India vs South Africa Test is shortest ever in history : ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં 176 રનમાં ઓલઆઉટ થતા ભારતે જીતવા માટે 79 રનનો પડકાર મળ્યો હતો. જવાબમાં ભારતે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 80 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારતે બે ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી છે. ભારત કેપ ટાઉનમાં પ્રથમ વખત ટેસ્ટ જીતવા સફળ રહ્યું છે. બીજી ટેસ્ટ ફક્ત બે દિવસમાં જ પુરી થઇ ગઇ હતી.
કેપટાઉન ટેસ્ટ મેચમાં માત્ર 642 બોલ (107 ઓવર) જ રમાયા હતા. આ સાથે જ ટેસ્ટ ઇતિહાસમાં આ સૌથી ટૂંકી ટેસ્ટ મેચ બની છે. એટલે કે 107 ઓવરમાં બંને ટીમોની બે ઇનિંગ રમાઇ હતી. આ પહેલા સૌથી ઓછા બોલ રમવાનો રેકોર્ડ 1932માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટનો હતો. આ ટેસ્ટમેચનું પરિણામ 656 બોલમાં આવ્યું હતું.
સૌથી ઓછા બોલમાં પુરી થયેલી ટેસ્ટ મેચ
642 બોલ – દક્ષિણ આફ્રિકા વિ ભારત, કેપટાઉન, 2024656 બોલ – ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા, મેલબોર્ન, 1932672 બોલ – વેસ્ટ ઇન્ડીઝ વિ ઇંગ્લેન્ડ, બ્રિજટાઉન, 1935788 બોલ – ઇંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, માન્ચેસ્ટર, 1888792 બોલ – ઇંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્ઝ, 1888796 બોલ – દક્ષિણ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ, કેપટાઉન, 1889
આ પણ વાંચો – બીજી ટેસ્ટમાં ભારતનો 7 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર, કેપ ટાઉનમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ જીત મેળવી
કેપટાઉનમાં ટેસ્ટમાં જીત મેળવી ભારતે દક્ષિણ આફ્રિકાએ પાંચમી ટેસ્ટ જીતી છે. છેલ્લે ભારતે 2021માં સેન્ચુરિયનમાં વિજય મેળવ્યો હતો. બીજી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે જસપ્રીત બુમરાહ અને ડીન એલ્ગરને મે ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.
દક્ષિણ આફ્રિકામાં ભારતના ટેસ્ટ વિજય
123 રન – જોહાનિસબર્ગ 200687 રન – ડરબન, 201063 રન – જોહાનિસબર્ગ, 2018113 રન – સેન્ચુરિયન, 20217 વિકેટ – કેપટાઉન, 2024





