Ind Vs SA : સંજુ સેમસનની સદી, ત્રીજી વન-ડેમાં ભારતનો 78 રને વિજય, શ્રેણીમાં 2-1થી જીત મેળવી

India Vs South Africa 3rd ODI : સંજુ સેમસનના 114 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે 108 રન, તિલક વર્માએ 77 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 52 રન, અર્શદીપ સિંહની 4 વિકેટ

India Vs South Africa 3rd ODI : સંજુ સેમસનના 114 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે 108 રન, તિલક વર્માએ 77 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 52 રન, અર્શદીપ સિંહની 4 વિકેટ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs South Africa 3rd ODI | India vs South Africa

ભારત વિ. દક્ષિણ આફ્રિકા ત્રીજી વન-ડે

India Vs South Africa 3rd ODI Score : સંજુ સેમસનની સદી (108) અને તિલક વર્માની અડધી સદી (52) બાદ અર્શદીપ સિંહની ચુસ્ત બોલિંગની મદદથી ભારતે ત્રીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે 78 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 296 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 45.5 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે 3 મેચની વન-ડે શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.

Advertisment

દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ

-ભારત તરફથી અર્શદીપ સિંહે 4 વિકેટ, અવેશ ખાન, વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ, મુકેશ કુમાર,અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી.

-દક્ષિણ આફ્રિકા 45.5 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ.

-હેન્ડ્રીક્સ 18 રને અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ.

-વિલિયમ્સ 2 રને અર્શદીપની ઓવરમાં એલબી આઉટ.

-કેશવ મહારાજ 27 બોલમાં 14 રને અર્શદીપનો શિકાર બન્યો.

-ડેવિડ મિલર 10 રને મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.

-વુલ્ડર 1 રને વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો.

-ક્લાસેન 22 બોલમાં 3 ફોર સાથે 21 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.

-ટોની ડી જ્યોર્જી 87 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે 81 રન બનાવી અર્શદીપની ઓવરમાં એલબી થયો.

Advertisment

-દક્ષિણ આફ્રિકાએ 27.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-માર્કરામ 41 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 36 રન બનાવી વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો.

-દક્ષિણ આફ્રિકાએ 20.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ટોની ડી જ્યોર્જીએ 54 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.

-રાસી વાન ડુસેન 2 રને અક્ષર પટેલનો શિકાર બન્યો.

-રીઝા હેન્ડ્રીક્સ 19 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.

-દક્ષિણ આફ્રિકાએ 6.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

ભારત ઇનિંગ્સ

-દક્ષિણ આફ્રિકા તરફથી હેન્ડ્રીક્સે 3 અને બર્ગરે 2 વિકેટ ઝડપી.

-ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 296 રન બનાવ્યા.

-રિંકુ સિંહ 27 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 38 રન બનાવી બર્ગરનો શિકાર બન્યો.

-વોશિંગ્ટન સુંદર 9 બોલમાં 2 ફોર સાથે 14 રન બનાવી હેન્ડ્રીક્સની ઓવરમાં કેચ આઉટ થયો.

-અક્ષર પટેલ 1 રને હેન્ડ્રીક્સનો શિકાર બન્યો.

-ભારતે 46.1 ઓવરમાં 250 રન પુરા કર્યા.

-સંજુ સેમસન 114 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે 108 રન બનાવી વિલિયમ્સની ઓવરમાં કેચ આઉટ થયો.

-તિલક વર્મા 52 રન બનાવી કેશવ મહારાજનો શિકાર બન્યો.

-સંજુ સેમસને 110 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે 100 રન પુરા કર્યા.

-તિલક વર્માએ 75 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.

-ભારતે 39.2 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-ભારતે 33.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-સંજુ સેમસને 66 બોલમાં 4 ફોર સાથે 50 રન પુરા કર્યા.

-કેએલ રાહુલ 21 રન બનાવી મુલ્ડરની ઓવરમાં કેચ આઉટ થયો.

-ભારતે 18.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ભારતે 7.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-સાઇ સુદર્શન 10 રને હેન્ડ્રીક્સની ઓવરમાં એલબી આઉટ થયો.

-રજત પાટીદાર 16 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 22 રન બનાવી બર્ગરની ઓવરમાં બોલ્ડ.

-રજત પાટીદારે ભારતની વન-ડે ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કર્યું

-દક્ષિણ આફ્રિકાના કેપ્ટન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

સાઉથ આફ્રિકા : રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જ્યોર્જી, રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિચ ક્લાસેન, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, નન્દ્રે બર્ગર, લિઝાડ વિલિયમ્સ, બ્યુરન હેન્ડ્રીક્સ

ભારત : કેએલ રાહુલ (કેપ્ટન), રજત પાટીદાર, સાઇ સુદર્શન, તિલક વર્મા, સંજુ સેમસન, રિકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ