India vs South Africa T20 Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુરુવારે ચંદીગઢ નજીક મુલ્લાનપુર ખાતે નવા બનાવાયેલા ન્યૂ પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) સ્ટેડિયમ ખાતે પ્રથમ પુરુષોની આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. IND વિ SA વચ્ચેની આ બીજી ટી20 ખાસ બની રહેશે. પ્રથમ ટી20 મેચમાં ગુજરાતી ત્રણ ખેલાડીઓ હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે રંગ રાખ્યો હતો. આજની આ બીજી મેચમાં પંજાબના ત્રણ ખેલાડીઓ અભિષેક શર્મા, શુભમન ગીલ અને અર્શદિપ સિંહ ઘરઆંગણે સારુ પ્રદર્શન કરે એ પર સૌની ટકી છે.
આ પહેલી વાર હશે જ્યારે ત્રણ પંજાબી ખેલાડીઓ તેમના ગૃહ રાજ્યમાં ભારત માટે મેદાનમાં ઉતરશે. અર્શદીપની માતા બલજીત કૌર આ વાતને લઇને ઉત્સાહિત છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેના ઇન્ટરવ્યૂમાં તેણીએ કહ્યું કે, ત્રણેય ભાઈઓ જેવા છે; તેઓ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. અને તેમને ભારત માટે સાથે રમતા જોવા એ પરિવારના સભ્યોને ભારત માટે રમતા જોવા જેવું છે.
અભિષેકના પિતા અને બાળપણના કોચ રાજકુમાર શર્મા કહે છે કે, મેં તે બધાને તેમને નાનપણથી જોયા છે, ખાસ કરીને શુભમન. આટલા લાંબા સમય પછી, અમે ત્રણ ખેલાડીઓને ભારતીય ટીમમાં લગભગ કાયમી સ્થાન મેળવતા જોઈ રહ્યા છીએ. સ્વાભાવિક રીતે, તે અમને ખૂબ ખુશ કરે છે.
ભારત તરફથી 18 વન ડે રમનાર ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રીતિન્દર સિંહ સોઢી કહે છે કે, તેમની પાસે એક્સ-ફેક્ટર છે. શુભમન ટેસ્ટ અને ODI કેપ્ટન તરીકે પોતાની ઉંચાઈ પર પહોંચી ગયો છે અને T20 માં પણ રન આવ્યા છે.
આ પણ વાંચો | શુભમન ગિલ છેલ્લી 13 ઇનિંગ્સમાં ફિફ્ટી કરી શક્યો નથી
વધુમાં તેમણે જણાવ્યું કે, અભિષેક વિશ્વનો નંબર 1 T20 બેટ્સમેન છે; અને ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકા સામે ભારતની 2-1 ODI શ્રેણીની જીત દરમિયાન પ્રદર્શિત થયેલા નવા સફેદ બોલ સાથે અર્શદીપની ક્ષમતાએ તેને એક મજબૂત ખેલાડી બનાવ્યો છે.
આ પણ વાંચો | ભારત વિ. દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી20 ભારતનો 101 રને ભવ્ય વિજય
છેલ્લી વખત જ્યારે પંજાબના ત્રણ ખેલાડીઓ ભારત માટે રમ્યા હતા ત્યારે તેઓ હરભજન સિંહ, યુવરાજ સિંહ અને દિનેશ મોંગિયા હતા. આ ખૂબ જ સારા સંકેતો છે.





