લાદેશ સામેની મેચમાંથી બહાર થઈ ગયો હતો અને ફહીમ અશરફને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ફહીમ, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ કોઈ છેડછાડ કરવામાં આવી નથી. ફહીમે બાંગ્લાદેશ સામે સારી બોલિંગ કરી હતી.

India vs Pakistan Asia Cup 2023 : મોહમ્મદ નવાઝ બાંગ્લાદેશ સામેની મેચમાંથી બહાર થઈ ગયો હતો અને ફહીમ અશરફને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ફહીમ, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ કોઈ છેડછાડ કરવામાં આવી નથી. ફહીમે બાંગ્લાદેશ સામે સારી બોલિંગ કરી હતી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
India vs Pakistan Asia Cup 2023

ભારત વિ પાકિસ્તાન 2023 એશિયા કપ (ફોટો - એએનઆઈ)

IND vs PAK : પાકિસ્તાને એશિયા કપ 2023 ના સુપર 4 રાઉન્ડમાં રવિવારે ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. બાબર આઝમે છેલ્લી મેચની પ્લેઈંગ ઈલેવન સાથે ભારત સામે રમવાનો નિર્ણય કર્યો છે. પ્લેઈંગ ઈલેવનમાં મોહમ્મદ નવાઝ માટે કોઈ જગ્યા નથી. તેના સ્થાને ઓલરાઉન્ડર ફહીમ અશરફને યથાવત રાખવામાં આવ્યો છે.

Advertisment

ફહીમે સારી બોલિંગ કરી

મોહમ્મદ નવાઝ બાંગ્લાદેશ સામેની મેચમાંથી બહાર થઈ ગયો હતો અને ફહીમ અશરફને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ફહીમ, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ કોઈ છેડછાડ કરવામાં આવી નથી. ફહીમે બાંગ્લાદેશ સામે સારી બોલિંગ કરી હતી. તેણે બોલિંગ કરતા 7 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી હતી. ફહીમે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનની વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ નવાઝનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું હતું.

પાકિસ્તાને સુપર 4 ની પ્રથમ મેચ જીતી લીધી છે

તમને જણાવી દઈએ કે, સુપર 4 રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને પાકિસ્તાને તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. તે મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. ભારત તેની સુપર 4ની પ્રથમ મેચ રમશે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજમાં પણ ટક્કર થઈ હતી, પરંતુ તે મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ એક બોલ પણ બેટિંગ કરી શકી નહોતી. ભારતે 49 ઓવરની બેટિંગ કરી હતી.

આ પણ વાંચો - IND vs PAK: 2023 માં કેપ્ટન તરીકે રોહિત શર્માના નામે સૌથી વધુ રન, તેનાથી માત્ર બાબર આઝમ આટલા જ રન પાછળ

Advertisment

ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

ફખર ઝમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.

Asia Cup 2023 પાકિસ્તાન ક્રિકેટ ટીમ ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન india ક્રિકેટ સ્પોર્ટ્સ