/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/Snake.jpg)
સાપના કારણે લગભગ 10 મિનિટ મેચ રોકાઇ (તસવીર - VideoGrab, સોશિયલ મીડિયા)
India vs South Africa T20I: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં બીજી ટી-20 મેચ રમાઇ રહી છે. આ મેચમાં એક અજીબ ઘટના સામે આવી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે મેદાનમાં સાપ આવી ગયો હતો. મેદાનમાં સાપ આવી જતા રમત અટકાવી પડી હતી. આ ઘટના ભારતની બેટિંગ દરમિયાન આઠમી ઓવરમાં બની હતી.
કોઇ ટેકનિકી ખરાબી , પ્રશંસક દોડી આવવા કે ડોગ આવવાના કારણે રમત અટકાવી પડી હોય તેવી ઘટના બનતી હોય છે. જોકે સાપના કારણે મેચ અટકાવી પડી હોય તેવું કદાચ પ્રથમ વખત જોવા મળ્યું છે.
સાપના કારણે લગભગ 10 મિનિટ મેચ રોકાઇ
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યા હતા. તે સમયે મેદાનમાં સાપની એન્ટ્રી થઇ હતી. આ જોઇને બધા ચોકી ગયા હતા. સાપને પકડવા માટે ગ્રાઉન્ડ સ્ટાફ મેદાનમાં દોડી આવ્યા હતા અને સાપને પકડીને બહાર લઇ ગયા હતા. સાપના કારણે લગભગ 10 મિનિટ મેચ રોકાઇ હતી. મેદાનમાં સાપ આવવાના કારણે સોશિયલ મીડિયા ઉપર આ ઘટના ચર્ચિત બની હતી.
Snake 🐍 in the House #INDvsSApic.twitter.com/CllrcwSfcJ
— Ashwani JP Singh (@ashwanijpsingh) October 2, 2022
સૂર્યકુમાર, રાહુલની અડધી સદી
ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 237 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સૂર્યકુમાર યાદવ (61)અને કેએલ રાહુલે (57)અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ અણનમ 49 અને રોહિત શર્માએ 43 રન બનાવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us