Live

India vs Pakistan Live Asia Cup 2023 : ફરી વરસાદ શરૂ થયો? ભારત-પાકિસ્તાન મેચ હવે આવતીકાલે રમાશે

Asia Cup 2023, IND vs PAK Super 4 Live Updates : એશિયા કપ 2023 માટે આજે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે કોલંબો મેચ રમાઇ રહી છે. પાકિસ્તાને ટોચ જીતે પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચની પળેપળેની અપડેટ મેળવો.

Written by Ajay Saroya
Updated : September 10, 2023 21:03 IST
India vs Pakistan Live Asia Cup 2023 : ફરી વરસાદ શરૂ થયો? ભારત-પાકિસ્તાન મેચ હવે આવતીકાલે રમાશે
એશિયા કપ 2023 - ભારત - પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે મેચ.

Asia Cup 2023, India vs Pakistan Live Score Updates : એશિયા કપ 2023 ની ત્રીજી સુપર-4 કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લઈ ભારતને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારત 24.1 ઓવરમાં 2 વિકેટના નુકશાન પર 147 રન બનાવી રમી રહ્યું હતું, ત્યારે વરસાદ ચાલુ થઈ જતા મેચ રોકાઈ ગઈ હતી. થોડા સમય બાદ વરસાદ બંધ થઈ ગયો હતો, અને પીચનું અંતિમ નિરીક્ષણ થઈ રહ્યું હતું તેજ સમયે ફરી વરસાદ શરૂ થઈ જતા, અંતે મેચ આજે રમવાનું અશક્ય બન્યું. હવે ભારત પાકિસ્તાન મેચ આવતીકાલે સોમવારે બપોરે 3.15 કલાકે 24.1 ઓવરથી જ 50 ઓવર માટે રમવાનું શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, બંને ટીમો વચ્ચેની આ પહેલાની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. કોલંબોમાં પણ વરસાદની સંભાવના છે. જો કે, આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. આ મેચમાં વરસાદ સિવાય તમામની નજર ટીમ ઈન્ડિયા પર છે. તમને જણાવી દઈએ કે, સુપર-4માં ભારતની આ પ્રથમ મેચ છે. જ્યારે પાકિસ્તાનની ટીમ એક મેચ રમી છે. પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ સિવાય શ્રીલંકાએ બાંગ્લાદેશને હરાવ્યું છે.

Live Updates

India vs Pakistan Live Asia Cup 2023 : ફરી વરસાદ શરૂ થયો? ભારત-પાકિસ્તાન મેચ આવતીકાલે બપોરે 3 વાગે શરૂ થશે

ભારત પાકિસ્તાનની મેચ વરસાદના કારણે અટકી ગઈ હતી. કોલંબોમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છો. જેને પગલે મેચ હવે આવતીકાલે 24.1 ઓવરથી જ બપોરે 3 કલાકે મેચ રમવામાં આવશે.

IND vs PAK Live: હવે જો ભારત બેટિંગ નહીં કરે તો પાકિસ્તાનને શું ટાર્ગેટ મળશે?

જો ભારતીય ટીમ વધુ બેટિંગ કરવામાં અસમર્થ રહેશે તો પાકિસ્તાનને 20 ઓવરમાં 181, 21 ઓવરમાં 187, 22 ઓવરમાં 194, 23માં 200 અને 24માં 206 રનનો લક્ષ્યાંક મળશે.

IND vs PAK Live: કોલંબોમાં વરસાદ અટકી ગયો

કોલંબોમાં વરસાદ બંધ થઈ ગયો છે. જોકે, હાલમાં મેદાન કવરથી ઢંકાયેલું છે. ચાહકો માટે સારા સમાચાર છે કે, સોમવારને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો કે રવિવારે જ મેચ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. વરસાદના કારણે મેચ રોકાઈ ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવી લીધા હતા. કેએલ રાહુલ 17 અને વિરાટ કોહલી 8 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 38 બોલમાં 24 રનની ભાગીદારી થઈ હતી.

IND vs PAK Live: ભારત પાકિસ્તાન મેચ, વરસાદ પડતા મેચ રોકાઈ

ભારત 24.1 ઓવરમાં 2 વિકેટના નુકશાને 147 રન બનાવી રમી રહ્યુંહતું ત્યારે અચાનક વરસાદ શરૂ થઈ જતા મેચ રોકવામાં આવી છે. હાલ વિરાટ કોહલી 16 બોલમાં 08 રન અને કેએલ રાહુલ 28 બોલમાં 17 રન બનાવી અણનમ રમી રહ્યા છે.

IND vs PAK Live: ભારત 20 ઓવરમાં બે વિકેટના નુકશાને 135 રન

ભારતે 20 ઓવરમાં 2 વિકેટના નુકશાને 135 રન બનાવ્યા છે. હાલ વિરાટ કોહલી 09 બોલમાં 06 રન અને કેએલ રાહુલ 13 બોલમાં 09 રન બનાવી રમી રહ્યા છે.

IND vs PAK Live: શુભમન ગીલ આઉટ

શુભમન ગીલ 52 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 58 રન બનાવી શાહિદ આફ્રિદીની ઓવરમાં આઉટ

IND vs PAK Live: રોહિત શર્મા આઉટ

રોહિત શર્મા 49 બોલમાં 56 રન બનાવી સદાબ ખાનની ઓવરમાં આઉટથઈ ગયો છે.

IND vs PAK Live: રોહિત શર્માએ છગ્ગા સાથે અડધી સદી પૂરી કરી

રોહિત શર્માએ છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 44 બોલમાં 6 ચોગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. તો શુભમન ગિલ 43 બોલમાં 52 રન બનાવીને ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 14.4 ઓવરમાં વિના વિકેટે 114 રન.

IND vs PAK Live: ભારતની 10 ઓવર પુરી

ભારત ઓપનર્સ શુભમન ગીલના 50 રન પુરા થઈ ગયા છે. ગીલે 37 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 50 રન ફટકાર્યા છે

IND vs PAK Live: ભારતની 10 ઓવર પુરી

ભારતની 10 ઓવર પુરી થઈ છે, ભારતે 10 ઓવરમાં 61 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 31 બોલમાં 19 રન તો શુભમન ગીલ 33 બોલમાં 46 રન બનાવી ક્રિઝ પર અડીકમ છે.

IND vs PAK Live: ટીમ ઈન્ડિયાએ 50 રન પૂરા કર્યા

ટીમ ઈન્ડિયાના 50 રન પૂરા થઈ ગયા છે. શુભમન ગિલ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ગિલ 39 વધુ રોહિત શર્મા 10 રન બનાવીને ક્રિઝ પર છે. ગિલે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા છે. ટીમ ઈન્ડિયાની 8.2 ઓવરમાં વિના વિકેટે 51 રન બનાવ્યા.

ટીમ ઇન્ડિયાની બેટિંગ શરૂ, રોહિતે સિક્સર ફટકારી

આજની મેચમાં પાકિસ્તાને ટોસ જીતને બોલીંગ પસંદ કરી છે. ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે બેટિંગની શરૂઆત કરી છે. શાહીન આફરિદી એ પહેલી ઓવર નાંખી રતી. પહેલી વારમાં રોહિતે સિક્સર ફટકારી ભારતનું ખોતુ ખોલી દીધુ છે.

ઇરફાન પઠાને ટીમ ઇન્ડિયાને કહ્યુ - લેટ્સ ડૂ ઇટ

પાકિસ્તાન વિરુદ્ધ હાઇવોલ્ટેજ મુકાબલાની પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ બોલર ઇરફાન પઠાને ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. પઠાને પોતાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કહ્યુ કે, સંડે કો બનાવો સુપર સંડે, લેટ્સ ડૂ ઇટ ટીમ ઇન્ડિયા. (રવિવારને વધુ મજેદાર બનાવો, ટીમ ઇન્ડિયા આ કરીને દેખાડે.) પઠાન આ મેચ દરમિયાન કોલંબો મેદાન પર હાજર રહેશે.

પ્રેમદાસા સ્ટેડિયમની પિચ પહેલી બેટિંગ માટે સાનુકુળ

કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમની પિચ પહેલા બેટિંગ માટે એકદમ સારી દેખાઇ રહી છે. ટીમ ઇન્ડિયાએ મેદાન પર પહેલાથી જ વોર્મ પર શરૂ કરી દીધી હતુ. હેડ કોચ રાહુલ દ્વવિજે પિચનો અંદાજ મેળવ્યો હતો.

ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર

મ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. જસપ્રીત બુમરાહને મોહમ્મદ શમીના સ્થાને અને શ્રેય અય્યરના સ્થાને કેએલ રાહુલને સામેલ કર્યો છે.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ(પ્લેઇંગ ઇલેવન):

ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (સી), મોહમ્મદ રિઝવાન (ડબ્લ્યુ), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ

ટીમ ઇન્ડિયાના ખેલાડી

ટીમ ઈન્ડિયા (પ્લેઈંગ ઈલેવન):

રોહિત શર્મા (સી), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (ડબ્લ્યુ), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ