કુલદીપ યાદવનો તરખાટ, ભારતે દક્ષિણ આફ્રિકા સામે 2-1થી શ્રેણી જીતી

India vs South Africa 3rd ODI: ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધારે 4 વિકેટ ઝડપી, જ્યારે વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને શહબાઝ અહમદે 2-2 વિકેટ ઝડપી

Written by Ashish Goyal
Updated : October 11, 2022 18:41 IST
કુલદીપ યાદવનો તરખાટ, ભારતે દક્ષિણ આફ્રિકા સામે 2-1થી શ્રેણી જીતી
કુલદીપ યાદવે સૌથી વધારે 4 વિકેટ ઝડપી (EXPRESS PHOTO BY PRAVEEN KHANNA)

India vs South Africa 3rd ODI: કુલદીપ યાદવ (4 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શુભમન ગિલના 49 રનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વન-ડેમાં 7 વિકેટે વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકા 27.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

શુભમન ગિલના 49 રન

ભારત તરફથી શુભમન ગિલે 57 બોલમાં 8 ફોર સાથે 49 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે અણનમ 28 રન બનાવ્યા હતા. ઇશાન કિશને 10 અને શિખર ધવન 8 રન બનાવ્યા હતા.

ત્રણ જ ખેલાડી ડબલ ફિગર સુધી પહોંચ્યા

દક્ષિણ આફ્રિકા તરફથી ત્રણ જ પ્લેયર ડબલ ફિગરના આંકને વટાવી શક્યા હતા. જેમાં ક્લાસેને સૌથી વધારે 34 રન બનાવ્યા હતા. મલાને 15 અને માર્કો જાનસેને 14 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની શરૂઆત જ કંગાળ રહી હતી. 25 રનમાં જ બન્ને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. 66 રનમાં અડધી ટીમ ગુમાવી દીધી હતી. આ પછી નિયમિત અંતરે વિકેટ ગુમાવતા 99 રનમાં ધરાશાઇ થઇ ગયું હતું.

ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને શહબાઝ અહમદે 2-2 વિકેટ ઝડપી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ