ભારત વિ. પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ : અમદાવાદમાં હોટલ પછી ફ્લાઇટ પણ મોંઘી, મેચના એક દિવસ પહેલા 3000ની ટિકિટનો ભાવ 25,000 રૂપિયા

india vs pakistan match : વર્લ્ડ કપ 2023માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે હાઈવોલ્ટેજ મુકાબલો રમાવાનો છે

Written by Ashish Goyal
Updated : July 16, 2023 22:07 IST
ભારત વિ. પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ : અમદાવાદમાં હોટલ પછી ફ્લાઇટ પણ મોંઘી, મેચના એક દિવસ પહેલા 3000ની ટિકિટનો ભાવ 25,000 રૂપિયા
India vs Pakistan match : ભારત પાકિસ્તાન મેચ ફાઇલ ફોટો (તસવીર - એએનઆઈ)

india vs pakistan world cup 2023 match : ભારતમાં 5 ઓક્ટોબરથી વન ડે વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. વર્લ્ડ કપને આડે હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ક્રિકેટ ચાહકો 15 ઓક્ટોબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. જેને લઈને સમગ્ર શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

એર ટિકિટમાં ઘણો વધારો

ભારત-પાકિસ્તાનની મેચ પહેલા અમદાવાદમાં હોટલના રેટમાં વધારો થયા બાદ અમદાવાદની ફ્લાઇટનું ભાડું પણ વધી ગયું છે. મેકમાયટ્રીપની વેબસાઈટ પર જુલાઈના અંતમાં અને ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી અમદાવાદની ટિકિટ 2500-3000 રૂપિયાની વચ્ચે મળે છે, પરંતુ 14 ઓક્ટોબરે આ જ ટિકિટ 20 હજાર કે તેથી વધુ રૂપિયામાં મળી રહી છે. આવી સ્થિતિમાં આ વધારો ઘણો છે.

25 હજાર સુધીની મળી રહી છે ટિકિટ

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચના એક દિવસ પહેલા અમદાવાદની એર ટિકિટ 10 હજારથી શરૂ થાય છે. 14 ઓક્ટોબરે સૌથી સસ્તી ટિકિટ ઈન્ડિગો એરલાઈન્સની છે. આ ટિકિટની કિંમત 9,011 રૂપિયા છે. એર ઇન્ડિયાની ટિકિટ 12થી 25 હજાર વચ્ચે છે. સ્પાઇસ જેટ એરલાઇન્સની વાત કરીએ તો 14 ઓક્ટોબરે ટિકિટની કિંમત 20,207 રૂપિયા છે.

આ પણ વાંચો – અમદાવાદમાં વર્લ્ડ કપ ફિવર, ભારત પાકિસ્તાન મેચના દિવસે હોટલ રૂમનું ભાડું 50 હજાર

દિલ્હી-મુંબઈથી ટિકિટ થઇ મોંઘી

EaseMyTrip ના સીઇઓ અને સંસ્થાપક નિશાંત પિટ્ટીએ જણાવ્યું કે અમદાવાદની ટિકિટમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે આ વૃદ્ધિ વર્તમાનની સરખામણીમાં 6 ગણી વધી ગઇ છે. અમદાવાદ માટે દિલ્હી કે મુંબઈથી એર ટિકિટ મોંઘી જ મળી રહી છે. મેચને લઈને ઉત્સાહિત લોકો અત્યારથી જ અમદાવાદની ટિકિટ બુક કરાવી રહ્યા છે.

વન ડે વર્લ્ડ કપમાં ભારતની મેચો

8 ઓક્ટોબર, ભારત વિ. ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ11 ઓક્ટોબર, ભારત વિ. અફઘાનિસ્તાન, દિલ્હી15 ઓક્ટોબર, ભારત વિ. પાકિસ્તાન, અમદાવાદ19 ઓક્ટોબર, ભારત વિ. બાંગ્લાદેશ, પૂણે22 ઓક્ટોબર, ભારત વિ. ન્યૂઝીલેન્ડ, ધર્મશાળા29 ઓક્ટોબર, ભારત વિ. ઇંગ્લેન્ડ, લખનઉ2 નવેમ્બર, ભારત વિ. શ્રીલંકા, મુંબઈ5 નવેમ્બર, ભારત વિ. સાઉથ આફ્રિકા, કોલકાત્તા11 નવેમ્બર, ભારત વિ. નેધરલેન્ડ્સ, બેંગ્લુરુ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ