India vs South Africa 1st ODI Score : અર્શદીપ સિંહ (5 વિકેટ) અને અવેશ ખાનના (4 વિકેટ)ના તરખાટ બાદ શ્રેયસ ઐયર (52)અને સાઇ સુદર્શન (55)ની અડધી સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં 8 વિકેટે વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકા 27.3 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 16.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બીજી વન-ડે 19 ડિસેમ્બરના રોજ રમાશે.
ભારત ઇનિંગ્સ
-તિલક વર્માના અણનમ 1 રન.
-સાઇ સુદર્શનના 43 બોલમાં 9 ફોર સાથે અણનમ 52 રન
-શ્રેયસ ઐયર 45 બોલમાં 6 ફોર 1 સિક્સરની મદદથી 52 રને ફેલુકવાયોનો શિકાર બન્યો.
-ભારતે 15.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ભારતે 8.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
-ઋતુરાજ ગાયકવાડ 5 રન બનાવી મુલ્ડરની ઓવરમાં એલબી આઉટ થયો.
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-ભારત તરફથી અર્શદીપ સિંહે 5 વિકેટ, અવેશ ખાને 4 વિકેટ અને કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી.
-દક્ષિણ આફ્રિકા 27.3 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ.
-બર્ગર 7 રને કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ.
-ફેલુકવાયો 49 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 33 રન બનાવી અર્શદીપ સિંહનો શિકાર બન્યો.
-દક્ષિણ આફ્રિકાએ 24.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-કેશવ મહારાજ 4 રને અવેશ ખાનનો શિકાર બન્યો.
-ડેવિડ મિલર 2 રને અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.
-મુલ્ડર પ્રથમ બોલે જ અવેશ ખાનની ઓવરમાં એલબી આઉટ.
-માર્કરામ 21 બોલમાં 2 ફોર સાથે 12 રને અવેશ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.
-ક્લાસેન 6 રને અર્શદીપની ઓવરમાં બોલ્ડ થયો.
-દક્ષિણ આફ્રિકાએ 9.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ટોની જ્યોર્જી 22 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 28 રન બનાવી અર્શદીપની ઓવરમાં કેચ આઉટ થયો.
-વાન ડેન ડુસેન પ્રથમ બોલે અર્શદીપની ઓવરમાં એલબી આઉટ.
-હેન્ડ્રિક્સ 8 બોલમાં 00 રને અર્શદીપ સિંહની ઓવરમાં બોલ્ડ થયો.
-ભારત તરફથી સાઇ સુદર્શને વન-ડેમાં ડેબ્યુ કર્યું.
-દક્ષિણ આફ્રિકાના કેપ્ટન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો – રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં કોણ છે વધુ ફિટ, ટીમ ઈન્ડિયાના સ્ટ્રેન્થ અને કન્ડીશનિંગ કોચે કહી આવી વાત
બન્ને ટીમો આ પ્રમાણે છે
સાઉથ આફ્રિકા : રીઝા હેન્ડ્રિક્સ, ટોની ડી જ્યોર્જી, રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિચ ક્લાસેન, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડિલે ફેલુકવાયો, કેશવ મહારાજ, નન્દ્રે બર્ગર, તબરેઝ શમ્સી.
ભારત : કેએલ રાહુલ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, સાઇ સુદર્શન, શ્રેયસ ઐયર, તિલક વર્મા, સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.





