/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/India-vs-South-Africa-1st-Test.jpg)
ભારત વિ. દક્ષિણ આફ્રિકા પ્રથમ ટેસ્ટ
India vs South Africa 1st Test : કેએલ રાહુલની અણનમ અડધી સદી (70)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે વાપસી કરી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 59 ઓવરમાં 8 વિકેટે 208 રન બનાવી લીધા છે. દિવસના અંતે કેએલ રાહુલ 70 અને મોહમ્મદ સિરાજ 00 રને રમતમાં છે. વરસાદ અને ખરાબ રોશનીની કારણે પ્રથમ દિવસે ફક્ત 59 ઓવરની રમત શક્ય બની હતી.
કેએલ રાહુલની અડધી સદી
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા 5 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. યશસ્વી જયસ્વાલ 17 અને શુભમન ગિલ 2 રને આઉટ થયા ભારતે 24 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી અને ઐયરે 68 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. જોકે લંચ પછી શ્રેયસ ઐયર (31 )અને વિરાટ કોહલી (38) જલ્દી આઉટ થઇ ગયા હતા. ભારતે 107 રને પાંચમી વિકેટ ગુમાવી હતી. અશ્વિન 8 અને શાર્દુલ ઠાકુર 24 રને આઉટ થયા હતા. કેએલ રાહુલે અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. કેએલ રાહુલ 105 બોલમાં 10 ફોર 2 સિક્સર સાથે 70 રને રમતમાં છે. દક્ષિણ આફ્રિકા તરફથી રબાડાએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો રોહિત શર્માએ 4 ફાસ્ટ બોલર સાથે જવાનો નિર્ણય કર્યો છે. સિરાજ અને બુમરાહ ઉપરાંત શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણાએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે, જસપ્રીત બુમરાહે ડેબ્યૂ કેપ સોંપી હતી. આ ઉપરાંત રોહિતે જાડેજાના સ્થાને અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે.
કૃષ્ણાની આ માટે થઇ પસંદગી
બોક્સિંગ ડે ટેસ્ટમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. શમીના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણા કે પછી મુકેશ કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સમાવવાના હતા. રોહિતે કૃષ્ણાને પ્રાધાન્ય આપ્યું કારણ કે તાજેતરમાં જ તેણે ભારત એ માટે દક્ષિણ આફ્રિકામાં સારી બોલિંગ કરી હતી. કૃષ્ણાએ સાઉથ આફ્રિકા એ સામેની અનઓફિસિઅલ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેમાં હેટ્રિક પણ સામેલ હતી. મોહમ્મદ શમી ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
આ પણ વાંચો - ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત ટેસ્ટમાં હરાવ્યું
જાડેજાના સ્થાને અશ્વિનને કેમ લેવામાં આવ્યો?
કેપ્ટન રોહિત શર્માએ ટોસ પર કહ્યું હતું કે જાડેજાના સ્થાને આજે અશ્વિન રમી રહ્યો છે. જાડેજાને પીઠમાં થોડી ખેંચાણ છે, તેથી તેની જગ્યાએ અશ્વિનની પસંદગી કરવામાં આવી છે. રોહિતે કહ્યું કે અશ્વિન ખૂબ જ ક્વોલિટીવાળો સ્પિનર છે. મોહમ્મદ શમી ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ પ્રસિધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
પ્રથમ ટેસ્ટ માટે બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્જી, ડીન એલ્ગર, એડન માર્કરામ, કાયલ વેરેન (વિકેટકિપર), કીગન પીટરસન, માર્કો જેન્સેન, ડેવિડ બેડિંગહામ, નાન્દ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, કાગિસો રબાડા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us