Ind vs Pak Women Asia Cup T20 2024 Score: બોલરોના શાનદાર પ્રદર્શન પછી સ્મૃતિ મંધાનાના 45 અને શેફાલી વર્માના 40 રનની મદદથી ભારતની મહિલા ટીમે એશિયા કપ 2024માં પાકિસ્તાનની મહિલા ટીમ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાન 19.2 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 14.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતને 2 પોઇન્ટ મળ્યા છે. ભારત હવે રવિવારે 21 જુલાઇના રોજ યુએઈ સામે ટકરાશે.
ભારત ઇનિંગ્સ
-હરમનપ્રીત કૌર 5 અને જેમિમાહ રોડ્રિગ્ઝ 3 રને અણનમ
-હેમલતા 11 બોલમાં 3 ફોર સાથે 14 રન બનાવી નશરા સંધુનો શિકાર બની.
-શેફાલી વર્મા 29 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 40 રન બનાવી સૈયદા અરુબ શાહની ઓવરમાં બોલ્ડ.
-સ્મૃતિ મંધાના 31 બોલમાં 9 ફોર સાથે 45 રન બનાવી અરુબ શાહની ઓવરમાં કેચ આઉટ.
-ભારતે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
પાકિસ્તાન ઇનિંગ્સ
-ભારત તરફથી દિપ્તી શર્માએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને શ્રેયંકા પાટીલે 2-2 વિકેટ ઝડપી
-પાકિસ્તાન 19.2 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ.
-સાદિયા ઇકબાલ 4 બોલમાં ખાતું ખોલાયા વિના શ્રેયંકા પાટીલની ઓવરમાં આઉટ.
-પાકિસ્તાને 18.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-નશરા સંધુ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના દિપ્તી શર્માનો શિકાર બની.
-સૈયદા અરુબ શાહ 2 રને રન આઉટ.
-તુબા હસન 19 બોલમાં 3 ફોર સાથે 22 રન બનાવી દિપ્તી શર્માની ઓવરમાં કેચ આઉટ.
-ઇરમા જાવેદ પ્રથમ બોલે રેણુકા સિંહની ઓવરમાં એલબી આઉટ.
-સિદરા આમીન 35 બોલમાં 3 ફોર સાથે 25 રન બનાવી રેણુકા સિંહની ઓવરમાં આઉટ.
-નિદા ડાર 11 બોલમાં 8 રન બનાવી દિપ્તી શર્માનો શિકાર બની.
-પાકિસ્તાને 9.2 ઓવરમાં 50 રન પુરા કર્યા
-આલિયા રિયાઝ 11 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી શ્રેયંકા પાટીલની ઓવરમાં કેચ આઉટ.
-મુનીબા અલી 11 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી પૂજા વસ્ત્રોકરની ઓવરમાં કેચ આઉટ
-ગુલ ફિરોઝા 5 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી પૂજા વસ્ત્રાકરની ઓવરમાં કેચ આઉટ.
-પાકિસ્તાનની કેપ્ટન નિદા ડારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો – વિરાટ કોહલી દેશહિતમાં ગૌતમ ગંભીર સાથે જૂના મતભેદો ભૂલવા તૈયાર, બીસીસીઆઇને આપ્યું વચન
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દયાલન હેમલતા, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિયા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ.
પાકિસ્તાન : સિદરા આમીન, ગુલ ફિરોઝા, મુનીબા અલી, નિદા ડાર(કેપ્ટન), આલિયા રિયાઝ, ઇરમ જાવેદ, ફાતિમા સના, તુબા હસન, સાદિયા ઇકબાલ, નશરા સંધુ, સૈયદા અરુબ શાહ.





