ઇશાન કિશને પાકિસ્તાને સામે બે મોટા રેકોર્ડ બનાવ્યા, 19 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

India vs Pakistan, T20 World Cup 2026: પાકિસ્તાન સામે ઇશાન કિશને આક્રમક બેટિંગ કરી હતી. આ મેચમાં ઈશાને 77 રન ફટકાર્યા હતા. જેમાં 3 સિક્સર અને 10 ફોર ફટકારી હતી

India vs Pakistan, T20 World Cup 2026: પાકિસ્તાન સામે ઇશાન કિશને આક્રમક બેટિંગ કરી હતી. આ મેચમાં ઈશાને 77 રન ફટકાર્યા હતા. જેમાં 3 સિક્સર અને 10 ફોર ફટકારી હતી

author-image
Ashish Goyal
New Update
ishan kishan

ઇશાન કિશને પાકિસ્તાન સામે આક્રમક બેટિંગ કરી હતી Photograph: (@BCCI)

India vs Pakistan, T20 World Cup 2026: પાકિસ્તાન સામે ઇશાન કિશને આક્રમક બેટિંગ કરી હતી. આ મેચમાં ઈશાને 27 બોલમાં અડધી સદી પુરી કરી હતી અને મેચમાં 77 રન ફટકાર્યા હતા. ઈશાને 3 સિક્સર અને 10 ફોર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 192.50 રહ્યો હતો. ઇશાને તેની ઇનિંગ્સના આધારે 2 શાનદાર રેકોર્ડ પણ બનાવ્યા હતા. 

Advertisment

ઈશાને 19 વર્ષના રેકોર્ડની બરોબરી કરી

ઈશાને પાકિસ્તાન સામે 77 રન ફટકાર્યા હતા અને તે પાકિસ્તાન સામેની ટી-20 વર્લ્ડ કપમાં 50 પ્લસની વધુ ઈનિંગ રમનારો બીજો ભારતીય ઓપનર બન્યો હતો. વર્ષ 2007માં પાકિસ્તાન સામે રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ગંભીરે ઓપનર તરીકે 50થી વધુ ઈનિંગ રમી હતી. ઈશાને 19 વર્ષ બાદ આવી સિદ્ધિ મેળવી હતી. એટલે કે ટી-20 વર્લ્ડ કપમાં તે પાકિસ્તાન સામે 50થી વધુ ઈનિંગ રમનારો બીજો ભારતીય બન્યો હતો અને ગૌતમ ગંભીરની બરોબરી કરી હતી.

ઈશાને તોડ્યો ગંભીરનો રેકોર્ડ

ઇશાને પાકિસ્તાન સામે 77 રન બનાવ્યા હતા અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં તે ચોથા ક્રમે આવી ગયો છે. તેણે 2007માં પાકિસ્તાન સામે 75 રન ફટકારનારા ગંભીરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ યાદીમાં વિરાટ કોહલી નંબર વન પર છે, જેણે વર્ષ 2022માં અણનમ 82 રન રમ્યા હતા.

ભારત-પાકિસ્તાન ટી-20માં સૌથી મોટી ઇનિંગ રમનારા ટોચના 5 બેટ્સમેન

82* – વિરાટ કોહલી, મેલબોર્ન - 2022
79* - મોહમ્મદ રિઝવાન, દુબઇ - 2021
78* - વિરાટ કોહલી, કોલંબો - 2012
77 - ઇશાન કિશન, કોલંબો - 2026
75 - ગૌતમ ગંભીર, જોહાનિસબર્ગ- 2007

Advertisment

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પોર્ટ્સ