India vs South Africa 2nd Test Score : જસપ્રીત બુમરાહ (6 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં 7 વિકેટે વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં 176 રનમાં ઓલઆઉટ થતા ભારતે જીતવા માટે 79 રનનો પડકાર મળ્યો હતો. જવાબમાં ભારતે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 80 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારતે બે ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી છે. ભારત કેપ ટાઉનમાં પ્રથમ વખત ટેસ્ટ જીતવા સફળ રહ્યું છે. બીજી ટેસ્ટ ફક્ત બે દિવસમાં જ પુરી થઇ ગઇ હતી. મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે જસપ્રીત બુમરાહ અને ડીન એલ્ગરને મે ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.
ભારત ઇનિંગ્સ
-રોહિત શર્મા 47 અને શ્રેયસ ઐયર 4 રને અણનમ રહ્યા.
-વિરાટ કોહલી 11 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી જાન્સેનની ઓવરમાં કેચ આઉટ.
-શુભમન ગિલ 11 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી રબાડાની ઓવરમાં બોલ્ડ થયો.
-ભારતે 7.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-યશસ્વી જયસ્વાલ 23 બોલમાં 6 ફોર સાથે 28 રન બનાવી બર્ગરનો શિકાર બન્યો.
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-ભારત તરફથી બુમરાહે 6 વિકેટ, જ્યારે મુકેશ કુમારે 2 અને પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજે 1-1 વિકેટ ઝડપી હતી.
-દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં 36.5 ઓવરમાં 176 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા માટે 79 રનનો પડકાર મળ્યો.
-બર્ગર 6 રને અણનમ રહ્યો.
-એનગિડી 8 રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-કાગિસો રબાડા 2 રને કૃષ્ણાનો શિકાર બન્યો.
-માર્કરામ 103 બોલમાં 17 ફોર 2 સિક્સર સાથે 106 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-માર્કરામે 99 બોલમાં 16 ફોર 2 સિક્સર સાથે સદી ફટકારી.
-કેશવ મહારાજ 3 રને બુમરાહનો પાંચમો શિકાર બન્યો.
-દક્ષિણ આફ્રિકાએ 23.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-જેન્સન 11 રને બુમરાહની ઓવરમાં આઉટ થયો.
-કાયલ વેરેન 9 રને બુમરાહનો શિકાર બન્યો.
-માર્કરામે 68 બોલમાં 8 ફોર સાથે 50 રન પુરા કર્યા.
-ડેવિડ બેડિંગહામ 12 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે 3 વિકેટે 62 રનથી દિવસની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો – મોહમ્મદ સિરાજનો ઝંઝાવાત, ભારત સામે દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં લોએસ્ટ સ્કોર પર આઉટ
બીજી ટેસ્ટ માટે બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર.
સાઉથ આફ્રિકા : ટોની ડી જોર્જી, ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટ્રબ્સ, કાયલ વેરેન (વિકેટકિપર), માર્કો જેન્સેન, ડેવિડ બેડિંગહામ, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર, કાગિસો રબાડા, લુંગી એનગિડી.





