/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/India-vs-South-Africa-1.jpg)
ભારત વિ. દક્ષિણ આફ્રિકા બીજી ટી-20 મેચ (તસવીર - એક્સપ્રેસ)
India vs South Africa 2nd T20 Score : ગેરાલ્ડ કોત્ઝેની શાનદાર બોલિંગ (3 વિકેટ) પછી રીઝા હેન્ડ્રીક્સના 49 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની બીજી ટી-20માં ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 19.3 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જોકે વરસાદના કારણે દક્ષિણ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો પડકાર મળ્યો છે. જે દક્ષિણ આફ્રિકાએ 13.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 14 ડિસેમ્બરે રમાશે. પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઇ હતી.
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-ટ્રીસ્ટન સ્ટબ્સના અણનમ 14 અને ફેલુકવાયોના અણનમ 10 રન.
-ડેવિડ મિલર 12 બોલમાં 17 રન બનાવી મુકેશ કુમારનો શિકાર બન્યો.
-ક્લાસેન 5 બોલમાં 7 રન બનાવી સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.
-હેન્ડ્રીક્સ 27 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે 49 રને કુલદીપ યાદવનો શિકાર બન્યો.
-દક્ષિણ આફ્રિકાએ 8.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-એડન માર્કરામ 17 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 30 રને મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાએ 3.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-મેથ્યુ બ્રેટઝકે 7 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 16 રન બનાવી રન આઉટ થયો.
આ પણ વાંચો - 2023માં ક્રિકેટમાં કેવી-કેવી ઘટના બનશે? ટાઇમ આઉટ, ઓબ્સ્ટ્રેક્ટિંગ ધ બોલ પછી હવે આ નવી બબાલ
ભારત ઇનિંગ્સ
-ભારતના 19.3 ઓવરમાં 7 વિકેટે 180 રન. વરસાદના કારણે દક્ષિણ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો પડકાર મળ્યો.
-રિંકુ સિંહના 39 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે અણનમ 68 રન
-અર્શદીપ સિંહ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ
-રવિન્દ્ર જાડેજા 14 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 19 રન બનાવી કેચ આઉટ.
-ભારતે 16.2 ઓવરમાં 160 રન પુરા કર્યા.
-રિંકુ સિંહે 30 બોલમાં 9 ફોર સાથે 50 રન પુરા કર્યા.
-જીતેશ શર્મા 1 રને માર્કરામની ઓવરમાં કેચ આઉટ થયો.
-સૂર્યકુમાર યાદવ 36 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે 56 રન બનાવી શમ્સીની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 11 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-સૂર્યકુમાર યાદવે 29 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.
-તિલક વર્મા 20 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 29 રન બનાવી કોન્તેનો શિકાર બન્યો.
-ભારતે 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-શુભમન ગિલ 2 બોલમાં ખાતું ખોલાયા વિના વિલિયમ્સની ઓવરમાં એલબી આઉટ થયો.
-ત્રીજા જ બોલે યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાયા વિના જાન્સેનનો શિકાર બન્યો.
-દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.
દક્ષિણ આફ્રિકા : મેથ્યુ બ્રેટ્ઝકે, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિચ ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જાન્સેન એન્ડીલે ફેહલુકવાયો, ગેરાલ્ડ કોત્ઝે, લિઝાડ વિલિયમ્સ, તબરેઝ શમ્સી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us