IND vs PAK 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાશે મહામુકાબલો, જાણો T20 વર્લ્ડ કપ સહિતની મેચોનું સંપૂર્ણ શિડ્યુલ

વર્ષ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગ જામશે. મેન્સ અને વુમેન્સ T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને-સામને થશે. જાણો મેચની તારીખ, સમય અને વેન્યૂ વિશે. IND vs PAK Cricket Matches 2026 Schedule

વર્ષ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગ જામશે. મેન્સ અને વુમેન્સ T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને-સામને થશે. જાણો મેચની તારીખ, સમય અને વેન્યૂ વિશે. IND vs PAK Cricket Matches 2026 Schedule

author-image
Haresh Suthar
New Update
India vs Pakistan match 2026 schedule, ભારત વિ પાકિસ્તાન મેચ શેડ્યુલ 2026

IND vs PAK 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાશે મહામુકાબલો, જાણો T20 વર્લ્ડ કપ સહિતની મેચોનું સંપૂર્ણ શિડ્યુલ Photograph: (Social)

સ્પોર્ટ્સ ડેસ્ક: IND vs PAK મેચ માટે તૈયાર થઇ જાવ. વર્ષ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાશે હાઈ-વોલ્ટેજ મેચો, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ માત્ર એક રમત નથી પણ કરોડો ચાહકો માટે એક લાગણી છે. બંને દેશો વચ્ચેના તણાવને કારણે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાતી નથી, તેથી ચાહકો માત્ર ICC અને મલ્ટી-નેશન ટુર્નામેન્ટની રાહ જોતા હોય છે.

Advertisment

વર્ષ 2026 ક્રિકેટ પ્રેમીઓ માટે ધમાકેદાર રહેવાનું છે, કારણ કે આ વર્ષે ભારત અને પાકિસ્તાનની ટીમો ઓછામાં ઓછી 3 વાર અને નસીબ જોગ 5 વાર એકબીજા સામે ટકરાઈ શકે છે. અહીં જુઓ આખું શિડ્યુલ. 

મેન્સ T20 વર્લ્ડ કપ 2026: 15 ફેબ્રુઆરીએ જામશે જંગ

વર્ષ 2026 માં ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે મેન્સ T20 વર્લ્ડ કપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ 07 February થી 08 March દરમિયાન રમાશે. આ વર્લ્ડ કપની સૌથી મોટી મેચ એટલે કે ભારત vs પાકિસ્તાન મુકાબલો 15 February 2026 ના રોજ શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે.

આ મેચ ગ્રુપ સ્ટેજની હશે, પરંતુ જો બંને ટીમો સેમીફાઈનલ કે ફાઈનલ સુધી પહોંચે તો ફરી એકવાર ટક્કર જોવા મળી શકે છે.

Advertisment

વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026: મહિલા ટીમો વચ્ચે ટક્કર

પુરુષોની સાથે મહિલા ટીમો પણ આ વર્ષે આમને-સામને થશે. વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો ગ્રુપ 1 માં છે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલો 14 June 2026 ના રોજ ઈંગ્લેન્ડના બર્મિંગહામ માં રમાશે.

અન્ડર-19 વર્લ્ડ કપ અને એશિયા કપની શક્યતાઓ

ICC ટૂર્નામેન્ટ્સ ઉપરાંત, 15 January 2026 થી શરૂ થઈ રહેલા અન્ડર-19 વર્લ્ડ કપમાં પણ બંને ટીમો ભીડાઈ શકે છે. જોકે, બંને ટીમો અલગ-અલગ ગ્રુપમાં છે, તેથી નોકઆઉટ રાઉન્ડ (સેમીફાઈનલ કે ફાઈનલ) માં જ સામનો થવાની શક્યતા છે. આ સિવાય એશિયા કપની મેચોમાં પણ બંને દેશો વચ્ચે મુકાબલાની પ્રબળ શક્યતા છે.

ભારત વિ. પાકિસ્તાન મેચ અંગે પૂછાતા પ્રશ્નો (FAQ)

2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યારે છે? 

મુખ્ય બે મેચો નક્કી છે: મેન્સ T20 વર્લ્ડ કપમાં 15 February 2026 અને વુમેન્સ T20 વર્લ્ડ કપમાં 14 June 2026.

T20 વર્લ્ડ કપ 2026 ની યજમાની કયો દેશ કરશે? 

મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે.

શું ભારત-પાકિસ્તાન વચ્ચે 2026 માં ટેસ્ટ મેચ રમાશે? 

ના, હાલના શિડ્યુલ મુજબ બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય ટેસ્ટ કે વનડે શ્રેણી નક્કી નથી, તેઓ માત્ર ICC ટુર્નામેન્ટમાં જ આમને-સામને થશે.

ICC રેન્કિંગ : ટેસ્ટમાં શુભમન ગિલ ટોપ-10માં પહોંચ્યો, વન-ડેમાં રોહિત અને ટી-20માં અભિષેક નંબર વન

ટીમ ઇન્ડિયા 2026 કાર્યક્રમ

ભારતીય ક્રિકેટ ટીમ માટે 2025નું વર્ષ વ્હાઇટ બોલ માટે શાનદાર રહ્યું હતું. ટેસ્ટ મેચમાં ટીમ માટે નિરાશાજનક રહ્યું. ટીમ ઇન્ડિયા હવે 2026 માટે તૈયાર છે, ભારતીય ક્રિકેટ ટીમનો 2026નો કાર્યક્રમ તૈયાર છે. જેમાં ટી-20 વર્લ્ડ કપ, એશિયન ગેમ્સ તેમજ વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026 યોજાશે. ભારતીય ટીમ વન ડે વર્લ્ડ કપ 2027ની પણ તૈયારીમાં પણ છે. 

T20 વર્લ્ડ કપ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ