શું શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ નહીં રમી શકે? જાણો લેટેસ્ટ અપડેટ

Shubman Gill Injury Update : ભારતીય ટીમ શનિવારને 22 નવેમ્બર શરૂ થઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ માટે બુધવારે (19 નવેમ્બર) ગુવાહાટી જવા રવાના થશે જોકે શુભમન ગિલ બુધવારે (19 નવેમ્બર) ટીમ સાથે ગુવાહાટી જશે નહીં

Written by Ashish Goyal
November 18, 2025 14:56 IST
શું શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ નહીં રમી શકે? જાણો લેટેસ્ટ અપડેટ
શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ગળામાં ઇજા પહોંચી હતી (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

Shubman Gill Injury Update : ભારતીય કેપ્ટન શુભમન ગિલ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં રમે તેવી શક્યતા ઓછી છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીએબી)ના સૂત્રોએ માહિતી આપી છે કે તે બુધવારે (19 નવેમ્બર) ટીમ સાથે ગુવાહાટી જશે નહીં. ટીમ મંગળવારે વૈકલ્પિક પ્રેક્ટિસ સત્રમાં ભાગ લેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તેના ગળામાં તીવ્ર દુખાવો છે અને અમને ઇજા વિશે વધુ વિગતવાર જણાવવાની મંજૂરી નથી. તેણે ગળા પર કોલર પહેરવાનું ચાલુ રાખવું જોઈએ. તેને ત્રણ-ચાર દિવસ આરામ કરવાની અને હવાઈ મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. હાલ તેને ગુવાહાટી નહીં જવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ અમે દરરોજ તેમની પ્રગતિ પર નજર રાખી રહ્યા છીએ અને મંગળવાર સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

ભારત વિ આફ્રિકા વચ્ચે 22 નવેમ્બરથી બીજી ટેસ્ટ

ભારતીય ટીમ શનિવારને 22 નવેમ્બર શરૂ થઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ માટે બુધવારે (19 નવેમ્બર) ગુવાહાટી જવા રવાના થશે. હેડ કોચ ગૌતમ ગંભીરે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ગિલ હજુ તપાસ ચાલી રહી છે અને ફિઝિયો અને મેડિકલ સ્ટાફ દ્વારા મૂલ્યાંકનનો બીજો રાઉન્ડ બાકી છે. ચોથી ઈનિંગમાં ગિલની ગેરહાજરીને કારણે ભારતને એક બેટ્સમેનની ખોટ પડી હતી અને 124 રનના ટાર્ગેટનો પીછો કરતાં ટીમ 30 રનથી હારી ગઇ હતી.

આ પણ વાંચો – ‘ગૌતમ ગંભીર ઉલટા-સીધા નિર્ણય કરે છે, આ ખેલાડીની કારકિર્દી બર્બાદ કરી દીધી’

બી સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલ વિકલ્પો

જો ગિલ બીજી ટેસ્ટમાંથી બહાર થઇ જશે તો ભારત પાસે બી સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલના રૂપમાં વિકલ્પ છે. દિલ્હીમાં વેસ્ટ ઈન્ડીઝ સામે 87 રન ફટકારનારા સુદર્શને તાજેતરમાં સાઉથ આફ્રિકા એ સામે ઈન્ડિયા એ તરફથી ચાર ઈનિંગમાં હાઈએસ્ટ 32 રન બનાવ્યા હતા.

ગિલને રવિવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી

કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગિલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ભારતની પ્રથમ ઈનિંગમાં માત્ર ત્રણ જ બોલનો સામનો કર્યા બાદ તે રિટાયર્ડ થયો હતો. ત્રીજા દિવસે સવારે બીસીસીઆઇએ પુષ્ટિ કરી હતી કે તે મેચમાં વધુ ભાગ નહીં લે. રવિવારે સાંજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ગિલ આઈપીએલ 2025 થી સતત રમી રહ્યો છે

ગિલ ઓક્ટોબર 2024માં પણ ન્યૂઝીલેન્ડ સામે ગરદનની ખેંચાણને કારણે ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. હવે તેને આ સમસ્યા એવા સમયે થઈ છે જ્યારે ટીમ તેના વર્કલોડ પર ચાંપતી નજર રાખી રહી છે. ભારતીય કેપ્ટન આઈપીએલ 2025 થી સતત તમામ ફોર્મેટમાં રમી રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ