India Vs Pakistan, Asia Cup 2025 Final Match : એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ફાઇનલ રમાશે. આ સાથે જ એક નવો ઇતિહાસ સર્જાશે. એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે. ટી 20 ફોર્મેટ હોય કે ODI ફોર્મેટ હોય ભારત અને પાકિસ્તાન આ ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં ક્યારેય એકબીજા સામે ટકરાયા નથી.
એશિયા કપની શરૂઆત 1984માં થઇ હતી
એશિયા કપની આ 17મી સિઝન રમાશે. એશિયા કપની શરૂઆત 1984માં થઇ હતી. તે સમયે આ ટૂર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી, જેમાં ભારત સુનીલ ગાવસ્કરના નેતૃત્વમાં ચેમ્પિયન બન્યું હતું. આ ટૂર્નામેન્ટ ODI અને T20 બંને ફોર્મેટમાં રમાય છે, જે વર્લ્ડ કપના ફોર્મેટ સાથે સુસંગત છે.
એશિયા કપમાં ભારત સૌથી વધારે 8 વખત ચેમ્પિયન બન્યું
એશિયા કપમાં ભારત સૌથી વધારે વખત ચેમ્પિયન બન્યું છે. ટીમ ઇન્ડિયાએ વન-ડે ફોર્મેટમાં 7 વખત અને T20 ફોર્મેટમાં એક વાર આ ટ્રોફી જીતી છે. એટલે કે કુલ 8 વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે શ્રીલંકાએ વન-ડેમાં 5 વખત અને T20 ફોર્મેટમાં એક વાર આ ટાઇટલ જીત્યું છે. એટલે કે તે 6 વખત ચેમ્પિયન બન્યું છે. પાકિસ્તાન 2 વખત ચેમ્પિયન બન્યું છે.
આ પણ વાંચો – ભારત વિ પાકિસ્તાન વચ્ચે મુકાબલો, જાણો તારીખ, સમય, રિઝર્વ ડે સહિત બધી જાણકારી
એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાન સામે બન્ને મુકાબલા જીત્યા
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન ત્રીજી વખત આમને-સામને ટકરાશે. ભારતે છેલ્લી બે મેચ (ગ્રુપ સ્ટેજ અને સુપર-4 રાઉન્ડ)માં જીત મેળવી હતી. 14મી સપ્ટેમ્બરે ગ્રુપ સ્ટેજની મેચ યોજાઈ હતી, જેમાં ભારતે સાત વિકટથી જીત મેળવી હતી. 21મી સપ્ટેમ્બરે સુપર-4 રાઉન્ડની મેચ રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું હતું.
એશિયા કપ ચેમ્પિયન લિસ્ટ 1984-2025
વર્ષ વિજેતા રનર્સ અપ હોસ્ટ 1984 ભારત શ્રીલંકા યુએઈ 1986 શ્રીલંકા પાકિસ્તાન શ્રીલંકા 1988 ભારત શ્રીલંકા બાંગ્લાદેશ 1990-91 ભારત શ્રીલંકા બાંગ્લાદેશ 1995 ભારત શ્રીલંકા યુએઈ 1997 શ્રીલંકા ભારત શ્રીલંકા 2000 પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ 2004 શ્રીલંકા ભારત શ્રીલંકા 2008 શ્રીલંકા ભારત પાકિસ્તાન 2010 ભારત શ્રીલંકા શ્રીલંકા 2012 પાકિસ્તાન બાંગ્લાદેશ બાંગ્લાદેશ 2014 શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ 2016 ભારત બાંગ્લાદેશ બાંગ્લાદેશ 2018 ભારત બાંગ્લાદેશ યુએઈ 2022 શ્રીલંકા પાકિસ્તાન યુએઈ 2023 ભારત શ્રીલંકા પાકિસ્તાન/શ્રીલંકા 2025 – – યુએઈ





