India vs South Africa 4th T20I: દક્ષિણ આફ્રિકા સામેની ચોથી ટી-20માં તિલક વર્મા અને સંજુ સેમસને સદી ફટકારીને રેકોર્ડોની વણઝાર સર્જી હતી. સંજુ સેમસને 56 બોલમાં 6 ફોર 9 સિક્સર સાથે અણનમ 109 રન બનાવ્યા હતા. જ્યારે તિલક વર્માએ 69 બોલમાં 9 ફોર 10 સિક્સર સાથે અણનમ 120 રન બનાવ્યા હતા.
તિલક વર્માએ આંતરરાષ્ટ્રીય ટી-20માં સતત બીજી સદી ફટકારી છે. આ પહેલા દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં પણ સદી ફટકારી હતી. તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેક ટુ બેક સદી ફટકારી હતી. ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેક ટુ બેક સદી ફટકારનારો સંજુ સેમસન બાદ તે બીજો બેટ્સમેન બન્યો છે.
તિલક વર્માએ 41 બોલમાં સદી ફટકારી
તિલક વર્માએ આ મેચમાં 41 બોલમાં સદી ફટકારી હતી અને આ દરમિયાન તેણે 9 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. આ મેચમાં તિલક વર્માએ 47 બોલમાં 10 સિક્સર અને 9 ફોરની મદદથી અણનમ 120 રન બનાવ્યા હતા. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેનો સર્વોચ્ચ સ્કોર હતો.
આ મેચમાં બીજી વિકેટ માટે તિલકે સંજુ સેમસન સાથે 86 બોલમાં 210 રનની ભાગીદારી કરી હતી. ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં એક ઈનિંગમાં બે ખેલાડીઓએ સદી ફટકારી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર હવે PoK માં નહીં થાય, પાકિસ્તાનની આશા પર આઈસીસીએ પાણી ફેરવી દીધું
સંજુ સેમસનની 51 બોલમાં સદી
સંજુ સેમસને આ મેચમાં 51 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને આ દરમિયાન તેણે 8 સિક્સર અને 6 ફોર પણ ફટકારી હતી. આ મેચમાં સંજુએ 56 બોલમાં 9 સિક્સર અને 6 ફોરની મદદથી અણનમ 109 રન બનાવ્યા હતા. સંજુ સેમસને આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં આ વર્ષમાં ત્રીજી સદી ફટકારી છે. એક વર્ષમાં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 સદી ફટકારનારો સૌપ્રથમ ખેલાડી બન્યો છે.
સંજુ સેમસન અને તિલક વર્મા આંતરરાષ્ટ્રીય ટી-20માં 200થી વધુ રનની ભાગીદારી કરનારી ભારતની પ્રથમ જોડી બની છે. આ મેચમાં સંજુ અને તિલકની ઈનિંગના આધારે ભારતે 20 ઓવરમાં એક વિકેટે 283 રન બનાવ્યા હતા .
આંતરરાષ્ટ્રીય ટી-20માં ભારત માટે સૌથી વધુ સદી
- 5 – રોહિત શર્મા
- 4 – સૂર્યકુમાર યાદવ
- 3 – સંજુ સેમસન
- 2 – કેએલ રાહુલ
- 2 – તિલક વર્મા
- 1 -સુરેશ રૈના
- 1 -દીપક હૂડા
- 1 -વિરાટ કોહલી
- 1 -શુભમન ગિલ
- 1 – યશસ્વી જયસ્વાલ
- 1 – રુતુરાજ ગાયકવાડ
- 1 – અભિષેક શર્મા