Ind vs SA : ત્રીજી વન ડેમાં ભારતનો વિજય, શ્રેણી 2-1થી જીતી, યશસ્વીની શાનદાર સદી

India vs South Africa 3rd ODI Cricket Score: ક્વિટોન ડી કોકના 89 બોલમાં 8 ફોર અને 6 સિક્સર સાથે 106 રન. યશસ્વી જયસ્વાલની અણનમ સદી (116) અને રોહિત શર્મા (75), વિરાટ કોહલી (65)ની અડધી સદી. ભારતનો 9 વિકેટે વિજય

India vs South Africa 3rd ODI Cricket Score: ક્વિટોન ડી કોકના 89 બોલમાં 8 ફોર અને 6 સિક્સર સાથે 106 રન. યશસ્વી જયસ્વાલની અણનમ સદી (116) અને રોહિત શર્મા (75), વિરાટ કોહલી (65)ની અડધી સદી. ભારતનો 9 વિકેટે વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs South Africa 3rd ODI

ભારતે ત્રીજી વન ડે માં દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટે વિજય મેળવ્યો (તસવીર - સ્ક્રિનગ્રેબ)

India vs South Africa 3rd ODIScore : પ્રસિદ્ધ ક્રિષ્ના અને કુલદીપ યાદવના તરખાટ પછી યશસ્વી જયસ્વાલની અણનમ સદી (116) અને રોહિત શર્મા (75) અને વિરાટ કોહલી (65)ની અડધી સદીની મદદથી ભારતે ત્રીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. દક્ષિણ આફ્રિકા 47.5 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

Advertisment

આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. હવે 9 ડિસેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી 20 શ્રેણી શરુ થશે. યશસ્વી જયસ્વાલને મેન ઓફ ધ મેચ અને શ્રેણીમાં 302 રન બનાવનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ(કેપ્ટન), તિલક વર્મા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

દક્ષિણ આફ્રિકા : એડન માર્કરામ, રેયાન રિકલ્ટન, ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન) મેથ્યુ બ્રેટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો જાન્સેન, કોર્બીન બોશ, કેશવ મહારાજ, લુંગી એનગિડી, ઓટ્ટનિલ બાર્ટમેન.

Advertisment
  • Dec 06, 2025 21:53 IST

    IND vs SA 3rd ODI Live Score : વિરાટ કોહલી મેન ઓફ ધ સિરીઝ બન્યો

    આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. હવે 9 ડિસેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી 20 શ્રેણી શરુ થશે. યશસ્વી જયસ્વાલને મેન ઓફ ધ મેચ અને શ્રેણીમાં 302 રન બનાવનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.



  • Dec 06, 2025 20:50 IST

    IND vs SA 3rd ODI Live Score : ભારતે મેચ અને શ્રેણી જીતી લીધી

    ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં નવ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલના પ્રભાવશાળી પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ પણ ટીમનું નેતૃત્વ કર્યું. આનાથી ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણી 2-1થી જીતવામાં મદદ મળી છે.



  • Dec 06, 2025 20:32 IST

    ટીમ ઈન્ડિયાએ 220 રનનો આંકડો પાર કર્યો

    ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં સરળતાથી 220 રનનો આંકડો પાર કર્યો. વિરાટ કોહલી પણ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે.



  • Dec 06, 2025 20:31 IST

    IND vs SA 3rd ODI Live Score : યશસ્વી જાયસ્વાલની ધમાકેદાર સદી

    ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને ધમાકેદાર સદી ફટકારી. જયસ્વાલે તેની ચોથી ઇનિંગમાં જ અદ્ભુત પ્રદર્શન કર્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયા મોટી જીતની નજીક દેખાય છે.



  • Dec 06, 2025 17:17 IST

    IND vs SA 3rd ODI Live Score : દક્ષિણ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ

    ત્રીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકા 47.5 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ભારતને જીતવા માટે 271 રનનો પડકાર મળ્યો છે. ભારત તરફથી કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી.



  • Dec 06, 2025 17:03 IST

    IND vs SA 3rd ODI Live Score : કુલદીપ યાદવને ચોથી સફળતા

    કોર્બીન બોશ 12 બોલમાં 9 રને અને લુંગી એનગિડી 10 બોલમાં 1 રને કુલદીપ યાદવની ઓવરમાં એલબી આઉટ થયા. દક્ષિણ આફ્રિકાએ 258 રને નવમી વિકેટ ગુમાવી. કુલદીપ યાદવને ચોથી સફળતા મળી.



  • Dec 06, 2025 16:43 IST

    IND vs SA 3rd ODI Live Score : ડેવાલ્ડ બ્રેવિસ આઉટ

    ડેવાલ્ડ બ્રેવિસ 29 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 29 અને માર્કો જાન્સેન 15 બોલમાં 2 ફોર સાથે 17 રને કુલદીપ યાદવનો શિકાર બન્યા. દક્ષિણ આફ્રિકાએ 235 રને સાતમી વિકેટ ગુમાવી.



  • Dec 06, 2025 16:03 IST

    IND vs SA 3rd ODI Live Score : ડી કોક 106 રને આઉટ

    ક્વિટોન ડી કોકે 89 બોલમાં 8 ફોર અને 6 સિક્સર સાથે 106 રન બનાવી પ્રસિદ્ધ ક્રિષ્નાનો ત્રીજો શિકાર બન્યો. દક્ષિણ આફ્રિકાએ 199 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Dec 06, 2025 15:38 IST

    IND vs SA 3rd ODI Live Score : ડી કોકની સદી

    ક્વિટન ડી કોકે 80 બોલમાં 8 ફોર અને 6 સિક્સર સાથે સદી પુરી કરી હતી.



  • Dec 06, 2025 15:37 IST

    IND vs SA 3rd ODI Live Score : પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક ઓવરમાં 2 વિકેટ ઝડપી

    મેથ્યુ બ્રેટ્ઝકે 23 બોલમાં 2 સિક્સર સાથે 24 અને એડન માર્કરામ 3 બોલમાં 1 રને પ્રસિદ્ધ ક્રિષ્નાનો શિકાર બન્યા. દક્ષિણ આફ્રિકાએ 170 રને ચોથી વિકેટ ગુમાવી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.



  • Dec 06, 2025 15:04 IST

    IND vs SA 3rd ODI Live Score : બાવુમા 48 રને આઉટ

    કેપ્ટન ટેમ્બા બાવુમા 67 બોલમાં 5 ફોર સાથે 48 રન બનાવી રવિન્દ્ર જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો. દક્ષિણ આફ્રિકાએ 114 રને બીજી વિકેટ ગુમાવી.



  • Dec 06, 2025 14:43 IST

    IND vs SA 3rd ODI Live Score : ડી કોકની અડધી સદી

    ક્વિટન ડી કોકે 42 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Dec 06, 2025 14:22 IST

    IND vs SA 3rd ODI Live Score : આફ્રિકાના 10 ઓવરમાં 1 વિકેટે 42 રન

    દક્ષિણ આફ્રિકાએ 10 ઓવરમાં 1 વિકેટે 42 રન બનાવી લીધા છે. ડી કોક 21 અને ટેમ્બા બાવુમા 19 રને રમતમાં છે.



  • Dec 06, 2025 13:39 IST

    IND vs SA 3rd ODI Live Score : રેયાન રિકલ્ટન આઉટ

    રેયાન રિકલ્ટન 4 બોલમાં ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. દક્ષિણ આફ્રિકાએ 1 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Dec 06, 2025 13:29 IST

    IND vs SA 3rd ODI Live Score : દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન

    એડન માર્કરામ, રેયાન રિકલ્ટન, ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન) મેથ્યુ બ્રેટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો જાન્સેન, કોર્બીન બોશ, કેશવ મહારાજ, લુંગી એનગિડી, ઓટ્ટનિલ બાર્ટમેન.



  • Dec 06, 2025 13:28 IST

    IND vs SA 3rd ODI Live Score: ભારત પ્લેઇંગ ઇલેવન

    યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ(કેપ્ટન), તિલક વર્મા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના.



  • Dec 06, 2025 13:23 IST

    IND vs SA 3rd ODI Live Score: ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ભારતના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ 3 મેચની શ્રેણી 1-1થી બરાબરી પર છે.



ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ