IND vs SA LIVE Score, 1st Test Day 2 : ભારત સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં 25 ઓવરમાં 5 વિકેટે 64 રન બનાવી લીધા છે.
પ્રથમ ઇનિંગ્સમાં ભારત 189 રનમાં ઓલઆઉટ
પ્રથમ ઇનિંગ્સમાં ભારત 62.2 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ભારતને પ્રથમ ઇનિંગ્સમાં 30 રનની લીડ મળી હતી. યશસ્વી જયસ્વાલ 12 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે વોશિંગ્ટન સુંદરે 29 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ 4 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. કેએલ રાહુલે 39 રનની અને પંતે 27 રનની ઇનિંગ રમી હતી.
ધ્રુવ જુરેલ 14 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 27 અને અક્ષર પટેલે 16 રનની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી સિમોન હાર્મરે 4 વિકેટ લીધી હતી જ્યારે માર્કો જાન્સેને 3 વિકેટ લીધી હતી.
શુભમન ગિલ હેલ્થ અપડેટ
ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઇજાને કારણે 4 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. તેની ગરદનમાં જડતા અને દુખાવા જેવી કેટલીક સમસ્યાઓ સામે આવી હતી. જે પછી તે પરેશાન દેખાતો હતો અને ફિઝિયો પણ મેદાન પર આવ્યા હતા. પરંતુ તેની સમસ્યા દૂર થઈ ન હતી અને તે રિટાયર્ડ હર્ટ થયો હતો. આ પછી તે પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા પણ આવ્યો ન હતો.
હવે બીસીસીઆઈએ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેની ગરદનની સમસ્યા અંગે અપડેટ્સ આપવામાં આવી છે. તેમાં કહ્યું છે કે ગિલ હજુ બીસીસીઆઇની મેડિકલ ટીમની દેખરેખમાં છે. તે મેદાન પર આ મેચમાં ઉતરી શકશે કે નહીં તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
દક્ષિણ આફ્રિકા : એડન માર્કરામ, રયાન રિકેલ્ટન, વિઆન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જ્યોર્જી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વેરિન (વિકેટકીપર), સાઇમન હાર્મર, માર્કો જાન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ.





