Ind vs SA 1st Test : ડીન એલ્ગરની સદી, બીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ 11 રનની લીડ મેળવી

India vs South Africa 1st Test : ભારત 245 રનમાં ઓલઆઉટ, ડીન એલ્ગરની અણનમ સદી (140) અને ડેવિડ બેડિંગહામની (56) અડધી સદી

India vs South Africa 1st Test : ભારત 245 રનમાં ઓલઆઉટ, ડીન એલ્ગરની અણનમ સદી (140) અને ડેવિડ બેડિંગહામની (56) અડધી સદી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IND vs SA 1st Test Day 2 | India vs South Africa | IND vs SA

ભારત વિ. દક્ષિણ આફ્રિકા પ્રથમ ટેસ્ટ

India vs South Africa 1st Test : ડીન એલ્ગરની અણનમ સદી (140)અને ડેવિડ બેડિંગહામની (56) અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. બીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ 66 ઓવરમાં 5 વિકેટે 256 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાએ 11 રનની લીડ મેળવી લીધી છે અને તેની 5 વિકેટ બાકી છે . દિવસના અંતે ડીન એલ્ગર 140 અને માર્કો જાન્સેન 3 રને રમતમાં છે. પ્રથમ દાવમાં ભારત 245 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે.

Advertisment

દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને માર્કરામ 5 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાએ 11 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ટોની ડી જ્યોર્જી 28 રન બનાવી બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો. પીટરસન પણ 2 રને બુમરાહનો શિકાર બન્યો હતો. ડીન એલ્ગરે એક છેડો સાચવી રાખી સદી ફટકારી હતી. એલ્ગરે 140 બોલમાં 19 ફોર સાથે સદી પુરી કરી હતી.

ડેવિડ બેડિંગહામે એલ્ગરને સારો સાથ આપ્યો હતો. બેડિંગહામ 56 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો હતો. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 111 રનની ભાગીદારી નોંધાઇ હતી. કાયલ વેરેન ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 4 રને પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં આઉટ થયો હતો. ભારત તરફથી બુમરાહ-સિરાજે 2-2 વિકેટ, જ્યારે કૃષ્ણાએ 1 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો - વિનેશ ફોગાટે ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કર્યો, પીએમ નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર

Advertisment

કેએલ રાહુલની સદી, ભારત 245 રનમાં ઓલઆઉટ

બીજા દિવસે ભારતે 8 વિકેટે 208 રનથી દિવસની શરૂઆત કરી હતી. મોહમ્મદ સિરાજ 5 રન બનાવી રન આઉટ થયો હતો. કેએલ રાહુલે એક છેડો સાચવી રાખી સદી ફટકારી હતી. કેએલ રાહુલ 137 બોલમાં 14 ફોર 4 સિક્સર સાથે 101 રન બનાવી બર્ગરની ઓવરમાં બોલ્ડ થયો હતો. ભારત 67.4 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. દક્ષિણ આફ્રિકા તરફથી રબાડાએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી.બર્ગરે 3 વિકેટ ઝડપી હતી.

પ્રથમ ટેસ્ટ માટે બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્જી, ડીન એલ્ગર, એડન માર્કરામ, કાયલ વેરેન (વિકેટકિપર), કીગન પીટરસન, માર્કો જેન્સેન, ડેવિડ બેડિંગહામ, નાન્દ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, કાગિસો રબાડા

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ