India Vs South Africa 2nd ODI : ટોની ડી જોર્જીની સદી, દક્ષિણ આફ્રિકાનો બીજી વન-ડેમાં 8 વિકેટે વિજય, શ્રેણી 1-1થી બરાબર

India Vs South Africa 2nd ODI : ટોની ડી જોર્જીના 122 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે અણનમ 119 રન. ત્રીજી અને અંતિમ વન-ડે 21 ડિસેમ્બરે રમાશે

India Vs South Africa 2nd ODI : ટોની ડી જોર્જીના 122 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે અણનમ 119 રન. ત્રીજી અને અંતિમ વન-ડે 21 ડિસેમ્બરે રમાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs South Africa 2nd ODI | India vs South Africa

ભારત વિ. દક્ષિણ આફ્રિકા બીજી વન-ડે

India Vs South Africa 2nd ODI Score: બોલરોના શાનદાર પ્રદર્શન પછી ટોની ડી જોર્જીની સદી (અણનમ 119) અને હેન્ડ્રીક્સની અડધી સદી (52)મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની બીજી વન-ડેમાં 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારત 46.2 ઓવરમાં 211 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 42.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ 3 મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. હવે ત્રીજી અને અંતિમ વન-ડે 21 ડિસેમ્બરે રમાશે.

Advertisment

હેન્ડ્રીક્સ અને ટોની ડી જોર્જીએ પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. હેન્ડ્રીક્સ 52 રન બનાવી અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો. ટોની ડી જોર્જીએ શાનદાર બેટિંગ કરતા 109 બોલમાં સદી ફટકારી હતી. ડુસેન 36 રને રિંકુ સિહનો શિકાર બન્યો હતો. જોર્જીએ એક છેડો સાચવી રાખી જીત અપાવી હતી. જોર્જીએ 122 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે અણનમ 119 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 46.2 ઓવરમાં 211 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ટીમ તરફથી સૌથી વધારે રન સાઈ સુદર્શને 83 બોલમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 56 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ખાલ કમાલ કરી શક્યો ન હતો. અર્શદીપ સિંહે 18 અને ડેબ્યુ કરી રહેલા રિંકુ સિંહે 17 રન બનાવ્યા હતા. ટી-20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન પછી રિંકુ સિંહે વન-ડેમાં પણ ડેબ્યૂ કર્યું હતું. તેને સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે ડેબ્યૂ કેપ સોંપી હતી.

આ પણ વાંચો - મિશેલ સ્ટાર્કે તોડ્યો પોતાના કેપ્ટન કમિન્સનો રેકોર્ડ, IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

Advertisment

સાઉથ આફ્રિકા માટે ફાસ્ટ બોલર નંદ્રે બર્ગરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બ્યુરેન હેન્ડ્રીક્સ અને કેશવ મહારાજે 2-2 વિકેટ ઝડપી હતી. માર્કરામ અને વિલિયમ્સને 1-1 વિકેટ ઝડપી હતી.

સુદર્શને પચાસ રન કરી મેળવી ખાસ સિદ્ધિ

સાઈ સુદર્શને 83 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે 62 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. સુદર્શન ડેબ્યૂ બાદ સતત બે વન-ડેમાં ફિફ્ટી ફટકારનારો બીજો ભારતીય બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ નવજોત સિંહ સિદ્ધુ (73 અને 75)ના નામે હતો. આ પહેલા સુદર્શને ડેબ્યૂ મેચમાં અણનમ 55 રન બનાવ્યા હતા.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ