/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/india-vs-south-africa-3rd-T20.jpg)
ભારત વિ. દક્ષિણ આફ્રિકા ત્રીજી ટી-20 મેચ
India vs South Africa 3rd T20 Score : સૂર્યકુમાર યાદવની સદી પછી કુલદીપ યાદવની ચુસ્ત બોલિંગની (5 વિકેટ)મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં 106 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 13.5 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 17 ડિસેમ્બરથી ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે.
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-દક્ષિણ આફ્રિકાએ 13.5 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ. કુલદીપ યાદવની 5 વિકેટ, જાડેજાની 2 વિકેટ, મુકેશ કુમાર,અર્શદીપની 1-1 વિકેટ.
-ડેવિડ મિલર 25 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 35 રન કુલદીવ યાદવનો શિકાર બન્યો
-વિલિયમ્સ 00 રને કુલદીપ યાદવની ઓવરમાં એલબી આઉટ.
-બર્ગર 1 રને કુલદીપ યાદવની ઓવરમાં એલબી આઉટ.
-કેશવ મહારાજ 1 રન બનાવી મહારાજની ઓવરમાં બોલ્ડ થયો.
-ફેલુકવાયો 3 બોલમાં ખાતું ખોલાયા વિના જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો.
-ફેરિયા 12 રને કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો.
-દક્ષિણ આફ્રિકાએ 7.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-માર્કરામ 14 બોલમાં 3 ફોર 2 સિક્સરની મદદથી 25 રને જાડેજાની ઓવરમાં આઉટ થયો.
-ક્લાસેન 5 રને અર્શદીપનો શિકાર બન્યો.
-હેન્ડ્રીક્સ 8 રને રન આઉટ થયો
-મેથ્યુ બ્રેટ્ઝક 4 રને મુકેશ કુમારની ઓવરમાં બોલ્ડ થયો.
આ પણ વાંચો - ઉસ્માન ખ્વાજા ના માન્યો, ICCએ શૂઝ પર પ્રતિબંધ લગાવ્યો તો પેલેસ્ટાઈનના સમર્થનમાં હાથ પર કાળી પટ્ટી બાંધી રમવા ઉતર્યો
ભારત ઇનિંગ્સ
-ભારતના 20 ઓવરમાં 7 વિકેટે 201 રન.
-જીતેશ શર્મા 4 બોલમાં 4 રન બનાવી હિટવિકેટ આઉટ થયો.
-રવિન્દ્ર જાડેજા 2 બોલમાં 4 રન બનાવી રન આઉટ થયો.
-સૂર્યકુમાર યાદવ 56 બોલમાં 7 ફોર, 8 સિક્સર સાથે 100 રન બનાવી કેચ આઉટ થયો.
-રિંકુ સિંહ 10 બોલમાં 1 સિક્સર સાથે 14 રન બનાવી કેચ આઉટ થયો.
-ભારતે 15.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-યશસ્વી જયસ્વાલ 41 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે 60 રન બનાવી કેચ આઉટ થયો.
-સૂર્યકુમાર યાદવે 32 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે 50 રન પુરા કર્યા
-ભારતે 11.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-યશસ્વી જયસ્વાલે 34 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.
-ભારતે 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-તિલક વર્મા પ્રથમ બોલે કેશવ મહારાજની ઓવરમાં કેચ આઉટ થયો.
-શુભમન ગિલ 6 બોલમાં 12 રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં એલબી આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાના કેપ્ટન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.
દક્ષિણ આફ્રિકા : મેથ્યુ બ્રેટ્ઝકે, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિચ ક્લાસેન, ડેવિડ મિલર, ડોનોવન ફેરિયા, કેશવ મહારાજ, એન્ડીલે ફેલુકવાયો, નાન્દ્રે બર્ગર, લિઝાડ વિલિયમ્સ, તબરેઝ શમ્સી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us