/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Team-India-Practice.jpg)
ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા (તસવીર - બીસીસીઆઈ સ્ક્રીનગ્રેબ)
IND vs SA 2nd Test Match Date, Live Streaming: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની શ્રેણીની બીજી ટેસ્ટ 3 થી 7 જાન્યુઆરી 2024 દરમિયાન કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. . દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં 1-0થી અજેય સરસાઈ ધરાવે છે. જો ભારત આ શ્રેણી ગુમાવવાથી બચવા માંગે છે તો તેને બીજી ટેસ્ટ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો ભારત કેપટાઉન ટેસ્ટમાં જીત મેળવે તો તે દક્ષિણ આફ્રિકા સામે તેની 70મી (તમામ ફોર્મેટ) જીત હશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 163 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 69માં જીત અને 80માં હારનો સામનો કરવો પડ્યો છે. 10 મેચ ડ્રો રહી હતી, જ્યારે 4માં કોઈ પરિણામ આવ્યું ન હતું.
ભારત વિ દક્ષિણ આફ્રિકા: હેડ ટુ હેડ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચની વાત કરીએ તો બંને વચ્ચે 43 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 15માં જીત મેળવી છે, જ્યારે 18માં પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભારત દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં 24 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાંથી ફક્ત 4 માં જીત મળી છે અને 13 મેચમાં પરાજય થયો છે. જ્યારે 7 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.
કેપટાઉનમાં ભારત ક્યારેય ટેસ્ટ મેચ જીત્યું નથી
કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ છઠ્ઠી ટેસ્ટ મેચ છે. ભારત આ મેદાન પર અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા સામે એક પણ ટેસ્ટ જીતી શક્યું નથી. જો ટીમ ઈન્ડિયા કેપટાઉનમાં યજમાન ટીમને હરાવવામાં સફળ થાય છે, તો તે તેના માટે ઐતિહાસિક જીત હશે, કારણ કે ભારત જાન્યુઆરી 1993થી કેપટાઉનમાં ટેસ્ટ મેચ રમી રહ્યું છે, પરંતુ તે ક્યારેય જીતી શક્યું નથી. એટલે આ મેદાનમાં 31 વર્ષમાં પ્રથમ જીત મેળવીને દુષ્કાળનો અંત લાવવાનો પ્રયત્ન કરશે.
ભારત વિ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ લાઇવ સ્ટ્રીમિંગ વિગતો
ભારત વિ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચ સિરીઝનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચો ડિઝની+હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ જોઇ શકાય છે.
આ પણ વાંચો - 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ, ટેસ્ટ-ટી20 પર ફોકસ, 17 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થવાની આશા
ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પિચ રિપોર્ટ
ન્યૂલેન્ડ્સ એ વિશ્વના સૌથી મનોહર ક્રિકેટ મેદાનોમાંથી એક છે. ન્યૂલેન્ડ્સની પિચ ફાસ્ટ બોલરો માટે ખૂબ જ અનુકૂળ છે, તેથી અહીં બેટિંગ કરવી મુશ્કેલ કામ હશે, ખાસ કરીને મેચના પ્રથમ દિવસે. આ મેદાન પર ટેસ્ટ વિકેટ લેનારા ટોપ 8 બોલરોમાં એક પણ સ્પિનર નથી.
શું ટોસ જીતીને બેટિંગ પસંદ કરવી યોગ્ય નિર્ણય હશે?
ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની પિચમાં ઘાસ હોવાની શક્યતા છે. આનાથી ફાસ્ટ બોલરોને સ્વિંગ અને બાઉન્સ મળશે. જોકે મેચના છેલ્લા 2 દિવસોમાં સ્પિનરોને થોડો ફાયદો મળી શકે છે. આ પિચ પર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી યોગ્ય નિર્ણય હશે.
કેપટાઉન વેધર રિપોર્ટ
બીજી ટેસ્ટ મેચ દરમિયાન કેપટાઉનમાં હવામાન ક્રિકેટ માટે અનુકૂળ રહેવાની ધારણા છે. સ્વચ્છ આકાશ અને વરસાદની ન્યૂનતમ સંભાવના સાથે તાપમાન મધ્યમ રહેવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે મેચના સમગ્ર સમયગાળા દરમિયાન વરસાદનું વિધ્ન આવશે નહીં. આનાથી બંને ટીમોને તેમની કુશળતા દર્શાવવાની વાજબી તક મળશે.
ન્યુલેન્ડ્સ કેપ ટાઉન ટેસ્ટ રેકોર્ડ્સ અને આંકડા
- કુલ ટેસ્ટ મેચઃ 60
- પ્રથમ બેટિંગ કરતી વખતે જીતેલી મેચો: 23
- પ્રથમ બોલિંગ કરીને જીતેલી મેચો: 25
- પ્રથમ દાવનો સરેરાશ સ્કોર: 325 રન
- બીજી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર: 292 રન
- ત્રીજા દાવનો સરેરાશ સ્કોર: 234 રન
- ચોથી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર: 163 રન
- સર્વોચ્ચ કુલ સ્કોરઃ ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે 651 રન બનાવ્યા હતા
- ન્યૂનતમ કુલ સ્કોર: ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે 35 રન બનાવ્યા
ટેસ્ટ શ્રેણી માટે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અભિમન્યુ ઇશ્વરન, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ , શ્રીકર ભરત , શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન.
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્જી, ડીન એલ્ગર, એડન માર્કરામ, કીગન પીટરસન, માર્કો જેન્સેન, વિઆન મુલ્ડર, ડેવિડ બેડિંગહામ, ટ્રીસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન, નાન્દ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, લુંગી એનગિડી, કાગિસો રબાડા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us