IND vs SA 1st T20 Match Date, Time : દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-1થી જીત્યા બાદ ભારત મંગળવારે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે પાંચ મેચની ટી 20 શ્રેણીની પ્રથમ મેચમાં પ્રોટીઝનો સામનો કરશે. ભારતીય ટીમ ટી 20 શ્રેણીમાં વિજયી ગતિને આગળ વધારવાનો પ્રયાસ કરશે.
આવતા વર્ષે ઘરેલુ મેદાન પર રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા એક મહત્વપૂર્ણ શ્રેણી માટે સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. ગરદનની ઇજાને કારણે ટેસ્ટ અને વન ડે શ્રેણીમાંથી બહાર થયા બાદ શુભમન ગિલ પણ વાપસી કરે તેવી શક્યતા છે. દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ એઇડન માર્કરામ કરશે, જેમાં ટીમના ટી 20 નિષ્ણાત પ્લેયર ડેવિડ મિલર અને રીઝા હેન્ડ્રિક્સ ટીમમાં જોડાશે.
ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી 20 હેડ ટુ હેડ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કુલ 31 ટી 20 મેચ રમાઇ છે. જેમાં 18 મેચમાં ભારતનો વિજય થયો છે. જ્યારે 12 મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે. 1 મેચ અનિર્ણિત રહી હતી.
ભારત વિ દક્ષિણ આફ્રિકા સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત: અભિષેક શર્મા , શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા , હર્ષિત રાણા/અક્ષર પટેલ , કુલદીપ યાદવ , જસપ્રીત બુમરાહ , અર્શદીપ સિંહ , વરુણ ચક્રવર્તી.
દક્ષિણ આફ્રિકા: એઇડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક/ડોનોવન ફેરેરા, રીઝા હેન્ડ્રીક્સ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસ, કોર્બીન બોશ, માર્કો જાન્સેન, એનરિક નોર્ટજે, લુંગી એનગીડી, કેશવ મહારાજ.
આ પણ વાંચો – ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી 20 મેચમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 5 પ્લેયર્સ, કોણ છે નંબર
ભારત વિ દક્ષિણ આફ્રિકા ટીમો
ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા, સંજુ સેમસન, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર.
દક્ષિણ આફ્રિકા : એઇડન માર્કરામ (કેપ્ટ), ડેવાલ્ડ બ્રેવિસ, ટોની ડી જોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, ડેવિડ મિલર, જ્યોર્જ લિન્ડે, કોર્બિન બોશ, માર્કો જાન્સેન, ક્વિન્ટન ડી કોક, ડોનોવન ફરેરા, ટ્રીસ્ટન સ્ટબ્સ, ઓટ્ટનીલ બાર્ટમેન, કેશવ મહારાજ, ક્વેના માફાકા, એનરિક નોર્ટજે, લુંગી એનગીડી.
ભારત વિ દક્ષિણ આફ્રિકા લાઇવ સ્ટ્રીમિંગ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી 20 મેચ JioHotstar એપ અને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.





