એશિયા કપ 2025 : ભારત વિ પાકિસ્તાન વચ્ચે રવિવારે ફાઇનલ, જાણો પિચ રિપોર્ટ, હેડ ટુ હેડ અને સંભવિત પ્લેઇંગ ઇલેવન

IND vs PAK એશિયા કપ 2025 ફાઇનલ લાઇવ સ્ટ્રીમિંગ, હવામાન અને પિચ રિપોર્ટ : એશિયા કપ 2025 ના ફાઇનલ મુકાબલામાં રવિવારે 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે

IND vs PAK એશિયા કપ 2025 ફાઇનલ લાઇવ સ્ટ્રીમિંગ, હવામાન અને પિચ રિપોર્ટ : એશિયા કપ 2025 ના ફાઇનલ મુકાબલામાં રવિવારે 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs Pakistan, Asia Cup 2025 final Live streaming today Match Venue, Playing 11 prediction, Dubai Weather and Pitch Report

IND vs PAK Asia Cup 2025 Final today's Match Live Streaming (28th sept 2025), Playing 11 and Dubai Weather Forecast : એશિયા કપ 2025 ના ફાઇનલ મુકાબલામાં રવિવારે 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે (તસવીર - સોશિયલ મીડિયા)

India vs Pakistan, Asia Cup 2025 final Live Streaming Playing 11 and Dubai Pitch Report : એશિયા કપ 2025 ના ફાઇનલ મુકાબલામાં રવિવારે 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે. ટી 20 ફોર્મેટ હોય કે ODI ફોર્મેટ હોય ભારત અને પાકિસ્તાન આ ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં ક્યારેય એકબીજા સામે ટકરાયા નથી. આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 કલાકે શરુ થશે. 7.30 કલાકે ટોસ થશે.

Advertisment

ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજ અને સુપર-4 માં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતનો એશિયા કપ 2025માં હજુ એકપણ મેચમાં પરાજય થયો નથી. લીગ સ્ટેજમાં ત્રણેય મેચમાં અને સુપર 4ની ત્રણેય મેચમાં વિજય મેળવ્યો છે.

ભારત વિ પાકિસ્તાન ટી 20 હેડ ટુ હેડ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 15 ટી 20 મેચ રમાઈ છે. જેમાં ભારતનો 12 મેચમાં વિજય થયો અને ફક્ત 3 મેચમાં પરાજય થયો છે. છેલ્લી પાંચ મેચની વાત કરીએ તો તેમાં પણ ભારતે 4 મેચમાં જીત મેળવી છે. ફક્ત એક મેચમાં પાકિસ્તાનનો વિજય થયો છે. પાકિસ્તાને છેલ્લે 2022માં ભારત સામે જીત મેળવી હતી.

એશિયા કપ ટી 20માં ભારત વિ પાકિસ્તાન હેડ ટુ હેડ

એશિયા કપ માં ટી 20 ફોર્મેટની વાત કરવામાં આવે તો અહીં પણ ભારતનો દબદબો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ ટી 20માં કુલ 5 મેચ રમાઇ છે. જેમાં ભારતનો 4 મેચમાં વિજય થયો છે અને પાકિસ્તાનનો 1 મેચમાં વિજય થયો છે.

Advertisment

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ કેવી હશે?

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વિવિધ પ્રકારની પિચ છે. ભારત-શ્રીલંકા મેચ જ્યાં રમાઈ હતી તે પિચ ઘણા રન બને છે. જોકે એવી પિચ પણ છે જે સ્પિન બોલરોને અનુકૂળ હોય છે અને બોલ અટકીને આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એશિયા કપ ફાઇનલ પણ આવી જ પિચ પર રમાશે. જો આવું થાય તો બોલરોને ફાયદો થશે. ટોસ જીતનાર ટીમ ફાઇનલમાં પહેલા બોલિંગ કરી શકે છે. બીજી ઇનિંગ દરમિયાન ઝાકળ પડવાની પણ શક્યતા છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સરેરાશ જીતનો કુલ સ્કોર 171 રન છે.

આ પણ વાંચો - સૂર્યકુમાર યાદવ : કેપ્ટનશિપમાં હિટ પણ બેટિંગમાં ફ્લોપ, ટી 20 વર્લ્ડ કપ પછીના આંકડા જોઇ ચોંકી જશો

મેચ ક્યારે અને ક્યાં યોજાશે?

  • તારીખ: રવિવાર, 28 સપ્ટેમ્બર 2025
  • સમય: ભારતીય સમય પ્રમાણે રાત્રે 08:00 કલાકે
  • સ્થળ: દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
  • રિઝર્વ ડે: 29 સપ્ટેમ્બર 2025 (જો વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર મેચ પૂર્ણ ન થાય તો)

લાઇવ ક્યાં જોવા મળશે?

ટીવી પર પ્રસારણ: સોની સ્પોર્ટ્સ નેટવર્ક.
ઑનલાઇન સ્ટ્રીમિંગ: સોની લિવ એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર.

ભારત અને પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

પાકિસ્તાન : સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, શેમ અયુબ, હુસૈન તલાત, મોહમ્મદ હારિસ, સલમાન આગા (કેપ્ટન), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ, અબરાર અહમદ.

એશિયા કપ ભારત ક્રિકેટ ટીમ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ