IND vs PAK: ભારત વિ પાકિસ્તાન લાઇવ, ટી20 વર્લ્ડ કપ હેડ ટુ હેડ, લાઇવ મેચ ક્યાં જોઇ શકશો જાણો

IND vs PAK T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ગ્રુપ A ની બીજી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. IND vs PAK હેડ ટુ હેટ અને લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકશો જાણો

IND vs PAK T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ગ્રુપ A ની બીજી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. IND vs PAK હેડ ટુ હેટ અને લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકશો જાણો

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
ભારત વિ પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ 2024 લાઇવ મેચ હેડ ટુ હેટ અપડેટ્સ, IND vs PAK T20 World Cup 2024 Live Match Head to Head

IND vs PAK T20 World Cup: ભારત વિ પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ 2024 મેચ

ટી20 વર્લ્ડ કપ 2024 માં રવિવારે બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાશે. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત તેની ગ્રુપ એની બીજી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.

Advertisment

IND vs PAK ટી20 વર્લ્ડ કપ 2024 ની આ મેચ ભારતીય સમય મુજબ રાતે 8 વાગે શરુ થવાની છે. ભારતમાં લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકાશે.ડિઝની હોટ સ્ટાર પર આ મેચ લાઇવ જોઇ શકાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચને લઇને ક્રિકેટ રસિકોમાં ભારે ઇંતેજારી છે. ભારત અને પાકિસ્તાન મેચ હંમેશાની જોઇ હાઇ પ્રોફાઇલ બનશે. ભારત અને પાકિસ્તાન બંને ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમો છે.

ભારતે 2007 માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવી ભારત ચેમ્પિયન બન્યું હતું. જ્યારે પાકિસ્તાન 2009 માં ચેમ્પિયન બન્યું હતું. ત્યાર બાદ બંને ટીમો એકેય વાર ચેમ્પિયન બની શકી નથી.

Advertisment

કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા આ વખતે ટી20 વર્લ્ડ કપ 2024 જીતવા હોટ ફેવરીટ મનાય છે. ગ્રુપ એની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ આયર્લેન્ડને આસાનીથી આઠ વિકેટથી હરાવી પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. જ્યારે પાકિસ્તાન ગ્રુપ એની પ્રથમ મેચમાં યુએસએ સામે હાર્યું હતું.

આત્મ વિશ્વાસ સાથે આગળ વધી રહેલ ભારત પાકિસ્તાન સામે જીતવા મક્કમ છે તો આયર્લેન્ડ સામેની પ્રથમ મેચ હારી ગયેલું પાકિસ્તાન ભારત સામે જીતી ગુમાવેલો પોતાનો આત્મ વિશ્વાસ પરત લાવવા પ્રયાસ કરશે.

વિરાટ કોહલી પાકિસ્તાન સામે બેસ્ટ બેટર

ટી20 વર્લ્ડ કપ મેચમાં ભારત વિ પાકિસ્તાન મેચની વાત કરીએ તો વિરાટ કોહલી સૌથી બેસ્ટ બેટર છે. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 5 ઇનિંગમાં 308 રન બનાવ્યા છે.

આ પણ વાંચો - પાક ખેલાડીઓને ઉંઘમાં પણ વિરાટ દેખાય છે....

IND vs PAK Head to Head - ભારત વિ પાકિસ્તાન હેડ ટુ હેટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 ઇન્ટરનેશનલ 12 મેચ રમાઇ છે. IND vs PAK મેચમાં ભારતનું પલડું ભારે રહ્યું છે. ભારતે 8 મેચ જીતી છે અને પાકિસ્તાન માત્ર 3 મેચ જ જીતી શક્યું છે. બંને વચ્ચે એક મેચ ટાઇ થયેલી છે. ટી20 વિશ્વ કપ રેકોર્ડ જોઇએ તો ભારત વિ પાકિસ્તાન 7 મેચ રમાઇ છે. જેમાં ભારત 5 મેચ જીત્યું છે અને પાકિસ્તાન માત્ર એક જ મેચ જીતી શક્યું છે. જ્યારે એક મેચ ટાઇ થઇ છે.

India v Pakistan T20 Live: ભારત પાકિસ્તાન લાઇવ

આજે ન્યૂયોર્ક ખાતે રમાનાર ભારત વિ પાકિસ્તાન વચ્ચેની ટી20 મેચ ડીઝની હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ટી20 વર્લ્ડ કપ મેચનું જીવંત પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ અને ડીડી સ્પોર્ટ્સ પર જોઇ શકાશે. ભારતીય સમય મુજબ રાતે 8 વાગે મેચ શરુ થશે.

ભારત ક્રિકેટ ટીમ પાકિસ્તાન ક્રિકેટ ટીમ Virat Kohli T20 વર્લ્ડ કપ